નાની દેખાતી આ વસ્તુ શરીર માટે છે અમુલ્ય ઔષધી. કફ, ઉધરસ, ખાંસી, પેટમાં ગડબડી સહિત આંખની ગમે તેવી સમસ્યા કરી દેશે દુર…

મિત્રો આપણે ત્યાં રસોડાને અડધું દવાખાનું માનવામાં આવે છે અને આયુર્વેદમાં રસોડાને અડધું આયુર્વેદ કહેવામાં આવ્યું છે. કેમ કે રસોડામાં રહેલા ઘણા મસાલા આપણા સ્વાસ્થ્ય માટે દવાઓ કરતા વધુ અસરકારક ઈલાજ કરી આપે છે. તો આજે એવી જ એક રસોડાની વસ્તુ વિશે જણાવશું જે તમારી ઘણી બીમારીઓને ગાયબ કરી દે છે.

અમે જે મસાલાની વાત કરી રહ્યા છીએ એ છે કાળા મરી. જી હા મિત્રો, કાળા મરી જેટલા સ્વાદમાં તીખા હોય છે એના ગુણો પણ આપણા સ્વાસ્થ્ય માટે એટલા જ લાભકારી હોય છે. કાળા મરી ભોજનનો સ્વાદ વધારવાની સાથે ઘણી બીમારીઓમાં પણ લાભકારી હોય છે. તો ચાલો જાણીએ કાળા મરીના અદ્દભુત ફાયદા વિશે…

1 ) પહેલો ફાયદો : એક પતાસામાં 1 થી 2 કાળા મરી સવારે ખાલી પેટ ચાવી જાવ. આંખની સમસ્યાઓમાં મળી જશે રાહત. તેમજ તમે આંખની તમામ સમસ્યાથી છુટકારો મેળવવા ઇચ્છતા હો તો, 1 કિલો ખાંડની ચાર તારની ચાસણી બનાવીને તમે 100 ગ્રામ ઘી, 25 ગ્રામ કાળા મરી, 100 ગ્રામ પુનર્નવાનું મૂળ, 25 ગ્રામ મુલેઠી, 50 ગ્રામ શતાવરી અને 50 ત્રિફળા( બધી જ વસ્તુ પાવડરના રૂપમાં) મિક્સ કરો. પછી શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રની રોશનીનીમા એક થાળીમાં તેને જમાવી દો. ત્યારબાદ તેના પીસ કરીને કાપી લો. એક પીસ દરરોજ 30 દિવસ સુધી ખાવ. આંખને કોઈ પણ રોગમાં ખુબ જ ઝડપથી છુટકારો મળી જશે. 

2 ) બીજો ઉપાય : એક ચમચી મધમાં આદુનો અને 4 થી 5 કાળા મરી પીસીને મિક્સ કરો અને સવાર-સાંજ ચાંટો. 10 કાળા મરી, 10 પતાસા, પાંચ તુલસીના પાંદ, એક મોટી એલચી અને થોડી એવી હળદરને પીસીને 250 મિલીલીટર પાણીમાં ધીમી આંચ પર ઉકાળો. 200 મિલીલીટર પાણી વધે ત્યારે તેને ગાળી લો. તેમાં બે ચમચી મધ મિક્સ કરીને ધીમે ધીમે તેનું સેવન કરો. તેનાથી શરદી અને કફની સમસ્યાથી છુટકારો અપાવીને આરામ આપશે. તેમજ ગળાની ખરાશ પણ દુર થઈ જશે.

3 ) ત્રીજો ઉપાય : પાંચ કાળા મરી અને ત્રણ બદામ પીસી લો, તેમાં ચમચીના ચોથા ભાગનું સફેદ ચંદન, ચોથા ભાગનું લાલ ચંદન, થોડું કપૂર અને ઘીને મિક્સ કરીને માથા પર લેપ કરો. આવું લગાતાર 10 થી 15 દિવસ સુધી કરવાથી માઈગ્રેનની સમસ્યા દુર થઈ જશે. માથાના દુખાવામાં પણ રાહત આપે છે.

4 ) ચોથો ઉપાય : અપચો અને ઉબકા થતા હોય તો લીંબુને કાપીને તેમાં કાળા મરીનો પાવડર અને થોડું કાળું સિંધાલુણ નમક છાંટો. પછી તવી પર ધીમા તાપે ગરમ કરો અને તેના થોડા થોડા રસનું સેવન કરો. ઉબકા, અપચો અને પાચનની સમસ્યા તુરંત થઈ જશે ગાયબ.

આ બાબતોનું ધ્યાન રાખો : નાકમાંથી લોહી નીકળતું હોય, પેટ અથવા પેશાબમાં બળતરા થતી હોય, ગર્ભવતી મહિલાઓ અને બે વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે આ પ્રયોગ ન કરવા જોઈએ. કેમ કે કાળા મરીના અ ઉપાયો તાસીરમાં ગરમ પ્રકૃતિના હોય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment