ચોમાસુ ઉનાળાની ગરમીથી તરબતર થયેલી દરેક વસ્તુને સુંદર અને સુખદ બનાવી દે છે. પરંતુ ચોમાસાની ઋતુ આવતાં જ પાણીજન્ય બીમારીઓ ફેલાવા લાગે છે. ચોમાસાની ઋતુમાં બદલાવ અને સૂક્ષ્મ જીવોનો વિકાસ થવાની સાથે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર બની જાય છે. આપણને બધી જ પ્રકારના વાયરલ, બેક્ટેરિયલ અને ફંગલ સંક્રમણ તરફ વધારે સંવેદનશિલ બનાવે છે. આ ઋતુમાં કમળો, ટાઈફોઈડ, ડેન્ગ્યુ, મેલેરીયા, હૈજા અને ફલૂ જેવી બીમારીઓ થવી સામાન્ય છે. તળેલા અને મસાલેદાર ખાવાની આદતને કારણે આ પ્રકારની બીમારીઓ થાય છે અને આ બિમારીની સ્થિતિમાં હાલત વધારે બગડે છે. દર વર્ષે આ બીમારીઓના કારણે લાખો લોકોના મૃત્યુ પણ થાય છે.
આયુર્વેદથી લઈને હોમિયોપેથિક, યુનાની, સિદ્ધ, યોગ, સોવા-રીગ્પા અને કુદરતી ચિકિત્સા જેવી દરેક પદ્ધતિઓ આ વાતને માને છે કે વરસાદની ઋતુમાં ચોમાસાની ઋતુમાં બદલાવ અને સૂક્ષ્મ જીવોનો વિકાસ થવાની સાથે આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા કમજોર બની જાય છે. કેટલાક સરળ ઉપાયોનું પાલન કરીને, તમે તમારી જીવનશૈલીમાં બદલાવ કરીને આપણે સરળતાથી આપણી રોગ પ્રતિકારક ક્ષમતામાં સુધારો કરી શકીએ છીએ અને શરીરને સામાન્ય ચોમાસાની બીમારીઓથી લડવામાં તૈયાર કરી શકીએ છીએ.1) ઉલટી, અપચો, ઝાડા નું વધે છે જોખમ:- ચોમાસાની ઋતુમાં પાચન સંબંધિત સમસ્યાઓ વધુ હેરાન કરવા લાગે છે. પેટ દુખાવો,ઝાડા,ઉલટી, કબજિયાત, માથાનો દુખાવો, તાવ,ભૂખ ન લાગવી, પાચન સંબંધિત સમસ્યાઓ સામાન્ય બીમારીઓમાંથી છે. આનાથી બચાવ કરવા માટે ઘણા બધા પ્રવાહી પદાર્થ લઈને હાઇડ્રેટ રહેવું જરૂરી છે. આદુને ખાવાથી કે ચા માં મેળવીને ખાવાથી ઉબકા,ઉલટી અને ઝાડા ને મટાડવામાં મદદ મળે છે. દુખાવાથી રાહત મેળવવા માટે નાભિમાં અને તેની આસપાસ હિંગ કે હિંગ ના પાણી નો લેપ લગાવવાથી આરામ મળે છે.
2) મસાલેદાર અને બહારનું ખાવા ટાળો:- ચોમાસામાં વધારે મસાલાદાર ભોજન કરવાથી સ્વાસ્થ્ય પર વિપરીત અસર થઈ શકે છે. આનાથી અપચો,વધારે ખેંચાણ અને સોજા જેવી સમસ્યા થઈ શકે છે. આ ઋતુમાં રેસ્ટોરન્ટ અને રોડ પરની દુકાનોનુ ભોજનથી બચવું સૌથી સારું છે. તેમાં કીટાણુઓ હોઈ શકે છે જે તમને બીમાર કરી દે છે.3) પાંદડાવાળા શાકભાજી ખાવાનું ટાળો:- ચોમાસાની ઋતુમાં જમીન ની પાસે ઉગતા લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન ન કરો. આ શાકભાજી વધારે ગંદી અને ભેજવાળી હોય છે અને ચોમાસા દરમિયાન આને સાફ કરવી મુશ્કેલ બને છે. જેનાથી શરીરમાં અનેક પ્રકારના બેક્ટેરિયા પ્રવેશવાનું જોખમ રહે છે.
4) કડવા શાકભાજી છે શ્રેષ્ઠ:- ફિટ અને સ્વસ્થ રહેવા માટે કડવા શાકભાજી અને જડીબુટ્ટીઓનું સેવન કરો. એવામાં સંક્રમણને દૂર રાખવામાં મદદ મળે છે. આવા શાકભાજીમાં કારેલા, લીમડો, મેથી અને હળદર સારો વિકલ્પ છે.5) આ રીતે કરો પાચનશક્તિ મજબૂત:- દરેક વખતે ભોજન કરતાં પહેલાં આદુનો એક નાનો ટુકડો સિંધવ મીઠા સાથે ચાવો. આ સંયોજન તમારા ભોજનને સરળતાથી પચાવવા માં મદદ કરશે. આ ઋતુમાં ઠંડુ કે વાસી ભોજન ન ખાવું. ગરમ ભોજન લેવું અને સલાડ જેવા અધકચરા શેકેલા ખાદ્ય પદાર્થો ટાળવા જોઈએ. ચોમાસાની ઋતુમાં થોડા મધની સાથે ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. આ મિશ્રણ પાણી માં હાજર અશુદ્ધિઓને દૂર કરવામાં મદદ કરે છે.
6) સાફ સફાઈનું ધ્યાન રાખવું:- ચોમાસાના દિવસોમાં તમારા ઘરની આસપાસ સફાઈનું ધ્યાન રાખવું. સાથે જ તમારા હાથ-પગ સારી રીતે સાફ રાખવા. ત્વચા સંબંધિત કોઈપણ સમસ્યાને રોકવા માટે તમારા પગને સારી રીતે સૂકાયા બાદ બામ કે મોઇશ્ચરાઇઝર લગાવવું. જેમાં એન્ટિફંગલ કે એન્ટીબાયોટિક ગુણો હોય છે. સાથે જ બહારથી આવતાં પહેલાં નાહવું અને દરરોજ સાફ કપડા જ પહેરવા.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી