કુદરતી રીતે ડાયાબિટીસ કંટ્રોલ કરવાનો એકમાત્ર રામબાણ ઈલાજ, વાળ અને ચહેરાની સુંદરતા પણ કરી દેશે ડબલ… જાણો ઉપયોગની રીત…

ફળ એ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. અમુક એવા ફળ છે જે ડાયાબિટીસ જેવા રોગો સામે લડવામાં આપણી મદદ કરે છે. ડાયાબિટીસને મધર ઓફ ડિસીઝ કહેવામાં આવે છે. એ જ કારણ છે કે તેનાથી સંઘર્ષ કરી રહેલા રોગીએ ખાનપાનનું વધુ પડતું ધ્યાન રાખવું પડે છે. સુગરના રોગીઓ માટે કેટલાક ફળ છે જે બીજા ફળની તુલનાએ વધારે સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે. આ ફળ વાળ અને ત્વચા માટે પણ અત્યંત ફાયદાકારક છે. જો શરીર અંદરથી સ્વસ્થ હોય તો તેની અસર ત્વચા અને વાળ પર પણ ચોખ્ખી દેખાય છે. તેના માટે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તે વાતનું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

વિશેષરૂપે જો કોઈ ડાયાબિટીસનું રોગી છે તો તેને પોતાના ખાનપાનને લઈને વધારે સાવધાન રહેવાની જરુરત છે. કારણ કે થોડીક પણ નિષ્કાળજી તેના સુગર લેવલને હાય કરી શકે છે અને તેના ખતરનાક પરિણામો ઉદભવી શકે છે. આ જ કારણે ડોક્ટર અને એક્સપર્ટ ફળ અને શાકભાજીને તેમના ખાનપાનમાં સામેલ કરવાનું કહે છે.

આ ફળ માનવામાં આવે છે સુરક્ષિત : જો ડાયાબિટીસના દર્દી માટે સુરક્ષિત જણાવવામાં આવેલા ફૂડની વાત કરીએ તો તેમાં એક એવોકાડો છે. બેરી પ્રજાતિ વાળું આ ફ્રુટ પોષકતત્વોથી ભરેલું છે. તેમાં વિટામીન સી, કે અને બી16, ફોલેટ પૈન્ટોથેનિક એસિડ, મેગ્નેશિયમ અને પોટેશિયમ હોય છે. તેની સાથે જ લ્યુટિન, બીટાકેરોટિન અને ઓમેગા-3 ફેટી એસિડનો પણ સારો સોર્સ છે. તેનાથી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઓછું થાય છે. સાથે જ તેમાં માત્ર એક ગ્રામ શુગર હોય છે જે ઓવરઓલ ડાયટ ક્વોલિટીને સુધારે છે, તેના આ ગુણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક અને સુરક્ષિત બનાવે છે.

પરંતુ શું તમે જાણો છો કે, આ હેલ્ધી ફ્રુટને માત્ર ખાવા માટે જ નહિ, પરંતુ ત્વચા અને વાળ માટે પણ ઉપયોગ કરી શકાય છે. આવો જાણીએ અને ઉપયોગ કરવાની 4 સરળ રીતો વિશે.

હેર માસ્ક : એક એવોકાડો લો અને તેને અડધો કાપીને તેનું છોડું ઉતારી લો, છોલેલા ભાગને એક વાટકામાં નાખીને તેને મેશ કરી લો, હવે તેમાં એક ઈંડાનો પીળો ભાગ અને એક મોટી ચમચી મધ મેળવો, થોડા હલકા ભીના વાળમાં આ મિશ્રણને સારી રીતે લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો. પહેલા સાદા પાણીથી વાળ ધૂઓ, ત્યારબાદ જેન્ટલ શેમ્પૂથી સ્કેલ્પ ક્લીન કરી લો. વાળ થઈ જશે એકદમ સુંદર.

શુષ્ક વાળ માટે : ઉપર જણાવેલ હેર માસ્ક કોઈ પણ ઉપયોગ કરી શકે છે. જો કે તમારા વાળ વધુ પડતા શુષ્ક હોય તો તેમાં વધારે રિચ ઇંગ્રેડિયન્ટ્સ વાળું માસ્ક બનાવી શકો છો. એક વાટકામાં એવોકાડોને મેશ કરી લો તેમાં કોઈ જ ગઠ્ઠા ન રહી જાય એ ધ્યાન રાખો, તેમાં એક મોટી ચમચી નાળિયેર તેલ કે પછી ઓલિવ ઓઈલ નાખો, આ મિશ્રણને સ્કૅલ્પથી લઈને વાળના મૂળ સુધી લગાવો, તેની ઉપર શાવર કેપ લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો, હવે વાળને સરસ રીતે ધોઈ લો અને કુદરતી રીતે સુકાવા દો. માત્ર વાળ જ નહિ પરંતુ તેનાથી ચહેરાનો માસ્ક બનાવી શકાય છે.

ફેસ માસ્ક : અડધો એવોકાડો, એક ચમચી મધ, જામેલુ નારિયેળ તેલ બ્લેન્ડરમાં નાખો, તેને બ્લેન્ડ કરીને સ્મૂથ અને થીક પેસ્ટ બનાવી લો, આ મિશ્રણને ચહેરા પર લગાવો અને 15 મિનિટ પછી  હળવા ગરમ પાણીથી ધોઈ લો. ચહેરાની અનેક સમસ્યાઓ દુર કરી આપશે એકદમ સુંદર નિખાર.

દૂધ નાખીને બનાવો પેક : જો તમારે બ્લેન્ડરમાં પીસીને માસ્ક બનાવવાની મહેનત ન કરવી હોય તો એક વાટકામાં એવોકાડો નાખીને તેને હાથ વડે મેશ કરી લો. તેમાં બે ચમચી દૂધ, એક ચમચી મધ અને ઈચ્છો તો પીઘળેલું નારિયેળ તેલ મેળવી લો. ત્રીસ મિનિટ બાદ ચહેરાને સરસ રીતે ધોઈ લો અને ટોવેલને ડ્રાય કરીને તેની પર મોઈશ્ચરાઈઝર લગાવો. ચહેરાની ત્વચાને બનાવી દેશે એકદમ સુંદર.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment