આપણે બધા મગફળીનું સેવન તો ખુબ જ કરીએ છીએ. શિયાળામાં મગફળી ખાવી સ્વાસ્થ્ય માટે ખુબ જ સરસ છે. સૂકી, શેકેલી અને તેલમાં તળેલી મગફળી ખાવા માટે ખુબ જ સારી છે. પરંતુ તમે બાફેલી મગફળી ખાધી છે ? જો તમે તેને ખાવાના ફાયદા સાંભળશો તો તમે પણ તેને ખાવાનું શરૂ કરી દેશો.
જે લોકો વજન ઘટાડવા માંગે છે, તેમણે તો ચોક્કસપણે તેનું સેવન કરવું જોઈએ. અમેરિકન કેમિકલ સોસાયટીના સંશોધન મુજબ, શેકેલી અથવા તળેલી મગફળી ખાવાને બદલે તેને ઉકાળીને ખાવાથી તેમાં રહેલા પોષક તત્વોના ફાયદા 4 ગણા વધી જાય છે.
ઈન્સ્ટન્ટ એનર્જી : અડધો કપ બાફેલી મગફળીમાં 286 કેલરી, 12 ગ્રામ પ્રોટીન, કોલેસ્ટ્રોલ મુક્ત અને 2 ગ્રામ કુદરતી ખાંડ હોય છે. જો તમને લંચ અને ડિનર વચ્ચે ભૂખ લાગે તો તમારા માટે બાફેલી મગફળી પૌષ્ટિક નાસ્તા તરીકે કામ કરી શકે છે. તમારા મગજ અને સ્નાયુઓને પોષણ આપે છે, તમને એનર્જી પણ આપે છે, અને તમારા આગામી ભોજન સુધી તમારા પેટને સંપૂર્ણ ભરેલું રાખે છે.
આંખની દ્રષ્ટિ : મગફળીમાં વિટામિન B-6 અને વિટામિન A જેવા પોષક તત્વો હોય છે. શિયાળામાં સવારે બાફેલી મગફળી ખાવાથી આંખોનું તેજ તીક્ષ્ણ બને છે.
વજન : શેકેલી મગફળી અને તેલમાં તળેલી મગફળી કરતાં બાફેલી મગફળીમાં વધુ ફાઇબર હોય છે. વધુ ફાઇબર ઝડપથી પાચન કરે છે અને પાચનશક્તિમાં સુધારો કરે છે. જેના કારણે શરીરમાંથી વધારાની ચરબી આંતરડા સાફ કરવા સાથે ઝડપથી બર્ન થવા લાગે છે. તેમાં ઓછી કેલરી હોવાને કારણે વજન વધતું નથી.
વાળનો ગ્રોથ : તમે માનશો નહિ, પરંતુ બાફેલી મગફળી ખાવાથી વાળનો ઝડપી વિકાસ થાય છે. મગફળીમાં તમામ પ્રકારના એમિનો એસિડ હોય છે, જે તમારા તંદુરસ્ત વાળ માટે શ્રેષ્ઠ હોય છે. તો ચોક્કસપણે તેને તમારા આહારમાં સામેલ કરો.
હૃદય : 2007 માં જર્નલ ઓફ એગ્રીકલ્ચરલ એન્ડ ફૂડ કેમિસ્ટ્રીમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, બાફેલી મગફળીમાં ફ્લેવોનોઈડ્સ અને પોલીફેનોલ્સ જેવા એન્ટીક્સીડન્ટો સાથે કેલરી ઓછી હોય છે, જે કોષોને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે. જે આપણને કેન્સર, હૃદય રોગ અને ડાયાબિટીસ જેવા ખતરનાક રોગોથી બચાવે છે. જો કે, બાફેલી મગફળીમાં મોનોસેચ્યુરેટેડ ફેટ હોય છે, જે હાર્ટ-હેલ્ધી ખોરાકનો મુખ્ય સ્ત્રોત છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી