સ્વસ્થ જીવન જીવવા માટે સારા ખાનપાનની જરૂર હોય છે. એક્સ્પર્ટ્સ માને છે કે તળેલુ ભોજન છોડીને બાકી બધા રૂપોમા ભોજન લેવાના અલગ અલગ ફાયદાઓ છે. કાચુ ભોજન લેવાનો ખાવાનો પણ અલગ ફાયદો છે તો બાફેલુ ભોજન એટલે કે ઉકાળેલું ભોજન લેવાનો પોતાનો અલગ ફાયદો છે
એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તળેલું ભોજન તમને ધીમે ધીમે કેન્સર, વજન વધારો, ડાયાબીટીસ, હ્રદયના રોગોનો શિકાર બનાવી દે છે. જો તમારે સારું જીવન જોઈએ છે તો તમારે ઉકાળેલી વસ્તુઓ ખાવાની શરુ કરી દેવી જોઈએ.
ઉકાળેલા ભોજનના ફાયદાઓ : ઉકાળેલું ભોજન બનાવવામાં સરળ અને તેમાં ઘણી વસ્તુઓ પણ મિક્સ કરી શકાય છે. આ સિવાય ઉકાળેલા ભોજનમાં પોષક તત્વો પણ વધુ હોય છે. તમે બટેટા, ગ્રીન બીન્સ, કોર્ન, બ્રોકલી, ગાજર, મટર, પાલક, ટમેટા, અને શક્કરીયા જેવી વસ્તુઓને ઉકાળીને ખાઈ શકો છો.
વજન : જો વજન ઓછુ કરવાનુ તમારુ લક્ષ્ય છે તો તમારા ભોજનમા બાફેલી શાકભાજીને એડ કરો. કારણ કે આ સબ્જીમા કેલેરી ઓછી અને પોષક તત્વો અને પાણીની માત્રા વધારે હોય છે. જે વજન ઓછુ કરવામા સહાયક થાય છે. આ સિવાય તેમાં ફાઈબરની માત્રા વધુ હોય છે, જેનાથી વજન ઓછુ કરવામાં મદદ મળે છે.
એસીડીટી : તમે ઉકાળેલી વસ્તુઓનું સેવન કરીને એસીડીટીનો મુકાબલો કરી શકો છો કારણ કે આને પચાવા માટે પેટને ઓછા એસીડની જરૂર પડે છે. આ પેટ ને સાફ પણ રાખે છે જેનાથી પણ એસીડીટી થવાનું જોખમ ઓછુ થઈ જાય છે.
કીડનીની પથરી : કીડનીની પથરી અને અન્ય જોખમી બીમારીઓથી બચવા માટે તમારે ઉકાળેલી વસ્તુઓનુ સેવન ચાલુ કરી દેવુ જોઈએ. ઉકાળવાથી 87 ટકા ઓક્સાલેટ ઓછુ થઈ જાય છે. આ એક એવુ તત્વ છે જે કીડનીની પથરી બનાવે છે. કિડનીની પથરીથી બચવા માટે તેનો ઈલાજ કરવા માટે ઉકાળેલી વસ્તુઓનું સેવન કરો.
પચવામાં : ઉકાળેલા પદાર્થો પચવામાં સરળ હોય છે, તેને ખાવાથી પેટ હળવું થઈ જાય છે. આવુ એટલા માટે રહે છે કે ઉકાળેલા ભોજનમા રહેલ જટીલ યોગીકોને એના સરળ રૂપમા તોડી નાખે છે. જેનાથી આ ભોજન આસાનીથી પચવા યોગ્ય થઈ જાય છે. આ સિવાય ઉકાળેલા ભોજનને સરળતાથી ચાવી શકાય છે. આથી તે તવા ને દસ્તથી પીડિત વ્યક્તિઓ માટે આ બાફેલી વસ્તુઓ ખુબ જ સારી છે.
વાળ : ગાજર જેવી શાકભાજી વાળના રોમને ઉત્તેજિત કરીને વાળનો ગ્રોથ વધારવામાં મદદ કરે છે. આ માટે થોડા ગાજર ઉકાળો, પછી તેને પીસી નાખો. આ પેસ્ટને પોતાના માથામાં લગાવો. 30 મિનીટ પછી ગરમ પાણીથી ધોઈ નાખો. સારા પરિણામ માટે આનો પ્રયોગ દરરોજ કરો.
પેટના સોજા : બૈક્ટીરીયાથી ઉત્પન્ન પેટનો સોજો સુજન હેલીકોબેક્ટર પાઈલોરીનો ઈલાજ બાફેલી શાકભાજીનું સેવન કરીને કરી શકાય છે. કારણ કે આ રીતે બનાવેલ શાકભાજી સરળતાથી પચી જાય છે. અને એટલા માટે પેટ ઉપર દબાણ ઓછુ થાય છે. ભોજનમાં રહેલ જટિલ યોગિક સરળ રૂપમાં તૂટી જાય છે.
ત્વચા : જો તમે તમારા ચહેરા ઉપર નેચરલ ગ્લો રાખવા માંગતા હોવ તો તમારે ઉકાળેલી વસ્તુઓ ખાવાની શરૂ કરી દેવી જોઈએ. આ તમારા શરીર ને હાઈડ્રેટેડ રાખે છે કારણ કે બાફેલા પદાર્થોમા પાણીની માત્રા ઉચ્ચ હોય છે અને આમા એંન્ટી ઓક્સીડંન્ટ અને એંટી ઈફ્લેમેટરી યોગીક હોય છે જે ત્વચાની સમસ્યાઓને રોકે છે. સ્વસ્થ ત્વચા માટે બાફેલી સબ્જી જેમકે ગાજર, પાલક, ટમેટા, બીટ, શક્કરીયા વગેરેનું સેવન કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી