દર મહીને વ્યાજમાંથી થશે રોકડા 5 હજારની કમાણી, રોકો પોસ્ટ ઓફીસની આ સ્કીમમાં તમારા પૈસા… વળતર અને નફો મળશે 100% ગેરેંટી સાથે..

દરેક વ્યક્તિ પોતાની બચત ભેગી કરે છે. આ માટે તે અનેક યોજનાઓમાં પોતાનું રોકાણ કરે છે, આવી જ એક યોજના છે. જેમાં તમારી રકમ પર મળતું વ્યાજ માંથી જ પાંચ હજાર સુધીનું આવક થઇ શકે છે. આ યોજના છે પોસ્ટ ઓફિસની જેમાં તમારું રોકાણ કરવાથી આ યોજનામાં તમે ફિક્સ્ડ ઇન્કમ ની ગેરેંટી મળે છે. આ યોજનામાં રોકાણ કરવાથી તમારી એક નિશ્ચિત આવક સેવ થતી જાય છે.   

ડાકઘરની બચત યોજનાઓમાં રોકાણ કરવું હંમેશાથી લોકોને પસંદ હોય છે. કારણ કે અહીં મળતું વ્યાજ અન્ય બેન્કોની સરખામણીએ વધારે હોય છે. પોસ્ટ ઓફિસમાં રોકાણ કરવાથી સારું રિટર્ન આપનારી ઘણી સ્કીમ ઉપલબ્ધ છે, જેમાં પૈસા લગાડવાથી સારું વ્યાજ અને રિટર્ન મળે છે. સાથે જ પૈસાની સુરક્ષા નિશ્ચિત રહે છે. અમે પોસ્ટ ઓફિસની એક એવી મંથલી સ્કીમ વિશે જણાવવા જઇ રહ્યા છીએ, જેમાં ઇન્વેસ્ટમેંટ પછી તમને માસિક કમાણી થવા લાગે છે. ખાસ વાત એ છે કે, આ યોજનામાં તમે દર મહિને એક નિશ્ચિત રકમ મેળવી શકો છો. જાણો શું છે મંથલી સ્કીમ?:- પોસ્ટ ઓફિસની આ યોજના મુજબ, સિંગલ અકાઉન્ટમાં 4.5 લાખ રૂપિયા સુધીની અમાઉંટ ઇન્વેસ્ટ કરી શકાય છે. તેમ જ જો તમે સંયુક્ત ખાતું ખોળાવો તો તમે 9 લાખ રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. તેના દ્વારા તમે 9 લ્લાખ રૂપિયા રોકાણ કરીને મંથલી ઇન્કમના રૂપમાં સારી રકમ કમાઈ શકો છો. 

સ્કીમમાં મળનારું વ્યાજ:- ડાકઘરની આ સ્કીમ મુજબ, 6.6% સુધી વાર્ષિક ઇન્ટરેસ્ટ મળે છે. માની લો, કે તમે આ યોજનામાં 9 લાખ રૂપિયા રોકાણ કરો છો તો, તમને દર વર્ષે વ્યાજના રૂપમાં 59,400 રૂપિયા મળશે. આ કેલ્ક્યુલેશનના હિસાબથી તમે દર મહિને 4,950 રૂપિયા કમાઈ શકો છો. તેમજ સિંગલ અકાઉન્ટમાં 4.5 લાખ રૂપિયા રોકાણ કરીને તમે દર મહિને 2,475 રૂપિયા વ્યાજ મેળવી શકો છો. યોજના માટે ઉંમરની સીમા:- પોસ્ટ ઓફિસની આ સ્કીમ મુજબ, 10 વર્ષથી વધારે ઉંમરના કોઈ પણ વ્યક્તિનું MIS અકાઉન્ટ ખોલાવી શકાય છે. આ યોજનાના લાભ લેવા માટે આવેદકનું આધાર કાર્ડ અને પાસપોર્ટ સાઇઝ ફોટોની જરૂર હોય છે. આ બંને દસ્તાવેજો લઈને પોસ્ટ ઓફિસ જવું અને ફોર્મ ભર્યા પછી ચેક જમા કરાવો. ત્યાર બાદ તમારું MIS અકાઉન્ટ ખૂલી જાય છે. 

તે સિવાય પણ પોસ્ટ ઓફિસમાં દરેક ઉંમરના લોકો માટે રોકાણ અને બચતની યોજનાઓ ઉપલબ્ધ છે. નાની બચત સ્કીમ માટે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ લોકોને ઘણું પસંદ હોય છે. તેમાં વધારે વ્યાજની સાથે સાથે ટેક્સ છૂટ પણ મળે છે. જણાવી દઈએ કે, 1 ઓક્ટોબરથી 5 વર્ષની એનએસસી પર વ્યાજ દર 6.8% કરવામાં આવ્યું છે. આમ આ સ્કીમ દરેક ઉંમરના લોકો માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં થતું રોકાણ તમને અનિવાર્ય રીતે બચત કરાવે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment