મિત્રો તમે સૌ જાણતા જ હશો કે ડ્રાયફ્રુટ આપણા સ્વાસ્થ્ય માટે અનેક રીતે લાભદાયક છે. ડ્રાયફ્રૂટ પોષક તત્વોથી ભરપૂર હોય છે જે આપણા શરીરને પર્યાપ્ત પોષણ પ્રદાન કરવામાં મદદ કરે છે. આમ તો તમે ડ્રાયફ્રુટનું સેવન કોઈપણ સમયે કરી શકો છો પરંતુ ડ્રાયફ્રુટનું યોગ્ય સમયે અને યોગ્ય પ્રમાણમાં સેવન કરવામાં આવે તો તેના અસંખ્ય ફાયદા પ્રાપ્ત થાય છે.
એવું જ એક ડ્રાયફ્રુટ છે કાજુ. કાજુ પોષક તત્વોનું પાવરહાઉસ છે. આમાં કાર્બોહાઈડ્રેડ, ફાઇબર, પ્રોટીન, કેલ્શિયમ, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, સોડિયમ, ફોલેટ જેવા પોષક તત્વો વિપુલ પ્રમાણમાં હાજર હોય છે, સાથે જ આ વિટામિન સી, બી, ઈ નો પણ સારો સ્ત્રોત છે. ન્યુટ્રીશીયનનું કહેવું છે કે જો તમે રાત્રે કાજૂનું સેવન કરો છો તો તેનાથી અનેક સમસ્યાઓ દૂર થઇ શકે છે. આજે અમે આ લેખ દ્વારા રાત્રે કાજુ ખાવાના ફાયદા અને તેનું સેવન કરવાની રીત જણાવીશું. રાત્રે કાજુ ખાવાના ફાયદા:-
1) સારી ઊંઘ આવે:- ઘણા લોકો ઊંઘ ન આવવી કે અનિદ્રાની સમસ્યાનો સામનો કરે છે. રાત્રે વારંવાર આંખો ખૂલી જાય છે. આમ થતું હોય તો રાત્રે કાજુ ખાવાથી ઊંઘ સારી આવી જાય છે.
2) કમજોરી દૂર થાય:- જો તમે રાત્રે કાજૂનું સેવન કરો છો તો તેનાથી શરીરમાં કમજોરી દૂર થાય છે અને તાકાત આવે છે. રાત્રે કાજુ ખાવાથી તમે બીજા દિવસે સવારમાં થાકનો અહેસાસ નથી થતો અને આખા દિવસ દરમિયાન આળસ પણ નથી આવતી.3) માનસિક સ્વાસ્થ્ય સારું બને:- કાજુ ખાવા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. જો તમે રાત્રે કાજુ ખાવ છો તો તમારું દિમાગ તેજ બને છે. યાદશક્તિ સારી બને છે અને તણાવ તથા ચિંતાને દૂર કરવામાં મદદ મળે છે
4) હાડકા મજબૂત બને:- કાજુ પોષક તત્વોથી ભરપુર હોય છે તેમાં પ્રોટીન, કેલ્શિયમ, હેલ્ધી ફેટ બધું જ સારી માત્રામાં હોય છે. જો તમે રાત્રે દૂધની સાથે કાજૂનું સેવન કરો છો તો તેનાથી હાડકા અને દાંત મજબૂત બને છે. સાથે જ સાંધાના દુખાવા અને ફ્રેક્ચર જેવી સમસ્યાઓનું જોખમ ઓછું રહે છે.5) બ્લડપ્રેશર નિયંત્રિત રાખે:- કાજૂનું સેવન કરવાથી ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ મળે છે અને બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે. લો બ્લડ પ્રેશરવાળા દર્દીઓ માટે કાજૂનું સેવન અત્યંત ફાયદાકારક છે. આ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને હાર્ટ એટેક, સ્ટ્રોક જેવી સમસ્યાઓના જોખમને દૂર કરે છે.
6) ત્વચા અને વાળ માટે ફાયદાકારક:- કાજુમાં પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમની સાથે અનેક વિટામિન અને મિનરલ હોય છે. જેનાથી આ તમારી ત્વચા અને વાળ સંબંધિત સમસ્યાઓને દૂર કરવામાં સહાયક છે. રાત્રે કાજુ ખાવાથી સાફ અને સુંદર ત્વચા મળે છે અને વાળ પણ મજબૂત બને છે.
કેવી રીતે કરવું કાજૂનું સેવન:- કાજુનું સેવન કરવા માટે તમારે દિવસમાં એક કપ દૂધમાં ત્રણથી ચાર કાજુને પાંચ કલાક સુધી પલાળી ને રાખવા. ત્યારબાદ રાત્રે ક્રશ કરી લેવા અને તેમાં થોડું દૂધ મેળવી લેવું. તમે તેને મીઠું બનાવવા માટે થોડી ખાંડ નાંખી શકો છો. તમે ખાંડની જગ્યાએ ગોળ કે મધનો પણ ઉપયોગ કરી શકો છો. આ ડ્રિન્કને ઊંઘવાના અડધા કલાક પહેલાં પીવું. કાજુ પચવામાં ભારે હોય છે તેથી રાત્રે કાજુનું વધારે સેવન ન કરવું કારણ કે તેનાથી પેટ સંબંધીત સમસ્યાઓ થઈ શકે છે, ચારથી પાંચ કાજુ પૂરતા છે. એ વાતનું ધ્યાન રાખવું કે કાજુને ચારથી પાંચ કલાક માટે દૂધમાં પલાળીને જરૂર રાખવા.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી