આજના સમયમાં કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે લગ્ન કરી શકે છે. તેમજ એક કરતા વધુ લગ્ન પણ કરે છે. એટલે કે એક પાર્ટનર સાથે સેટ ન થયું હોય તો બીજા વ્યક્તિ સાથે લગ્ન કરે છે. આવું આજકાલ મોટી સેલિબ્રિટીઓ સાથે પણ થાય છે. આજે અમે તમને વાત કરીશું પૂર્વ ક્રિકેટર અરુણલાલની.
ભારતના પૂર્વ ક્રિકેટર અરુણલાલના બીજા લગ્ન આજકાલ એક ચર્ચાનો વિષય બની ગયો છે. 66 વર્ષના અરુણલાલ પોતાનાથી 28 વર્ષ નાની બુલબુલ સાહા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. જ્યારથી જ બંનેના લગ્નની વાત સામે આવી છે ત્યારથી જ લોકો તેનામાં એક અલગ પ્રકારની દિલચસ્પી લેવા લાગ્યા છે. ત્યારે આજકાલ બંનેની હલ્દી સેરેમનીની ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે.
66 વર્ષના અરુણલાલ અને 38 વર્ષની બુલબુલ સાહા થોડા નજીકના લોકોની હાજરીમાં હલ્દી સેરેમનીની રસમ કરી લીધી છે. રવિવાર એટલે કે 24 એપ્રિલ બંનેની હલ્દી સેરેમની થઈ છે. આ સમયે અરુણલાલે પીળી કફની પહેરી છે.
જયારે તેમની થનાર પત્ની બુલબુલ સાહા એ પણ લાલ-પીળી સાડી પહેરી છે. બંનેની હલ્દી સેરેમની પર ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. ફોટોમાં બંને ખુબ જ ખુશ દેખાય રહ્યા છે.
હવે ટ્વીટર પર અરુણલાલ અને બુલબુલ સાહાની હલ્દી સેરેમનીની આ ફોટો ખુબ જ વાયરલ થઈ રહી છે. જયારે ક્રિકેટ જગત સાથે જોડાયેલા લોકો અને ચાહકો બંનેને શુભેચ્છાઓ આપી રહ્યા છે. તેમજ આ જોડીના વખાણ કરી રહ્યા છે.
અરુણલાલ અને બુલબુલ સાહા 2 મેંના દિવસે લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નનું આમંત્રણ કાર્ડ આજકાલ ખુબ જ વાયરલ થઈ રહ્યું છે અને આકર્ષણ પેદા કરી રહ્યું છે.
ભારત માટે ઓપનીંગ કરનાર 66 વર્ષના અરુણલાલના આ બીજા લગ્ન છે. તેમની પહેલી પત્ની રીનાથી તલાક થઈ ગયો છે. રીનાની તબિયત આજકાલ ખુબ જ ખરાબ રહે છે. તેવામાં અરુણલાલ તેની મરજીથી આ બીજા લગ્ન કરવા જઈ રહ્યા છે.
ભારતના પૂર્વ ક્રિકેટર અરુણલાલનો જન્મ ઓગસ્ટ 1955 માં ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં થયો હતો. તેમણે બંગાળ માટે ક્રિકેટ રમી છે. અરુણલાલને 2016 માં કેન્સર થયું હતું. જેના કારણે તેણે કોમેન્ટ્રી મૂકી દીધી હતી. પછી તેણે બીમારીને માત આપીને બંગાળ ટીમની કોચિંગની કમાન સંભાળી હતી.
જો અરુણલાલના ક્રિકેટ કેરિયરની વાત કરવામાં આવે તો તેમણે ભારત માટે 16 ટેસ્ટ અને 13 વનડે મેચ રમી છે. આ દરમિયાન તેમણે ટેસ્ટમાં 729 અને વનડે માં 122 રન બનાવ્યા છે.અરુણ પોતાના કેરીયેરમાં ઇન્ટરનેશનલ શતક બનાવી શક્યા નથી.
અરુણલાલ ફર્સ્ટ ક્લાસમાં 156 મેચ રમ્યા છે. જેમાં 30 શતક કરીને કુલ 10421 રન બનાવ્યા છે. અરુણે પહેલી ઇન્ટરનેશનલ મેચ 27 જાન્યુઆરી 1982 માં ઇંગ્લેન્ડ વિરુદ્ધ કટક વનડે રમી હતી. જયારે છેલ્લી મેચ એપ્રિલ 1989 માં વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ કીન્ગ્સટન ટેસ્ટ રમી હતી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી