ફક્ત 2 જ મિનીટમાં બની જતું આ તેલથી ફટાફટ વધી જશે વાળની ચમક અને ગ્રોથ, બની જશે એકદમ લાંબા, ઘાટા અને કાળા…

લવિંગએ લગભગ દરેકના રસોઈ ઘરમાં સહેલાઈથી મળી જાય છે. તમે લવિંગનો ઉપયોગ કોઈપણ પ્રકારે કર્યો જ હશે. ઘણીવાર તમે લવિંગ-ચા નો કફ દૂર કરવા માટે ઉપયોગ કર્યો હશે, તો ઘણીવાર તમે દાંતના દુખાવામાં રાહત મેળવવા માટે લવિંગનો ઉપયોગ કર્યો હશે. લવિંગમાં ઘણા પોષકતત્વો હોય છે, જે સ્વાસ્થ્ય માટે રામબાણની જેમ કામ કરે છે. લવિંગ તમારી સુંદરતાને પણ વધારે છે. લવિંગ શરીર અને ત્વચા માટે તો લાભકારી છે, પરંતુ સાથે જ લવિંગ વાળ માટે પણ લાભકારી છે.

લવિંગમાં ઘણા પોષકતત્વો હોય છે, જે વાળનો ગ્રોથ તો વધારે છે પરંતુ વાળમાં શાઈનિંગ પણ લાવે છે. લવિંગમાં વિટામિન-ઇ, સી, કે હોય છે. આ સાથે જ આમાં સોડિયમ, આયર્ન, મેગેનીજ, કેલ્શિયમ જેવા ખનીજ તત્વો પણ હોય છે જે વાળના ગ્રોથ માટે લાભકારી છે. આવો આ લેખમાં લવિંગના વાળ માટેના ફાયદા અને તેને કઈ રીતે વાળમાં ઉપયોગ કરી શકાય છે, તે વિષય પર જાણીએ.

વાળ માટે લવિંગના ફાયદા : લવિંગના તેલનો ઉપયોગ કરવાથી વાળમાંથી ખોડાની સમસ્યા દૂર થાય છે, વાળ ખરતા બંધ થાય છે, જો તમારા વાળમાં જૂ છે તો પણ તે લવિંગના તેલનો ઉપયોગ કરવાથી દૂર થાય છે. લવિંગ સ્કેલ્પ પર બ્લડ સર્ક્યુલેશનને પ્રભાવિત કરે છે, જે વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. લવિંગ તેલનો ઉપયોગ કરવાથી, જો સ્કેલ્પમાં ખંજવાળ આવતી હોય, તો પણ રાહત મળે છે કારણ કે આમાં ખંજવાળ વિરોધી તત્વ હોય છે. આ સિવાય આમાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે વાળને સમય પહેલા સફેદ થતાં અટકાવે છે. લવિંગનું તેલ કુદરતી રીતે કંડિશનરની જેમ કામ કરે છે અને વાળને ચમક આપે છે.

લવિંગને વાળમાં ઉપયોગ કરવાની રીત : વાળનો ગ્રોથ વધારવા માટે લવિંગનો અનેક રીતે ઉપયોગ કરવામાં આવે છે. જેમકે લવિંગમાં બીજી અનેક સામગ્રી મિક્સ કરીને હેર માસ્કના રૂપમાં, લવિંગ તેલથી વાળમાં મસાજ કરીને અથવા તો લવિંગને પાણીમાં ઉકાળીને હેર રિંસના રૂપમાં. બધી જ રીતોમાં લવિંગનો ઉપયોગ વાળ માટે ખુબજ ઉપયોગી છે.

લવિંગ અને ગુલાબજળનું હેર માસ્ક બનાવવાની સામગ્રી અને રીત : લવિંગ પાવડર – 2 મોટી ચમચી, ગુલાબજળ –½ કપ, ઓલિવ ઓઇલ – 1 મોટી ચમચી, એરડીયાનું તેલ – 1 મોટી ચમચી.

બધી જ, સામગ્રીને એકઠી કરીને હેર માસ્ક તૈયાર કરી લો. તમારા વાળને બે ભાગમાં વહેચી લો. આ માસ્કથી સ્કેલ્પ પર સારી રીતે મસાજ કરતાં-કરતાં લગાવી દો. હવે વાળને શોવર કેપથી ઢાંકી દો. હવે એક કલાક પછી વાળને માઈલ્ડ શેમ્પૂથી ધોઈ લો. આ માસ્કનો અઠવાડીયામાં બે વાર ઉપયોગ કરો. એક મહિનામાં જ ખરતા વાળ ઘણી હદ સુધી બંધ થઈ જશે.

લવિંગનું પાણી : લવિંગનું પાણી બનાવવા માટે એક કપ પાણીમાં બે મોટી ચમચી લવિંગનો પાવડર મિક્સ કરો અને તેને સારી રીતે ઉકાળી લો. લવિંગમાં રહેલ એસેન્સ જ્યારે પાણીમાં સારી રીતે આવી જાય એ પછી તમે ગેસને બંધ કરી દો અને હવે તેને ઠંડુ થવા દો. આ પાણીને સ્પ્રે બોટલમાં ભરી લો. વાળને શેમ્પૂથી સારી રીતે ધોઈ અને કંડિશનર કર્યા પછી લવિંગના પાણીને વાળમાં સ્પ્રે કરો. હવે લવિંગના સ્પ્રેને વાળ પર જ રહેવા દો અને વાળને ધુઓ પણ નહીં. આ રીતથી વાળમાં ચમક તો આવશે, પરંતુ સાથે વાળ ખરતા પણ બંધ થઈ જશે. આ ટિપ્સને તમે અઠવાડીયામાં બે વાર કરી શકો છો.

લવિંગનું તેલ અને મહેંદી : જો તમે વાળમાં કલર પણ કરવા માંગો છો અને વાળ ખરતા અટકાવવા માંગો છો, તો તમે મહેંદીની અંદર લવિંગ તેલ નાખો અને પછી તેનો ઉપયોગ કરો અને જો તમને અનુકૂળ હોય તો મહેંદી બનાવતા સમયે તેની અંદર ચા અથવા કોફીનું પાણી બનાવીને તેની અંદર નાખો. આ મિશ્રણને વાળમાં સ્કેલ્પથી લઈને નીચે સુધી લગાવો. હવે વાળને બે કલાક સુધી શોવર કેપથી ઢાંકી લો. બે કલાક પછી વાળને ધોઈ લો અને શેમ્પૂનો ઉપયોગ ન કરો. જ્યારે તમારા વાળ સારી રીતે સુકાઈ જાય એ પછી તમારે લવિંગના તેલમાં જેતૂનના તેલને મિક્સ કરીને સ્કેલ્પ પર મસાજ કરો અને પછી બીજા દિવસે વાળમાં શેમ્પૂ કરો. આ ટિપ્સથી વાળમાં એક કુદરતી કલર મળે છે અને વાળનો ગ્રોથ પણ સારો  થાય છે.

ઉપયુક્ત ટિપ્સથી તમે વાળનો ગ્રોથ વધારવા માટે, તેમજ વાળમાં શાઈનિંગ લાવવા માટે લવિંગ તેલનો ઉપયોગ કરી શકો છો તેમજ લવિંગ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો. આમ તમે લવિંગના તેલની મદદથી પોતાના ખરતા વાળને અટકાવી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment