બટાકા ખાવાથી થઈ શકે છે ચામડીના આવા ગંભીર રોગો, મોટાભાગના લોકોને નથી ખબર બટાકા ખાવાના આ નુકશાન… જાણી વિશ્વાસ નહીં આવે…

મિત્રો તમારા શરીર માટે ઘણી એવી વસ્તુઓ હોય છે જે તમારા માટે એલર્જીનું કારણ બની શકે છે. આથી આ વસ્તુઓને ઓળખવી અને પછી તેનું સેવન કરવું તમારા માટે આવશ્યક છે. જો કે લોકોને ઘણા પ્રકારની એલર્જી હોય શકે છે. જેમ કે ખાવા-પીવાથી, સુગંધથી, તીખી વસ્તુઓથી, કોઈ ખરાબ ગંધથી વગેરે. પરંતુ આ એલર્જીને ઓળખીને તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી છે.

ઘણા લોકોને બટેટા ખાવાથી એલર્જી થઈ શકે છે. તેને પોટેટો એલર્જી કહેવામાં આવે છે. જો તમે પોટેટો એલર્જી છે તો તેને સ્પર્શ કરવાથી અથવા તો ખાવાથી તરત જ તમારા શરીર પર રીએક્શન જોવા મળે છે. આ રીએક્શન ઘણી કલાકો સુધી રહી શકે છે. જો બટેટા સમારતી વખતે તમને હાથમાં રેશેજ દેખાય છે તો તમને પોટેટો એલર્જી હોય શકે છે. બટેટાથી એલર્જી થવાનું કારણ રેસ્પી રેટરી સિસ્ટમ, ડાઈજેસ્ટીવ સિસ્ટમ, સ્કીન થઈ શકે છે. આ લેખમાં આપણે બટેટાથી થતી એલર્જીના લક્ષણ જાણીશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

પોટેટો એલર્જી શું છે ? : બટેટા ખાવાથી શરીર અથવા સ્કીન પર એલર્જી થવી એ પોટેટો એલર્જી છે. બટેટાથી એલર્જી થવાથી તમારું બીપી ઓછું થઈ શકે છે અથવા હાર્ટ બીટ વધી શકે છે. ઘણા લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. આ સિવાય બટેટાથી છીંક પણ આવી શકે છે. બટેટાથી બાળકોથી લઈને વૃદ્ધો બંનેને એલર્જી થઈ શકે છે. લોકોને કાચા અને પાકેલા બંને પ્રકારના બટેટાથી એલર્જી થઈ શકે છે.

બટેટાથી થતી એલર્જીના લક્ષણ : 1 ) બટેટાથી એલર્જી છે તો તમને સ્કીનમાં રેશેજ, ખંજવાળની સમસ્યા થઈ શકે છે.
2 ) જો બટેટાથી એલર્જી છે તો તમને જીભમાં સોજો, ગળામાં સોજોની સમસ્યા થઈ શકે છે.
3 ) બટેટાથી એલર્જી થવા પર વોટરી નોજ, આંખમાં પાણી આવવાની સમસ્યા થઈ શકે છે.

4 ) બટેટાથી એલર્જી છે તો શરીર ગરમ, શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે.
5 ) જો તમને બટેટાથી એલર્જી છે તો તમને તેનું સેવન કરવા પર ઉલટી પણ થઈ શકે છે.
6 ) બટેટાથી એલર્જી થવાના કારણે તમને તરત જ જીવ મુંઝાવો જેવી સમસ્યા થઈ શકે છે.
7 ) જો તમને બટેટાથી એલર્જી છે તો તમને ડાયેરિયાની તકલીફ થઈ શકે છે.

બટેટાથી એલર્જી છે તો આ વસ્તુઓને પણ અવગણો : જો તમને બટેટાથી એલર્જી છે તો સ્વાભાવિક છે કે રીંગણ, ટમેટા તેમજ અન્ય સબ્જીથી પણ એલર્જી થઈ શકે છે. એવી તમારી માન્યતા હોઈ શકે છે. જો તમને બટેટા થઈએ એલર્જી છે તો તમે જમીનની અંદર થતી વસ્તુઓનું સેવન ન કરો. તેમાં બટેટા સ્ટાર્ચ રહેલ હોય છે, તેમજ ઘણી વસ્તુઓ બનાવવામાં બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ ઘણા પેકેજ પ્રોડક્ટમાં પણ બટેટાના પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ પ્રોસ્ડેડ ફૂડસમાં પણ બટેટા રહેલ હોય છે. ઘણી હર્બલ મેડિસિન માપન બટેટા નાખવામાં આવે છે. આથી જો તમને બટેટાથી એલર્જી છે, તો આ વસ્તુઓનું પણ સેવન ન કરો.

બટેટાથી એલર્જી થવા પર શું કરવું જોઈએ ? : 1 ) જો તમને બટેટાથી એલર્જી છે તો સૌથી પહેલા બટેટાનું સેવન કરવું બંધ કરી દો.
2 ) જો બટેટાનું સેવન કરવાથી સ્કીન પર રેશેજ અથવા ખંજવાળ આવે છે તો ડોકટરનો સંપર્ક કરો. તે માટે ક્રીમ કે દવા આપી શકે છે.

3 ) બટેટાથી એલર્જી થઈ જાય તો પેટમાં દુખાવો અથવા ઉલટી થાય તો લીંબુ પાણીનું સેવન કરો. થોડી કલાકો સુધી કઈ પણ ન ખાવો.
4 ) બટેટાથી એલર્જી થવા પર વધુમાં વધુ પાણીનું સેવન કરો. જેથી તેની અસર ઓછી થઈ શકે છે.
5 ) એલર્જીના લક્ષણ ઓછા કરવા માટે વધુમાં વધુ આરામ કરો.

બટેટાથી એલર્જી થવા પર ડોક્ટર તમને દવા આપે છે. જો તમને સ્કીન ઇન્ફેકશન અથવા ફ્લુ જેવા લક્ષણ દેખાય છે તો ડોકટરનો તરત જ સંપર્ક કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment