આપણે ત્યાં લગભગ દરેક ઘરમાં ભાત એટલે કે રાઈસ બનતા હોય છે. તેના વગર ભારતીય ભોજન અધૂરું ગણાય છે. તેમજ ચોખા એ અનેક પોષક તત્વોથી ભરપુર હોવાના કારણે તે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આખી દુનિયાની ખાણીપીણીમાં ચોખાનું વિશેષ યોગદાન છે. આ એક એવી ખેતી છે, જે એંટાર્કટીકાને છોડીને વિશ્વમાં દરેક જગ્યાએ ઉગાડવામાં આવે છે. મનુષ્યની ભૂખ શાંત કરવામાં ચોખાની મહત્વપૂર્ણ ભૂમિકા છે. એશિયામાં જન્મેલા ચોખા અહીંના દેશોની સંસ્કૃતિ અને પરંપરાથી પણ જોડાયેલા છે. ચોખા એટલા માટે વિશેષ છે કારણ કે દુનિયાની દરેક ત્રીજી વ્યક્તિ કોઈ ને કોઈ રૂપમાં તેનું સેવન કરે છે. ભારતીયોની સંસ્કૃતિ અને પરંપરામાં ચોખા ભળી ગયા છે. આયુર્વેદમાં તેને ગુણોથી ભરપૂર જણાવવામાં આવ્યા છે.
ખેતીથી જોડાયેલા લોકગીતોમાં સૌથી વધુ ચોખા પર:- તમે જાણીને હેરાન થશો કે, ભારતમાં બધી ભાષાઓ અને બોલીઓમાં ખેતીથી જોડાયેલા જેટલા પણ લોકગીત છે, તેમાં સૌથી વધુ ગીત ચોખાની વાવણી અને લલણી પર છે. તેનું કારણ એ છે કે, આ ધાન 12 મહિના આહારના રૂપમાં જોડાયેલું છે. કેમકે ભારત કૃષિપ્રધાન દેશ રહ્યો છે એવામાં અહીં લોકગીતોનું સમાજશાસ્ત્રી સંદર્ભ રહ્યું છે, જે કૃષિ સમાજના સુખ-દુખને વ્યક્ત કરે છે. ચોખાની ખેતી સૌથી વધુ મુશ્કેલ ગણવામાં આવે છે. માટે ગરીબ ખેડૂત પોતાના દુખ, સંતાપને દૂર કરવા માટે અભાવમાં પણ ઉલ્લાસ અને ઉત્સાહથી ચોખાની ખેતી કરે છે, જેથી આખું વર્ષ તેને ખાદ્યાન્નની સમસ્યાથી જૂજવું ન પડે. લોકગીતો દ્વારા તે દેવતાઓનું આહ્વાન કરે છે, તેને પ્રસન્ન રાખવાનો પ્રયત્ન કરે છે જેથી ચોખાની ખેતીમાં મુશ્કેલી ન આવે.ચીનની યાંગ્ત્સી નદીના ઘાટથી શરૂ થઈ ખેતી:- ચોખાના ઇતિહાસને લઈને બે વિચારધારાઓ છે, વિશેષ વાત એ છે કે, તે બંને એશિયાના ક્ષેત્રથી જોડાયેલી છે. અમેરિકાની જાની-માની વનસ્પતિ વિજ્ઞાની પ્રોફેસર સુષ્મા નૈથાનીનું કહેવું છે કે, ચોખાની ઉત્પતિનું કેન્દ્ર ચીન તેમજ દક્ષિણ પૂર્વી એશિયા છે. જેમાં ચીન સિવાય તાઇવાન, થાઈલેંડ, મલેશિયા, ફિલિપિન્સ, કોરિયા વગેરે દેશ આવે છે. તેમનું કહેવું છે કે આજથી 6000 વર્ષ પહેલા ચીનની યાંગ્ત્સી નદીની ઘાટીમાં ચોખાની ખેતી શરૂ થઈ અને હજાર વર્ષ પછી દક્ષિણ પૂર્વી એશિયાના ઘણા ભૂ-ભાગોમાં ફેલાઈ ગયી. ત્યારબાદ ચોખાની ખેતી મધ્ય પૂર્વના દેશો, પછી આફ્રિકા, યુરોપ અને અમેરિકામાં પણ થવા લાગી. ચોખાની વિશેષતા એ છે કે, તે આજે દુનિયા આખીમાં અલગ-અલગ પરિસ્થિતીમાં ઊગી જાય છે. કારણ કે તેણે દરેક ભૂ-ભાગની જળવાયુને આત્મસાત કરી લીધું છે. આ જ કારણ છે કે, તે બર્ફીલા પર્વતોથી લઈને સમુદ્રના તટિય ભાગોમાં પણ લહેરાય છે.
ભારતમાં 8000 ઇસ. પૂર્વે થઈ રહી હતી ખેતી:- એક વિચારધારાનું માનવું છે કે, ચોખાની ખેતી ભારતમાંથી શરૂ થઈ છે. દેશના જાણીતા પુરાતત્વવેતા તેમજ ઇલાહાબાદ વિશ્વવિદ્યાલયના પ્રાચીન ઇતિહાસથી જોડાયેલ પ્રોફેસર જેએન પાલ મુજબ, ભારતમાં ચોખાની ખેતીના પુરાતાત્વિક પ્રમાણ છેલ્લા બે દશકોમાં ઉત્તરપ્રદેશના સંત કબીર નગર જિલ્લાના લહુરાદેવા વિસ્તારમાં જોવા મળ્યા છે. ત્યાં ખોદકામમાં મળેલા પુરાતાત્વિક અવશેષોના અધ્યયનથી જાણવા મળે છે કે, ઝૂસીમાં 9000 ઇસ. પૂર્વે તેમજ લહુરાદેવામાં લગભગ 8000 ઇસ. પૂર્વે ચોખાની ખેતી થતી હતી. તેનો અર્થ એ જ છે કે, ભારતમાં ચીનથી પહેલા ચોખાની ખેતી કરવામાં આવી રહી હતી. ભારતમાં ચોખાની ખેતીના આ સૌથી પ્રાચીન પ્રમાણ છે. તેની પહેલા તો કહેવામા આવતું જ હતું કે સિંધુ ઘાટી સભ્યતામાં પણ ચોખાની ખેતી થતી હતી. ગુજરાતમાં લોથલ અને રંગપુરમાં 2000 ઇસ. પૂર્વે સહિત બિહાર, મધ્યપ્રદેશ તેમજ પશ્ચિમબંગાળમાં પ્રાચીન સ્થળોએ ખોદકામ દ્વારા પ્રાચીન ધાન-પ્રધાન સંસ્કૃતિની જાણકારી પ્રાપ્ત થઈ છે.
ધાર્મિક તેમજ સામાજિક આયોજનોમાં મહત્વ છે ચોખાનું:- એશિયા મહાદ્વીપની સંસ્કૃતિ તેમજ પરંપરામાં ચોખાનું મહત્વ છે. હિન્દુ ધાર્મિક પરંપરામાં ચોખાને ‘અક્ષત’ કહેવામા આવ્યા છે. વેદ-પુરાણોમાં ભારતના ધાર્મિક આયોજનોમાં ચોખાને વિશિષ્ટ ગણવામાં આવ્યા છે. બધા પ્રકારની પૂજા તેમજ હવનના આયોજનમાં ચોખા પોતાની ભૂમિકા ભજવે છે. તે સિવાય શુભ કાર્યોને શરૂ કરવા માટે ચોખાના દાણા શુભ ગણવામાં આવે છે. શુભ કાર્યોમાં ચોખાની ખીરનું પણ પોતાનું અલગ મહત્વ છે. આમ તો ભારતમાં ચોખાથી બનતા વ્યંજનોની પણ સમાજમાં અલગ જ ભૂમિકા છે.
આખા વિશ્વના 80 ટકા ચોખા એશિયામાં પાકે છે:- આખા વિશ્વની ખાણીપીણીમાં ચોખાનું ઘણું મહત્વ છે. લગભગ 100 દેશોમાં ચોખાની ખેતી કરવામાં આવે છે અને તેની હજારો જાતો પણ છે. ગરીબો માટે જાડા ચોખા છે તો ધનાઢ્યો માટે અનેક પ્રકારના બાસમતી ચોખા છે. દુનિયામાં મકાઇ બાદ ચોખાની ખેતી કરવામાં આવે છે. આખી દુનિયામાં જેટલા પણ ચોખા ઉગાડવામાં આવે છે, તેની 80 ટકા ઉપજ એશિયામાં જ થાય છે. તેમાં ભારતનો ભાગ 20 ટકા છે. માનવામાં આવે છે કે એશિયાના લગભગ 200 કરોડ લોકો જીવન જીવવા માટે ચોખા પર નિર્ભર છે. આયુર્વેદ ગ્રંથોમાં ઘણા પ્રકારના ચોખા અને તેના ગુણોનું વર્ણન:- સાતમી-આઠમી ઇસ. પૂર્વે લખેલ એક આયુર્વેદિક ગ્રંથ ‘ચરક્સંહિતા’ માં ચોખાની ઘણી જાત અને તેના ગુણ-દોષ જણાવવામાં આવ્યા છે. ગ્રંથમાં અલગ અલગ 15 ચોખાની જાત જણાવાઈ છે અને કહેવામા આવ્યું છે કે, લાલ ચોખા શ્રેષ્ઠ છે. તે ત્રિદોષનાશક છે અને તૃષ્ણાને નષ્ટ કરે છે.
તત્કાળ ઉર્જા પ્રદાન કરે છે અને વૃધ્ધાવસ્થાને ધીમી કરે છે:- ચોખામાં તત્કાળ ઉર્જા પ્રાપ્ત કરવાની, બ્લડ શુગર સ્થિર કરવાની અને વૃદ્ધાવસ્થાની પ્રક્રિયા ધીમી કરવાની ક્ષમતા હોય છે. ચોખા ખાવાનું નુકસાન એ છે કે, તે ડાયાબિટીસના લોકોનું શુગર વધારી શકે છે. તેને વધારે ખાવાથી સ્થૂળતા વધી શકે છે. વધારે ચોખાથી પથરીની આશંકા પણ વધી શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી