શું તમે શેરબજારમાં રોકાણ કરો છો ? જો હા, તો શરૂઆતમાં થતી ભૂલોથી બચો. જે મોટાભાગે નવા રોકાણકારો કરે છે. નવા રોકાણમાં કેટલીક એવી ભૂલો થાય છે કે, જેનાથી નવા લોકો વારંવાર દોહરાવે છે. તો આજે અમે તમને 10 એવી બાબત વિશે જણાવશું જેનાથી તમે શેર બજારમાં થતા નુકશાનથી બચી શકો છો. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
રશિયા યુક્રેન યુદ્ધ, મોંઘવારી અને યુએસ ફેડ દ્વારા વ્યાજ દરોમાં વધારાના દરથી વિશ્વભરમાં શેર બજારમાં ભારે ઉતાર ચઢાવ ચાલી રહ્યો છે. ભારતીય શેરબજારને પણ તેની ભારે અસર થઈ છે. આ દરેક સમસ્યાની વચ્ચે રોકાણકારો વિચારી રહ્યા છે કે, ક્યાં અને કેવી રીતે રોકાણ કરીએ ? તો ચાલો જાણીએ કે નવા રોકાણકારોએ ખોટથી બચવા માટે કેવી રીતે રોકાણ કરવું જોઈએ.
શેરબજારમાં નવા આવેલા યુવા રોકાણકારો મોટાભાગે આ સામાન્ય ભૂલો કરે જ છે. આ કારણે તેઓને ઘણું જ નુકશાન વેઠવું પડે છે. કેટલાક રોકાણકારોને અમુક પાયાની વાતો જરૂરથી શીખવી જોઈએ અને સામાન્ય ભૂલો કરતા બચવું જોઈએ.
કંપનીને સમજવી : આ રોકાણનો પહેલો અને પાયાનો નિયમ છે. જેને દરેક રોકાણકારોએ ફોલો કરવું જરૂરી છે. આમ તો દરેક વ્યક્તિથી એ આશા રાખવી મુશ્કેલ છે કે, તે દરેક કંપનીને સમજી લે. તેના સિવાય આપણે એવી કોશિશ કરવી કે, ઓછામાં ઓછી કંપનીના બિઝનેસની બેઝિક વાતો સમજી લે, જેમ કે કંપની શું કરે છે અને પ્રતિદ્વંદી કંપનીઓ સામે કેવી રીતે ઉભી છે.
પોર્ટફોલિયો કેવું હોવું જોઈએ : મોટાભાગે આપણે જોઈએ છે કે, રોકાણકારો પોર્ટફોલિયોમાં વિવિધતા નથી રાખતા કે પછી વધુ પડતી વિવિધતા રાખે છે. પરંતુ આ બંનેની વચ્ચે સંતુલન રાખવું અત્યંત મહત્વપૂર્ણ છે. જેમ કે માની લો તમારા પાંચ દશ શેર છે અને તમે એક કે બે સેક્ટરના જ શેર લઈ રાખ્યા છે. આનાથી બચવું જોઈએ. દસમાંથી 2 બેન્કિંગ સેક્ટર, 2 મેટલ સેક્ટર, 2 ફાર્મા સેક્ટર, 2 ટેક ટેક્ટર. આવી રીતે પોર્ટફોલિયોમાં વિવિધતા રાખવી જોઈએ વધુ પડતી સંખ્યામાં પણ શેર રાખવાથી બચવું જોઈએ. તેથી જોખમથી બચવા માટે એક સંતુલન વાળુ પોર્ટફોલિયો રાખવું.
બીજાના પોર્ટફોલિયોનું અનુકરણ : સફળ રોકાણકારોના પોર્ટફોલિયો જોવા કંઈ ખોટું નથી અને શરૂઆતમાં તેમના રોકાણના નિર્ણયો પરથી જ તમે શીખી શકો છો. તેની સાથે જ રોકાણની તમારી પોતાની સમજ વિકસિત કરો. લાંબા સમય બીજા પર આંધળું અનુકરણ કરવું પણ જોખમ કારક બની શકે છે. કારણ કે રોકાણકાર પાસે વિવિધ પ્રકારના ફેક્ટર હોય છે અને પોતાના પ્લાન હોય છે. આ વસ્તુને તમે એવી રીતે સમજી શકો છો કે આપણે સૌ જાણીએ છીએ કે ગાડી કેવી રીતે ચલાવાય છે, પરંતુ જ્યારે તમે સડક પર ગાડી લઈને જાવ છો તો તમે સામે વાળાની ગાડી જોઈને ચલાવો છો કે તમારા પ્રમાણે નિર્ણય લો છો. સામેવાળાની ગાડીને ફોલો કરવું કેટલું ખતરનાક બની શકે છે તે તમે જાણો જ છો. આજ સ્થિતિ રોકાણ કરવામાં પણ લાગુ પડે છે.
પોતાના રોકાણ સાથે ભાવનાત્મક લગાવ ન રાખવો : સૌથી ખરાબ રોકાણનો નિર્ણય તે હોય છે, જે તમે ભાવનાઓના આધાર પર રાખો છો. કે પછી તમારા નિર્ણય લેવાની પ્રક્રિયાને તમે લાગણીશીલની રીતે અસર કરો છો, એ જોવાની બદલે કંઈ જગ્યાએ કે કંપનીનું પ્રદર્શન કેવું છે અને તેમનું ફંડામેન્ટલ કેવું છે. તેના આધારે રોકાણ કરવું જોઈએ.
તમારા રોકાણના સિદ્ધાંત પર મક્કમ રહો : જ્યારે આપણે કોઈ કંપનીને રોકાણના લાયક સમજીએ છે ત્યારે આપણે તેને સંબંધિત કેટલાક નિર્ધારિત મુદ્દાઓ જોઈએ છીએ. કંપની કેટલો વિકાસ કરશે અને ભવિષ્યમાં કંપનીની રણનીતિ કેવી હશે ? એવી ઘણી બધી વસ્તુઓ આપણે સમજીએ છે. કંપનીના વિસ્તરણ પ્રોજેક્ટ, આવક વૃદ્ધિ, બજાર હિસ્સામાં વધારો, ઉત્પાદનના વધુ મૂલ્યવૃદ્ધિ જેવા આ મહત્વપૂર્ણ મુદ્દાઓ હોય છે. તેમાંથી કોઈપણ વસ્તુને તમે રોકાણ બાદ ગડબડ થતાં જુઓ તો તૈયારીમાં જ તેની સમીક્ષા કરો.
નુકશાનથી ડરવું નહીં, પરંતુ શીખવું : હા એ વાત સાચી છે કે, દરેક રોકાણકારોએ સૌથી મહત્વપૂર્ણ વસ્તુ શીખવું અને તેનાથી બચવું જોઈએ. દરેક લોકો ક્યારેકને ક્યારેક કોઈકને કોઈક સ્ટોકમાં ખોટો નિર્ણય લઈ લે છે. એ કોઈ બહુ મોટી વાત નથી. એ આપણા શીખવાની પ્રક્રિયાનો એક હિસ્સો જ છે. જો ક્યારેક તમે ખોટા શેર લઈ લીધા હોય અને નુકશાન થઈ રહ્યું હોય તો ડરવું નહીં, પરંતુ તેમાંથી નીકળી જવું. વધારે સમય ન લેવો અને કોઈ બીજા સ્ટોકમાં મોકો જોવો. નુકશાનથી ડરવું નહીં પરંતુ તેમાંથી શીખવું જોઈએ.
પેની સ્ટોકથી બચવું : મોટાભાગના નવા રોકાણકારો જલ્દી રૂપિયા કમાવવાના ચક્કરમાં પેની સ્ટોકમાં પૈસા લગાવી દે છે. બીજાનું સાંભળીને આ બે રૂપિયાના સ્ટોકને છ મહિનામાં 500 ટકા રિટર્ન આપ્યું, તેવામાં રોકાણ ન કરવું જોઈએ. આ વિશે એક્સપર્ટનું કહેવું છે કે, પેની સ્ટોક્સ જ્યારે ચડે છે ત્યારે તેમાં સર્કિટ ઉપર લાગવા માંડે છે ત્યારે લોકો પૈસા લગાવવા માટે ઉતાવળ કરવા લાગે છે. પરંતુ જ્યારે પેની સ્ટોક નીચો આવે છે ત્યારે તેમાં લોઅર સર્કિટ આવે છે ત્યારે રોકાણકારો શેર વેંચી પણ નથી શકતા અને નુકશાન વેઠવું પડે છે. તેથી હંમેશા ફંડામેન્ટલી મજબુત કંપનીઓમાં રોકાણ કરવું.
જલ્દીથી કરોડપતિ બનવાની ઇચ્છા વાળા શેરબજારથી દૂર રહેવું : મોટાભાગે રોકાણકારો શેર બજારમાં રાતોરાત કરોડપતિ બનવા ઈચ્છે છે. તેઓએ બીજા કોઈનું સાંભળેલું હોય કે બજારને સટ્ટાઓનો અડ્ડો સમજે છે. એવું વિચારવા વાળા લોકોએ બજારથી દૂર રહેવું જોઈએ. શેર બજાર લાંબા સમયના રોકાણ માટે શ્રેષ્ઠ જગ્યા માંથી એક છે, નહી કે જુગારનું ઘર. મજબૂત કંપનીમાં રોકાણ કરીને અને લાંબા સમય કે મધ્યમ અવધિ માટે સારું રિટર્ન મેળવો.
નવા રોકાણકારોએ ઈન્ટ્રા ડે ટ્રેડિંગથી બચવું જોઈએ : વર્તમાન સમયમાં બજારમાં વધુ ઉતાર-ચઢાવ છે. સામાન્ય પરિસ્થિતિમાં પણ રોકાણકારોએ ઇન્ટ્રાડે ટ્રેડિંગથી બચવું જોઈએ. અહિયાં જલ્દી પૈસા ડૂબે છે કારણ કે તમને બજારનો લાંબો અનુભવ અને જ્ઞાન નથી હોતું. તેની ઝીણવટતા નથી ખબર હોતી. તેથી નુકશાનની સંભાવના અત્યંત વધી જાય છે. તેથી સારી કંપનીમાં રોકાણ કરવું જોઈએ. ઈન્ટ્રાડે ટ્રેડિંગમાં રોકાણથી બચવું જોઈએ.
જેટલા રૂપિયા લગાવ્યા હોય તેટલું જ વધારે વાંચવું : શેરબજારમાં તમે જેટલા રૂપિયા લગાવી રહ્યા હોવ તેટલું વધારે વાંચવું જોઈએ. માર્કેટ, કંપની, રીઝલ્ટ, એક્સપર્ટની સલાહ, વૈશ્વિક બજારનું વલણ આ બધી વસ્તુઓ વિશે જેટલું જાણશો તેટલું તમારા માટે શ્રેષ્ઠ રહેશે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી