મિશ્રીને(સાકર) મોટાભાગે લોકો વરિયાળીની સાથે માઉથ ફ્રેશનરના રૂપમાં જ ખાતા હોય છે. જો કે આયુર્વેદ અનુસાર મિશ્રી ઉધરસમાં રાહત આપવામાં ખુબ જ કારગર છે અને ઈમ્યુન સિસ્ટમને મજબુત બનાવવામાં ઉપયોગી છે. પરંતુ જો મિશ્રીનું સેવન લીમડા સાથે કરવામાં આવે શરીરને અદ્દભુત અને અણધાર્યા ફાયદા થાય છે. ખુદ આપણા દેશના પ્રધાનમંત્રી પણ આ બંને વસ્તુનું સેવન કરવાના ફાયદા પર વિશ્વાસ કરે છે.
એક વખત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક પોસ્ટ કરી હતી અને જેમાં જણાવ્યું હતું કે, તેઓ લીમડાના પાંદ અને ફૂલના જ્યુસનું સેવન મિશ્રી સાથે કરે છે. તો ચાલો જાણીએ મિશ્રી અને લીમડાના પાંદનું સેવન કરવાથી શરીરને થતા ફાયદા વિશે. જાણવા માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
મિત્રો લીમડામાં એન્ટી સેપ્ટિક અને એન્ટી બેક્ટેરિયલ ગુણો હોય છે. લીમડાના વૃક્ષને તેને ઔષધીય વૃક્ષના રૂપમાં ઉપયોગમાં લેવામાં આવે છે. ઘણા લોકો લીમડાના વૃક્ષની ડાળીથી દાંતણ પણ કરતા હોય છે. તેમજ તેના પાંદનો ઉપયોગ હેલ્થ અને બ્યુટી કેર માટે કરવામાં આવે છે.
મિશ્રીને હિંદુ ધર્મમાં પ્રસાદના રૂપમાં ઉપયોગ કરવામાં આવે છે. સાથે પહેલા મિશ્રીમાંથી ઘણી વાનગીઓ પણ બનાવવામાં આવતી હતી. તેમજ વરિયાળી સાથે આનું સેવન પણ ઘણા લોકો કરતા હોય છે. આપણા આયુર્વેદમાં મિશ્રીને પ્રતિરોધક ક્ષમતા મજબુત કરનાર માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે, મિશ્રીમાં રહેલા ઔષધીય ગુણ હિમોગ્લોબીન પણ વધારે છે. મિશ્રી લોહીની કમીને પૂરી કરે છે, કમજોરી અને થકાન પણ દુર કરવામાં અસરકારક છે. તેમજ ભોજન બાદ જો મિશ્રીનું સેવન કરવામાં આવે તો ડાયજેશનમાં પણ ખુબ જ મદદરૂપ થાય છે.
બાળકોને શરદી કે ગળું ખરાબ થઈ ગયું હોય તો પાણીમાં મિશ્રી મિક્સ કરીને બાળકને પીવડાવવાથી આ સમસ્યા દુર થાય છે. શરદી, ઉધરસ કે ગળું ખરાબ થઈ જાય તો મિશ્રીનો ટુકડો ખવડાવી શકો છો. તેનાથી પણ રાહત થઈ જશે.
લીમડાના પાંદમાં એન્ટી વાયરલ અને એન્ટી બેક્ટેરીયલ ગુણ હોય છે. તેમાં એન્ટી ઓક્સીડેન્ટ પણ ભરપુર માત્રામાં હોય છે. જ્યારે મિશ્રી અને લીમડાના પાંદને સાથે ખાવામાં આવે તો તે બંને શરીરમાં ખુબ જ સારી અસર કરે છે. તમારા સ્વાસ્થ્યમાં ઘણા સુધારા આવે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી