જો આવી રીતે શીંગદાણા ખાશો તો જિંદગીભર નહિ થાય લોહીની ઉણપ… હાર્ટએટેક, વજન અને હૃદયની બીમારીઓથી મળશે કાયમી છુટકારો જોતો હોય તો જાણો ખાવાની રીત….

મિત્રો અનાજ-પાણી એ કુદરતે આપેલી આપણને અમૂલ્ય ભેટ છે. મગફળી પણ આ ભેટમાંથી એક છે. મગફળી ખાવી લગભગ દરેકને ગમતી હોય છે અને વળી શિયાળા ની ઋતુમાં તો મગફળી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે. તમે શેકેલી કે તળેલી મગફળી તો જરૂર ખાધી હશે. પરંતુ શું તમે ક્યારેય મગફળીની બાફીને ખાધી છે. બાફેલી મગફળી ન માત્ર ખાવાને સ્વાદિષ્ટ બનાવે છે પરંતુ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

મિત્રો તેમાં પ્રોટીન, નેચરલ સુગર, આયર્ન, ફોલેટ, કેલ્શિયમ અને ઝીંક જેવા પોષક તત્વો હાજર હોય છે. એક રિસર્ચ પ્રમાણે મગફળીને બાફીને ખાવાથી તેમાં હાજર પોષક તત્વોના ફાયદા ચાર ઘણા વધી જાય છે. બાફેલી મગફળી ને તમે સ્નેક્સની રીતે ખાઈ શકો છો કે સવારના નાસ્તામાં પણ તેનું સેવન કરી શકો છો. મગફળી ને બાફીને ખાવાથી સ્વાસ્થ્યને અનેક ફાયદા થાય છે. તેનાથી શરીરને પોષક તત્વો ની પૂર્તી થાય છે અને એનર્જી મળે છે તો આવો જાણીએ બાફેલી મગફળી ખાવાના ફાયદા.બાફેલી મગફળી ખાવાના ફાયદા:-

1) વેટ લોસમાં મદદરૂપ:- મગફળી ને બાફીને ખાવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોવ તો બાફેલી મગફળી ખાઈ શકો છો. વળી બાફેલી મગફળીમાં સારું એવું ફાઇબરનું પ્રમાણ હાજર હોય છે. તેનાથી મેટાબોલીઝ્મ બુસ્ટ થાય છે અને શરીરમાં જામેલી વધુ પડતી ચરબી ઓછી થાય છે. તેની સાથે જ બાફેલી મગફળી ખાવાથી આંતરડાની સફાઈ થાય છે.

2) સાંધામાં દુખાવાથી રાહત:- બાફેલી મગફળી ને ગોળ સાથે ખાવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. મગફળી અને ગોળમાં કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે જેનાથી હાડકા મજબૂત બને છે મગફળીને બાફીને ખાવાથી સાંધા અને હાડકાના દુખાવાની ફરિયાદ દૂર થાય છે સંધિવા ના દર્દીઓ માટે બાફેલી મગફળીનું સેવન ખૂબ જ ફાયદાકારક છે.3) આંખોની રોશની વધારે:- બાફેલી મગફળીનું સેવન કરવાથી આપણી આંખો માટે પણ ફાયદાકારક છે. મગફળીને બાફીને ખાવાથી આંખોની રોશની વધે છે. વળી મગફળીમાં વિટામીન એ અને વિટામીન b6 હોય છે, જે આંખોના સ્વાસ્થ્ય માટે જરૂરી છે. શિયાળામાં સવારમાં બાફેલી મગફળી ખાશો તો તેનાથી તમારી આંખોનું સ્વાસ્થ્ય સારું રહેશે.

4) હૃદય સ્વસ્થ રાખે:- બાફેલી મગફળીનું સેવન આપણા હૃદયના સ્વાસ્થ્ય માટે લાભદાયક છે. મગફળી ને બાફવાથી તેમાં એન્ટિઓક્સિડન્ટ નું પ્રમાણ વધી જાય છે. બાફેલી મગફળીમાં પોલીફેનોલિક,એન્ટીઓક્સીડેન્ટ અને રેસ્વેરાટ્રોલ હોય છે, જે હૃદયને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે. બાફેલી મગફળીને ખાવાથી શરીરમાં નાઈટ્રિક ઓક્સાઇડ વધારે બનવા લાગે છે. જેનાથી હૃદય નો હુમલો અને હૃદયની બીમારીઓનું જોખમ ઓછું રહે છે.5) લોહીની કમી દૂર કરે:- બાફેલી મગફળી ખાવાથી એનીમિયાની ફરિયાદ દૂર રહે છે. વળી મગફળીમાં આયર્નનું પ્રમાણ ઘણું વધારે હોય છે જે શરીરમાં હિમોગ્લોબિન ના સ્તરને વધારે છે. મગફળીને બાફીને ખાવાથી શરીરમાં લોહીની કમી નથી થતી. તેની સાથે જ મગફળીમાં હાજર પોષક તત્વો થી શરીર ને ઉર્જા મળે છે.

તેનાથી વ્યક્તિ આખા દિવસ દરમિયાન એનર્જીએટીક હોવાનો અહેસાસ કરે છે. બાફેલી મગફળી ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ જો તમને મગફળીથી એલર્જી હોય કે તમે કોઈ સ્વાસ્થ્ય સમસ્યાથી સંઘર્ષ કરી રહ્યા હોય તો આનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment