જીવનની અતિ સામાન્ય જરૂરિયાતોને પૂરી કરવા માટે પણ રૂપિયાની આવશ્યકતા હોય છે. એવામાં કેટલાક લોકો મહેનત પર વિશ્વાસ રાખે છે તો કેટલાક લોકો પૂજા પાઠ કરીને ઘરને સંપન્ન બનાવવાનો પ્રયત્ન કરે છે. તો આજની ભૌતિક સુખ-સુવિધાઓ પાછળ ઘેલો થઈ ગયેલો માણસ કઈ પણ કરવા તૈયાર થઈ જાય છે. પરંતુ શું તમે જાણો છો તમારી કેટલીક આદતો ઘરમાં હાજર ધનને અસર કરે છે. જી હા ચાણક્ય નીતિ પ્રમાણે ઘરમાં લોકોની કેટલીક વાતો લક્ષ્મીને ઘરમાં આવતા રોકવાનું કામ કરે છે. આચાર્ય ચાણક્યની નીતિ શાસ્ત્રમાં જણાવ્યા પ્રમાણે કેટલીક મુખ્ય વાતોના કારણે લક્ષ્મી નથી આવતી. એવામાં તમે આ વાતો પર ધ્યાન આપીને ઘરમાં ધનનું આગમન સુનિશ્ચિત કરી શકશો.
1) ઘરની સફાઈ પર વિશેષ ધ્યાન આપવું:- ચાણક્ય નીતિ પ્રમાણે લક્ષ્મી માત્ર સાફ સફાઈ વાળી જગ્યા પર જ રહેવાનું પસંદ કરે છે. ઘરમાં ગંદકી લક્ષ્મીજીને ઘરમાં આવતા રોકવાનું કારણ બને છે, તેથી ઘરમાં સાફ-સફાઈ પર વિશેષ ધ્યાન આપવાનું ન ભૂલવું. સાથે જ પોતે પણ સાફ-સુથરું રહેવું જોઈએ.2) દાંત સ્વચ્છ રાખવા:- લક્ષ્મીને ખુશ રાખવા માટે દાંતનું સાફ રાખવું અત્યંત જરૂરી છે. આચાર્ય ચાણક્ય પ્રમાણે દાંત અને મોઢાની સારી રીતે સફાઈ ન કરવા વાળા લોકોથી લક્ષ્મી નારાજ રહે છે, જેના કારણે ઘરમાં ધન હાનિ પણ થઈ શકે છે.
3) યોગ્ય પ્રમાણમાં ભોજન કરવું:- ચાણક્ય નીતિ પ્રમાણે ભૂખથી વધારે ભોજન કરવા વાળા લોકો પર લક્ષ્મી ક્યારેય પ્રસન્ન નથી થતી. તમારી હદથી વધારે ખાવાની આદત તમને દરિદ્રતાનો શિકાર બનાવી શકે છે. તેથી ભૂખ પ્રમાણે જ ભોજન ગ્રહણ કરવું શ્રેષ્ઠ છે.4) કટુ વાક્યો બોલતા બચવું:- કેટલાક લોકોને હંમેશા કડવું બોલવાની જ આદત હોય છે. ચાણક્ય નીતિ પ્રમાણે એવા ઘરોમાં લક્ષ્મીનો વાસ ક્યારેય નથી થતો. તમારા કડવા શબ્દો તમારા સંબંધી અને મિત્રોને તમારાથી ધીમે ધીમે દૂર કરી દે છે.
5) સુવાનો સમય નિશ્ચિત ન હોય:- ચાણક્ય નીતિ પ્રમાણે અયોગ્ય સમયે સુવા વાળા લોકોના ઘરમાં લક્ષ્મી નથી આવતી. વિશેષરૂપે સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે સૂવું લક્ષ્મીને ઘરમાંથી આવતા રોકવાનું કામ કરે છે. સાથે જ આનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ વિપરીત અસર થઈ શકે છે.
6) જૂઠું અને બેઈમાનીના પૈસા:- કેટલાક લોકો જલ્દી ધન કમાવવાના ચક્કરમાં શોર્ટ કટ અપનાવે છે અને બેઈમાની કરીને ધન કમાવવાનું શરૂ કરી દે છે. જોકે ચાણક્ય નીતિ પ્રમાણે આવા લોકોના ઘરમાં લક્ષ્મી વધુ સમય સુધી ટકી નથી શકતી અને ભવિષ્યમાં ગરીબી નો શિકાર બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી