મિત્રો આપણે જાણીએ છીએ કે, દૂધનું સેવન કોઈપણ વ્યક્તિ માટે ખુબ જ ફાયદાકારક છે. પણ જો તમે દુધમાં કિશમિશ, અને કેસરનું મિશ્રણ કરો છો તો તેનાથી પુરુષોના સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. આજે આપણે આ લેખમાં આ ત્રણેય મિશ્રણથી થતા કેટલાક ફાયદાઓ વિશે જાણીશું.
થાક, નબળાઈ અને લોહીની ઉણપ, આ ત્રણ એવી સમસ્યાઓ છે જેનો સામનો લગભગ દરેક પુરુષ કરી રહ્યાં છે. ખોટી ખાણીપીણી અને વધતો તણાવ તેનું સૌથી મોટું કારણ છે. જો તમે પરણેલા હોય, તો આ સમસ્યાઓ તમારા વૈવાહિક જીવનને જોખમમાં મૂકી શકે છે. શરીરમાં તાકાત વધારવા માટે બેશક ઘણા પ્રકારના ખાદ્ય પદાર્થો રહેલા છે. પરંતુ દૂધ, કિશમિશ અને કેસરનું કોમ્બીનેશન તમારા માટે જબરદસ્ત ફાયદાકારક સાબિત થઈ શકે છે.
ડાયેટિશિયનના જણાવ્યા મુજબ, દૂધ, કિશમિશ અને કેસરના પોતાના અલગ અલગ સારા એવા ફાયદાઓ છે. પરંતુ જ્યારે ત્રણેય વસ્તુઓનું એક સાથે સેવન કરવામાં આવે છે તો તેમની તાકાત વધી જાય છે અને શરીરને ગજબ ફાયદાઓ મળે છે.
જો પરણેલા પુરુષોના સ્વાસ્થ્યની વાત કરવામાં આવે તો, તેમના માટે દૂધ, કિશમિશ અને કેસરનું મિશ્રણ તાકતનું ટોનિક છે. આ મિશ્રણથી માત્ર શરીરની તાકાત જ નથી વધતી, પરંતુ, અન્ય ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ અટકાવવામાં પણ તે મદદરૂપ સાબિત થઈ શકે છે. આ મિશ્રણ પુરુષ પ્રજનન ક્ષમતામાં સુધારો કરવાનું અને શુક્રાણુઑની ગતિશીલતા વધારવાનું કાર્ય કરે છે.
દૂધ, કિશમિશ અને કેસરના પોષકતત્વો : દૂધ એક સંપૂર્ણ આહાર છે કારણ કે તેનાથી શરીરને વિભિન્ન પોષકતત્વો મળે છે. દૂધમાં પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન બી-2, વિટામિન એ, ડી, કે અને ઈ સહિત ફૉસ્ફરસ, મેગ્નેશિયમ, આયોડિન અને ઘણા મિનરલ્સ પણ જોવા મળે છે. તે જ પ્રકારે કિશમિશ પ્રોટીન, આયરન અને ફાઇબરનો સારો સ્ત્રોત છે. તે સિવાય તેમાં પોટેશિયમ, કોપર, વિટામિન બી-6 અને કેલ્શિયમ પણ જોવા મળે છે. જો વાત કરીએ કેસરના પોષકતત્વોની તો તેમાં ફાઈબર, મેગેનીઝ, વિટામિન સી, પોટેશિયમ, આયરન, પ્રોટીન અને વિટામિન એ જોવા મળે છે. આ બધા જ તત્વો શરીરના સારા કામકાજ માટે જરૂરી છે.
બ્લડ પ્રેશર : હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને હાઇપરટેન્શનના નામથી ઓળખવામાં આવે છે. તે એક સાઈલેન્ટ કીલર બીમારી છે જેનાથી ઘણા લોકો પીડિત છે. દૂધ અને કિશમિશ બંનેમાં પર્યાપ્ત માત્રામાં સોડિયમ જોવા મળે છે. આ કોમ્બીનેશનનું સેવન હાઇ બ્લડ પ્રેશરથી બચવામાં ખુબ જ મદદ કરે છે અને તેના જોખમને પણ ઘણી હદે ઓછું કરી શકે છે.
પાચનતંત્ર : પાચનતંત્રને સારું રાખીને સ્વસ્થ જીવનશૈલી જીવી શકાય છે. તમે જે પણ ભોજન લો છો તેને પચાવવું ખુબ જ જરૂરી હોય છે. અને તે માટે તમારા શરીરમાં પર્યાપ્ત માત્રામાં ભોજન પણ પહોંચવું જોઈએ. કિશમિશ અને કેસર ફાઈબરનો સારો એવો સ્ત્રોત છે.
હાડકાં : દૂધ, કિશમિશ અને કેસરનું એકસાથે સેવન કરવાથી હાડકાંને પણ મજબૂતી મળે છે. દૂધ અને કિશમિશ કેલ્શિયમનો જબરદસ્ત સ્ત્રોત છે. આ પોષકતત્વ હાડકાંના મજબૂત કામકાજ અને તેને મજબૂત બનાવવા માટે જરૂરી છે.
કામેચ્છા વધારવા : કેસર તમારી કામેચ્છા વધારવામાં સહાયતા કરે છે. કેસરમાં કામોત્તેજક ગુણ હોય શકે છે. તે ઇરેક્ટાઇલ ડીસઇન્ફેક્શન માટે ફાયદાકારક છે. દૂધ અને કિશમિશ સાથે તેને લેવાથી પરણેલા પુરૂષોને તેમનું યૌન જીવન સારું બનાવવામાં મદદ મળી શકે છે.
આમ તમે અહી આપેલ આ ત્રણ વસ્તુઓના મિશ્રણનું સેવન કરીને પોતાનું સ્વાસ્થ્ય બનાવી શકો છો. કેસર, દૂધ અને કિશમિશ તમને અનેક બીમારીઓ સામે પણ રક્ષણ પૂરું પાડે છે. આથી તેનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી