મિત્રો આપણા સ્વાસ્થ્ય માટે ખાસ કરીને હાડકાઓની મજબુતી માટે કેલ્શિયમ ખુબ જ જરૂરી છે. જયારે કેલ્શિયમનું પ્રમાણ આપણા શરીરમાં ઓછુ થવા લાગે છે ત્યારે હાડકાઓ નબળા થવા લાગે છે. આથી તમે હાડકાની મજબુતી માટે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ જેનાથી તે મજબુત બને છે. આજે અમે તમને આ લેખમાં હાડકાની મજબુતી માટે ત્રણ વસ્તુઓના સેવન વિશે જણાવીશું જે તમારા હાડકાને મજબુત કરવાનું કામ કરશે.
ઘણા લોકોને ચાલતા કે ઉઠતાં-બેઠતા સમયે હાડકાં અને સાંધામાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. તે એ વાત તરફ ઈશારો કરે છે કે, તમારા હાડકાં નબળા પડી ગયા છે. તમે સામાન્ય રીતે વૃદ્ધ લોકોને સાંધા અને હાડકાંમાં દુખાવાની ફરિયાદ કરતાં સાંભળ્યા હશે. ઉંમર વધવાની સાથે જ હાડકાં નબળા પાડવા લાગે છે. પરંતુ હવે યંગ લોકોમાં પણ હાડકાંમાં દુખાવાની સમસ્યા જોવા મળે છે. એવું એ માટે છે કારણ કે, ભગાદોડ વાળા જીવનમાં લોકો પોતાની ખાણીપીણીનું ધ્યાન રાખી શકતા નથી. હાડકાંની મજબૂતી માટે કેલ્શિયમ ખૂબ જરૂરી ગણવામાં આવે છે. શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે જ હાડકાં અને સાંધામાં દુખાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે.જરૂરી છે કે તમે તમારી ડાયટમાં એવી વસ્તુઓ સમાવિષ્ટ કરો જેનાથી તમારી આ તકલીફ દૂર થઈ શકે. આમ તો, આજકાલ માર્કેટમાં ઘણા પ્રકારના સપ્લીમેંટ્સ સરળતાથી ઉપલબ્ધ છે પરંતુ સપ્લીમેંટ્સ કરતાં જે વસ્તુઓ દ્વારા તમારા હાડકાને નેચરલી મજબૂતી મળે તેવી વસ્તુઓ લેવી વધુ સારી રહેશે.
શા કારણે જરૂરી છે બોન હેલ્થ?:- આપણા બોન્સ એકધારા બદલાતા રહે છે. શરીરમાં નવા હાડકાં બનતા જૂના હાડકાં તૂટવા લાગે છે. જ્યારે તમે જવાન હોય ત્યારે જૂના હાડકાં તૂટીને નવા હાડકાં જલ્દી-જલ્દી બનવા લાગે છે. સાથે જ બોન માસ પણ વધે છે. પરંતુ ઉંમર વધતાં બોન માસ વધે તો છે પરંતુ પહેલાની જેમ ઝડપથી નહીં. ઉંમર વધવાની સાથે એક સમય પછી ઓસ્ટીયોપોરોસિસની સમસ્યા થવા લાગે છે. ઓસ્ટીયોપોરોસીસ એક એવી બીમારી છે જેમાં હાડકાં ખૂબ નબળા થઈ જાય છે અને સરળતાથી તૂટવા લાગે છે.
આ ત્રણ વસ્તુઓ છે બોન હેલ્થ માટે ફાયદાકારક:- સેલિબ્રિટિ ન્યુટ્રિશનિસ્ટ ના મત મુજબ, બોન હેલ્થને સુધારવા માટે ત્રણ વસ્તુઓનું સેવન કરવું ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આવો જાણીએ તે ત્રણ વસ્તુઓ વિશે.
તલ – તલમાં ફૉસ્ફરસ અને કેલ્શિયમની વધુ માત્રા જોવા મળે છે જે બોન હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.બીન્સ – બીન્સ હાડકાં માટે પાવર હાઉસનું કાર્ય કરે છે. તેમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ફૉસ્ફરસ હોય છે, જે બોન હેલ્થને સારી બનાવવામાં મદદ કરે છે. એવામાં જરૂરી છે કે તમે ડાયેટમાં રાજમા, સોયાબીન જેવી વસ્તુઓ સમાવિષ્ટ કરો.
રાગી – રાગી કેલ્શિયમથી ભરપૂર હોય છે, જે તમારા હાડકાં માટે ખૂબ સારું ગણવામાં આવ છે. રાગીથી તમે ચીલા, પેનકેક, રોટલી વગેરે વસ્તુઓ બનાવી શકો છો.
આ વસ્તુઓનું પણ દરરોજ સેવન કરવું:- આ ત્રણ વસ્તુઓ સિવાય અમે તમને અમુક એવી વસ્તુઓ વિષે પણ જણાવી રહ્યા છીએ જેનું દરરોજ સેવન કરવાથી તમારા હાડકાં અને સાંધાના દુખાવાની સમસ્યામાં રાહત મળે છે. અહીં જાણો તે વસ્તુઓ વિશે.
અનાનસ – અનાનસમાં પોટેશિયમની વધુ માત્રા જોવા મળે છે જે શરીરમાં બનતા એસિડ લેવલને બેલેન્સ કરે છે અને કેલ્શિયમની ઉણપ થતી પણ અટકાવે છે.
પાલક – પાલકમાં કેલ્શિયમની માત્રા ખૂબ વધુ હોય છે જે હાડકાં અને દાંત માટે ફાયદાકારક સાબિત થાય છે. તે સિવાય પાલકમાં વિટામિન એ અને આયરન પણ જોવા મળે છે.નટ્સ – કેલ્શિયમ બોન હેલ્થ માટે ખૂબ ફાયદાકારક ગણવામાં આવે છે. નટ્સમાં કેલ્શિયમની સાથે ફૉસ્ફરસ અને મેગ્નેશિયમ પણ હોય છે. મેગ્નેશિયમ બોડીમાં કેલ્શિયમ અવશોષિત કરવામાં મદદ કરે છે.
કેળાં – કેળાં મેગ્નેશિયમનો સૌથી સારો સ્ત્રોત ગણવામાં આવે છે. તે વિટામિન બોન્સ અને દાંતની હેલ્થ માટે ખૂબ જરૂરી હોય છે.
પપૈયું – પપૈયાંમાં કેલ્શિયમ જોવા મળે છે. પપૈયું ડાઇઝેશન માટે તો ફાયદાકારક હોય જ છે, સાથે જ તે હાડકાં માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખવું કે તેને આખું એક સાથે ન ખાતા થોડું થોડું કરીને તેનું સેવન કરવું. આમ આ વસ્તુઓ સેવન પણ હાડકાના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી