આ ચાર આજે પણ પીડાય છે સીતાજીના શ્રાપથી…. જાણો કોણ છે એ અને શા માટે મળ્યો હતો શ્રાપ….
મિત્રો ભગવાન શ્રી રામ અને સીતાજીનો જન્મ માનવ દેહ રૂપે ત્રેતાયુગમાં રાજા દશરથના ઘર થયો હતો. પરંતુ કાર્યકાળ દરમિયાન રાજા દશરથનું મૃત્યુ થયું. ત્યારે રાજા દશરથના પિંડદાન વખતે એક એવી ઘટના બની હતી જેમાં સીતા માતાએ શ્રાપ આપ્યો હતો. પિંડદાન સમયે ત્યાં ત્યાં અસત્ય બોલનારા લોકો પણ હાજર હતા. તે લોકો દ્વારા અસત્યનું આચરણ કરવામાં આવ્યું હતું જેના કારણે માતા સીતા દ્વારા તેને શ્રાપ આપી દેવામાં આવ્યો હતો.
એ શ્રાપનો પ્રભાવ આજે પણ જોવા મળે છે. જેને શ્રાપ મળ્યો એ ચાર વસ્તુ હતી જે આજે પણ એ શ્રાપથી પીડિત છે. આ પૌરાણિક કથા સાંભળ્યા બાદ તમને પણ થશે કે ખરેખર તેઓ આજે પણ તે શ્રાપની પીડા ભોગવી રહ્યા છે. તો ચાલો જાણીએ સીતા માતાએ કોને ક્યો શ્રાપ આપ્યો હતો અને શા માટે આપ્યો હતો.
વાત એ સમયની છે જ્યારે રાજા દશરથ મૃત્યુ પામ્યા હતા. રાજા દશરથના મૃત્યુ બાદ ભગવાન શ્રી રામ પોતાના ભાઈ લક્ષ્મણ સાથે પિંડદાનની સામગ્રી લેવા માટે ગયા હતા. ત્યારે પિંડદાનનો ઉચિત સમય વીતી રહ્યો હતો. ત્યારે માતા સીતાએ સમયના મહત્વને સમજીને પોતાના સસરા રાજા દશરથનું પિંડદાન તે સમયે કર્યું. તે સમયે રામ લક્ષ્મણ ત્યાં ઉપસ્થિત પણ ન હતા.
માતા સીતાએ રાજા દશરથનું પિંડદાન સંપૂર્ણ વિધિ વિધાન પૂવક કર્યું હતું. જ્યારે ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ પરત આવ્યા ત્યારે પિંડદાન વિશે પૂછ્યું તો ત્યારે માતા સીતાએ સમય રહેતા રાજા દશરથના પિંડદાનની વાત કરી અને ત્યાં ઉપસ્થિત પંડિત, ગાય, કાગડો અને ફાલ્ગુ નદીને પૂછવા માટે કહ્યું.
હવે ભગવાન શ્રી રામે જ્યારે પંડિત, ગાય, કાગડો અને નદી, તે ચારેયને પિંડદાનની વાત સત્ય છે કે નહિ તે પૂછ્યું ત્યારે ચારેયે ભગવાન શ્રી રામને અસત્ય જણાવ્યું. કે માતા સીતાએ કોઈ પિંડદાન નથી કર્યું. આ સાંભળી માતા સીતાએ તેમને અસત્ય બોલવાની સજા આપી અને સજા રૂપે તે ચારેયને આજીવન શ્રાપિત કરી દીધા. જે શ્રાપમાંથી તે ચારેય આજે પણ સંપૂર્ણ રીતે મુક્ત નથી થયા.
પંડિતને અસત્ય બોલવા પર ભગવાન સીતા માતાએ સમગ્ર પંડિત સમાજને શ્રાપ આપ્યો કે પંડિતને ગમે તેટલું મળશે તો પણ તેના જીવનમાં હંમેશા દરિદ્રતા છવાયેલી રહેશે. તો ફાલ્ગુ નદીને એવો શ્રાપ મળ્યો કે ફાલ્ગુ નદીમાં કેટલું પણ પાણી પડે તો પણ નદી ઉપરથી સૂકાયેલી જ રહેશે. તે નદી પર ક્યારેય પાણીનો વહાવ નહિ જોવા મળે.
કાગડાને અસત્ય બોલવા માટે શ્રાપ આપ્યો કે એકલા ખાવાથી તેનું પેટ નહિ ભરાય અને આકસ્મિક મોતે મરશે. તો ગાયને પણ સીતા માતાએ એવો શ્રાપ આપ્યો કે દરેક ઘરમાં ગાયની પૂજા થવા છતાં પણ તેણે લોકોનું એઠું ખાવું પીવું પડશે.
તો મિત્રો આ હતા સીતા માતા દ્વારા દેવાયેલા શ્રાપ. જે ચારેય આજે પણ સમાજમાં શ્રાપિત અવસ્થામાંથી પસાર થઇ રહ્યા છે. આજે પણ બ્રાહ્મણ પંડિતને કેટલું પણ દાન મળે તેમ છતાં પણ તેના મનમાં દરિદ્રતા રહેતી હોય છે. ગાય પૂજનીય હોવા છતાં પણ દરેક ઘરનો એઠવાડ એટલે કે માણસના ઘરનું એઠું ભોજન ખાય છે. ફાલ્ગુ નદી આજે પણ હંમેશા સુકાયેલી રહે છે અને વાત કરીએ કાગડાની તો આજે પણ કાગડાઓ પોતાનું પેટ ભરવા માટે સમુહમાં ખાય છે અને હંમેશા કાગડાનું આકસ્મિક મૃત્યુ જ થાય છે. તો મિત્રો આ હતા ચાર એવા લોકો જેને સીતા માતાએ અસત્ય બોલવા માટે આજીવન શ્રાપિત કર્યા હતા અને આજે પણ તેઓ તે શ્રાપની સજા ભોગવી રહ્યા છે.
તો મિત્રો આ ચારેય વાત વિશે તમારો શું મંતવ્ય છે એ અમને કોમેન્ટ કરીને જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google
Very nice