માત્ર એક જ અઠવાડિયામાં જ પેટને ઘટાડી દેશે બે ઇંચ જેટલું આ વસ્તુ….જાણો તેની વિધિ અને તેના ફાયદાઓ

મિત્રો આજકાલ વજન અને ચરબી દરેક લોકોને વધવી તે એક સામાન્ય સમસ્યા થઇ ગઈ છે. વજન વધે છે ત્યારે સૌથી પહેલા તો પેટમાં ચરબી જમા થઇ જાય છે અને પેટ બહાર આવી જતું હોય છે. અને આ રીતે ઘણા લોકોને પેટમાં ચરબી જમા થવાની સમસ્યાઓ હોય છે.

તો આજે અમે તેના માટે ખુબ જ સુંદર અને સરળ આસન લઈને આવ્યા છીએ. જેના નિયમિત વ્યવસ્થિત અભ્યાસથી તમે માત્ર એક જ અઠવાડિયામાં બે ઇંચ જેટલું પેટ ઘટાડી શકો છો.

મિત્રો અમે જે આસનની વાત કરી રહ્યા છીએ તે છે વજ્રાસન. વજ્રાસન કરીને પેટની ચરબી દુર કરી શકાય છે. મિત્રો બધા યોગાસનોમાં વજ્રાસન જ એક માત્ર એવું આસન છે જેને તમે જમ્યા બાદ તરત જ કરી શકો છો. આ આસન એટલું સરળ છે કે તેને કોઈ પણ ઉંમરના વ્યક્તિ ખુબ જ સરળતાથી કરી શકે છે. અને આ આસનની સૌથી સારી ખાસિયત એ છે કે તમે કોઈ પણ સમયે આ આસન કરી શકો છો. પરંતુ જો જમ્યા બાદ કરવામાં આવે તો વધારે ફાયદો થાય છે.

જે લોકોની ચરબી વધી ગઈ હોય તેના માટે વજ્રાસન વરદાન સ્વરૂપ છે. કારણ કે આ આસન જો નિયમિત કરવામાં આવે તો બહાર નીકળેલું પેટ એક જ અઠવાડિયામાં બે ઇંચ જેટલું અંદર જતું રહે છે. તો વિચારો કે આ આસનને આપણો રૂટીન બનાવવામાં આવે તો કદાચ ક્યારેય પેટ બહાર નીકળવાની સમસ્યા રહે જ નહિ.

આ ઉપરાંત વજ્રાસન કરવાથી પેટના મધ્ય ભાગ પર અને આંતરડા પર થોડું દબાણ થાય છે. જેના કારણે આ આસન પેટ ઘટાડવામાં તો મદદરૂપ છે જ પરંતુ તેની સાથે પેટની કોઈ પણ સમસ્યા દુર રહે છે. આ ઉપરાંત આ આસનથી એક હજુ મહત્વનો ફાયદો થાય છે કે આ આસન કરવાથી નિતંબ અને સાથળની ચરબી પણ દુર થાય છે અને તેના આકારને સુડોળ બનાવે છે. આ ઉપરાંત કમરની પણ વધારાની ચરબી દુર કરે છે. આ રીતે વજ્રાસન ઓવરઓલ વજન અને ચરબી ઘટાડવાનું કાર્ય કરે છે.

આ ઉપરાંત વજ્રાસન કરવાથી શરીરની માંસપેશીઓ લચીલી બને છે. તેમજ કમરના દુઃખાવામાં પણ રાહત મળે છે અને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા પણ દુર થઇ જાય છે. ફેફસાને પણ લાભ થાય છે. તો ચાલો જાણીએ વજ્રાસન કરવાની રીત.

વજ્રાસન કરવાની વિધિ:

સૌથી પહેલા જમીન પર પગ લાંબા કરીને બેસી જાઓ. ત્યાર બાદ ડાબા પગને ઘૂંટણથી વાળીને ડાબી બાજુના નિતંબ નીચે લઇ જાવ અને જમણા પગને ઘૂંટણથી વાળીને જમણી બાજુના નિતંબ નીચે લઇ જાઓ. આ રીતે તમારે પગના પંજા પર નિતંબ રાખીને બેસવાનું છે.

પગના પંજા અને એડીઓ એવી રીતે વાળવી કે બંને પગના અંગુઠા સ્પર્શ કરે, ત્યાર બાદ બંને હાથના પંજાને ઘૂંટણ પર રાખી દો, હવે મિત્રો તમારે ટટ્ટાર બેસી જવું મતલબ કમર કે પેટ વળેલા ન હોવા જોઈએ. આ પોઝિશનમાં આવ્યા બાદ આંખો બંધ કરી દો અને ત્યાર બાદ ઊંડા શ્વાસ લેવાના છે. મિત્રો તમારે શ્વાછોશ્વાસની પ્રક્રિયા નાક વડે કરવાની છે મોં બંધ રાખવાનું છે.

આ રીતે તમારે ઓછામાં ઓછી 10 મિનીટ તો વજ્રાસનમાં બેસવું. ત્યાર બાદ આસન છોડતી વખતે આસન કર્યું હોય તે ક્રમમાં પગને સીધા કરતા જાવ અને સામાન્ય મુદ્રામાં બેસી જાવ.

જો આ આસનને નિયમિત કરવામાં આવે તો આપણા શરીરને ઘણા બધા ફાયદો થાય છે. તેનાથી આપણા ફેફસાને ખુબ જ ફાયદો થાય છે અને આપણી પાચનક્રિયા ખુબ જ સારી બનવા લાગે છે. જો આપણી પાચનક્રિયા ખુબ જ સારી હોય તો આપણને ક્યારેય વાત્ત, પિત્ત અને કફ ન થાય. જો આ ત્રણ તકલીફ આપણા શરીરમાં ન હોય તો આપણને ક્યારેય જીવનમાં મોટી બીમારી નથી થતી. બધી જ મોટી બીમારીનું જડ આ ત્રણ જ વસ્તુ છે એ આપણા શરીરમાં ન હોય આપણે આખું જીવન સ્વસ્થ રહે છે. એટલા માટે આ આસનને રોજ કરવામાં આવે તો આપણું પેટ પણ ઘટે છે અને આયુષ્ય પણ લાંબુ થાય છે.

મિત્રો વજ્રાસન કરતી વખતે ક્યારેય ઉતાવળ ન કરવી અને ખુબ જ શાંતિથી કરવું જોઈએ. આ ઉપરાંત વજ્રાસન ગર્ભવતી મહિલાઓ ક્યારેય ન કરવું. આ ઉપરાંત જે લોકોને માંસપેશીઓ તેમજ હાડકાની તકલીફ છે અને જે લોકોએ કોઈ ઓપરેશન કરાવેલું છે તેમણે આસન કરતા પહેલા ચિકિત્સકની સલાહ અવશ્ય લેવી.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

👉  આવીજ બીજી જાણકારી મેળવવા લાઈક કરીલો  SOCIAL  GUJARATI  પેજ…

4 thoughts on “માત્ર એક જ અઠવાડિયામાં જ પેટને ઘટાડી દેશે બે ઇંચ જેટલું આ વસ્તુ….જાણો તેની વિધિ અને તેના ફાયદાઓ”

Leave a Comment