છાશમાં મિક્સ કરીને પીવો આ પાવરફુલ કાળા દાણા, વજન, તાવ, શરદી, ઉધરસ, હાડકા અને સોજાની સમસ્યાઓને મફતમાં જ કરી દેશે ગાયબ…

મિત્રો તમે કદાચ છાશનું સેવન કરતા હશો. છાશ એ શરીર માટે એક ગુણકારી પ્રવાહી માનવામાં આવે છે. તેના સેવનથી કોઈ આડઅસર નથી થતી. જો કે છાશનું સેવન વધુ પ્રમાણમાં ઉનાળામાં થાય છે. પરંતુ આ છાશમાં તમે અન્ય વસ્તુ ઉમેરીને પણ સેવન કરી શકો છો. ચાલો તો જાણી લઈએ છાશમાં ચિયા સીડ્સ મિક્સ કરીને પીવાથી શું ફાયદાઓ થાય છે.

છાશ અને ચિયા સીડ્સના સેવનથી તમને ઘણા ફાયદાઓ મળે છે. આ બંનેના મિશ્રણનું સેવન કરવાથી તમે વજન ઓછો કરવામાં, એસીડીટી અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. સાથે જ તે લીવર અને ગટ હેલ્થ માટે પણ ફાયદાકારક છે. આ સિવાય ચિયા સીડ્સ અને છાશના સેવનથી ઉનાળામાં શરીરના તાપમાનને સંતુલિત રાખી શકાય છે. જો તમે ઓફિસ અથવા બહાર જવાની ઉતાવળમાં છો તો તેને ડાયટમાં સામેલ કરી શકો છો.

વાસ્તવમાં ચિયા સીડ્સ અને છાશમાં કેલેરી, કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વસા, ફાઈબર અને કેલ્શિયમ ભરપુર માત્રામાં રહેલ છે. આ સિવાય ચિયા સીડ્સમાં મેગ્નીજ અને ફોસ્ફરસ પણ રહેલ છે અને છાશમાં કાર્બ્સ અને રાઈબોફ્લેવીન મળે છે. આ બધા પોષક કારણે તમને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે. જો કે ચિયા સીડ્સને હંમેશા પલાળીને ખાવા જોઈએ. કારણ કે તેના સેવનથી અપચો અને પેટમાં અન્ય પરેશાની થઈ શકે છે. તો ચાલો જાણીએ ચિયા સીડ્સ અને  છાશના ફાયદાઓ.

વજન : ચિયા સીડ્સ અને છાશના સેવનથી તમે ઝડપથી વજન ઓછો કરી શકો છો. આ બંનેના મિશ્રણમાં ભરપુર માત્રામાં ફાઈબર અને પ્રોટીન મળે છે. ફાઈબર તમારા પાચનને સારું રાખે છે અને પેટને લગતી સમસ્યાઓને ઓછી કરવામાં મદદ કરે છે. સાથે જ પ્રોટીનના સેવનથી તમને ભૂખ પણ ઓછી લાગે છે. તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું અનુભવે છે. તેમજ આ મિશ્રણના સેવનથીથી શરીર પરની વધારાની ચરબી પણ ઓછી થાય છે.

ઇમ્યુનિટી : જો તમે તમારી ઈમ્યુન સીસ્ટમ વધારવા માંગતા હો તો ચિયા સીડ્સ અને છાશનું સેવન કરો. તેનાથી તમારી રોગો સામે લડવાની શક્તિ અને ઇમ્યુનિટી વધારવામાં મદદ મળે છે. આ બંનેમાં એન્ટીઓક્સીડેંટ અને વિટામિન્સ રહેલ છે. તેનાથી તમને તાવ, શરદી અને ઉધરસ જેવી વાયરલ સમસ્યાથી બચી શકો છો.

હૃદયના સ્વાસ્થ્ય માટે : આપણા હૃદય સ્વાસ્થ્યને ઘણી વસ્તુઓ પ્રભાવિત કરતી હોય છે. ચિયા સીડ્સ અને છાશમાં ઓમેગા-3 ફેટી એસીડ અને આયરન રહેલ છે. જેનાથી હૃદય સ્વાસ્થ્યની બીમારીઓના લક્ષણને   કરવામાં મદદ મળે છે. તેમાં સોડીયમની માત્રામાં વધુ રહેલ છે. તેનાથી બ્લડ પ્રેશરની સમસ્યાઓમાં આરામ મળે છે.

હાડકા : ચિયા સીડ્સ અને છાશના સેવનથી તમારા હાડકાઓ મજબુત બને છે. કારણ કે આ બંનેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની ભરપુર માત્રા રહેલી છે. જેનાથી હાડકાઓની સમસ્યાઓ દુર કરવામાં મદદ મળે છે. તેમજ હાડકા મજબુત બને છે.

સોજા : આ મિશ્રણમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણ રહેલા છે. જેનાથી શરીરમાં સોજા અને દુખાવાની પરેશાની ઓછી કરવામાં મદદ મળે છે. તેનાથી ચહેરા પરના સોજાને પણ ઓછા કરી શકાય છે.

કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ ? : 1 ) તમે ઘરે પણ ચિયા સીડ્સ અને છાશનું મિશ્રણ સરળતાથી કરી શકો છો. તે માટે તમે છાશમાં પલાળેલા ચિયા સીડ્સ નાખી શકો છો. સાથે જ તેમાં જીરું, અજમો અને કાળું મીઠું મિક્સ કરીને પિય શકો છો.
2 ) તમે ચિયા સીડ્સ અને છાશને સવારે ખાલી પેટ પણ ખાઈ શકો છો અને બહાર જતી વખતે પણ પિય શકો છો. તેનાથી તમારું શરીર ઠંડુ અને ફ્રેશ રહે છે.

3 ) આ સિવાય તમે છાશ અને ચિયા સીડ્સમાં ફુદીનો અને કાળું  મીઠું ઉમેરીને પણ સેવન કરી શકો છો.
4 ) તેને તમે સાંજે સ્નેક્સના રૂપમાં પણ સેવન કરી શકો છો. જો તમને શરદીની પરેશાની હોય તો તેને સાંજે ન પીવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment