મિત્રો જયારે આપણા શરીરમાં હિમોગ્લોબીનની કમી થાય છે ત્યારે આપણું શરીર શુષ્ક થવા લાગે છે. આ સમયે તમારે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જેનાથી તમારા લોહીના ટકા વધે. આજે અમે તમને આ લેખમાં શરીરમાં હિમોગ્લોબીનની પુરતી કરવા માટે કેટલીક રેસિપી વિશે જણાવશું.
જયારે શરીરને પુરતું પોષણ નથી મળતું, તો તેનાથી શરીરમાં હિમોગ્લોબીનની કમી થઈ જાય છે. લોહીમાં હિમોગ્લોબીન ઓછું થવાની સમસ્યાને મેડિકલ ભાષામાં એનીમિયા કહેવામાં આવે છે. આ સમસ્યા પુરુષોની તુલનામાં મહિલાઓને વધુ થાય છે. હિમોગ્લોબીન લાલ રક્ત કોશિકાઓમાં મળતું એક આયરન યુક્ત પ્રોટીન છે. જે કોશિકાઓને તેનું વિશિષ્ટ લાલ રંગ પ્રદાન કરે છે. શરીરમાં હિમોગ્લોબીનના સ્તરને બનાવી રાખવુ ખુબ જરૂરી છે, કારણ કે તે શરીરના દરેક ભાગને ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. હિમોગ્લોબીન ફેફસાથી ઓક્સિજન શરીરના ઉતકો અને અંગો સુધી પહોંચાડે છે. સાથે જ આથી કાર્બન ડાયોક્સાઈડને ફરીથી ફેફસામાં લઈ જવામાં મદદ કરે છે.
જયારે શરીરમાં હિમોગ્લોબીનની કમી થાય છે ત્યારે તે ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. હવે સવાલ એ છે કે, તમે હિમોગ્લોબીનની ઉણપ છે તે કેવી રીતે જાણી શકો અને તેનાથી છુટકારો કેવી રીતે મેળવી શકશો. આ લેખમાં આપણે આયુર્વેદિક ચિકિત્સક પાસે જાણીશું હિમોગ્લોબીનની કમી છે તે કેવી રીતે જાણી શકાય તેમજ તેના કેટલાક ઉપાયો વિશે જાણશું.
હિમોગ્લોબીનની કમીના કારણો : એક્સપર્ટન માનવામાં આવે તો હિમોગ્લોબીનની કમી માટે ઘણા કારણો જવાબદાર હોય છે. જેમ કે પોષક તત્વોની કમી, ઈજા થવી, ગેસ્ટ્રીક અલ્સર, બવાસીરના કારણે લોહી નીકળવું, માસિક દરમિયાન વધુ બ્લીડિંગ થવું. આ સિવાય અન્ય કારણો જેવા કે રેડીએશન, કીમોથેરેપી, અને દવાઓ વગેરેને કારણે હાડકાઓને નુકશાન પહોંચવું, કિડની ખરાબ હોવી અને બોન મેરો ડીસઓર્ડર.
શરીરમાં હિમોગ્લોબીનની કમીના સંકેત અને લક્ષણ : એક્સપર્ટ અનુસાર જયારે શરીરમાં હિમોગ્લોબીનની માત્રા ઓછી થાય છે ત્યારે તેનાથી શરીરના અંગ સુધી ઓક્સિજનનું પરિવહન નથી થતું. હિમોગ્લોબીનની કમી થવા પર ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સમાનો કરવો પડે છે. જેમ કે શ્વાસ લેવામાં તકલીફ, હૃદયની ધડકન તેજ થવી, ત્વચામાં પીળાશ, થાકનો અનુભવ થાવો, ચક્કર આવવા, હાથ પગ ઠંડા થવા, બેભાન થવું વગેરે. જો શરીરમાં આ પ્રકારના લક્ષણ જોવા મળે તો એનીમિયાનો ટેસ્ટ કરાવવો. તેના માટે CBC નો ટેસ્ટ કરાવવો.
શરીરમાં હિમોગ્લોબીનની સામાન્ય માત્રા : શરીરમાં હિમોગ્લોબીનનું સામાન્ય સ્તરની વાત કરવામાં આવે તો વયસ્ક પુરુષોમાં તેનું સ્તર 14 થી 18g/dL હોવું જોઈએ. જ્યારે મહિલાઓમાં તેનું સ્તર 12 થી 16g/dL હોવું જોઈએ. જો શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર તેનાથી ઓછું હોય તો એનીમિયાનું કારણ બની શકે છે.
હિમોગ્લોબીનની કમી કેવી રીતે દુર કરવી : એક્સપર્ટ જણાવે છે કે, એ ખુબ જરૂરી છે કે પોતાના શરીરમાં હિમોગ્લોબીનની કમી દુર કરવા માટે જરૂરી ઉપાય કરવા. આ માટે તમે આયરન યુક્ત ફૂડસનું સેવન કરી શકો છો. સાથે જ આ રેસિપી તમારા હિમોગ્લોબીનના સ્તરને સુધારવામાં મદદ કરે છે. તો ચાલો જાણીએ હિમોગ્લોબીનની કમી દુર કરવા માટેની રેસિપી.
સરગવાના પાનનું થોરન : સામગ્રી – અડધો કપ સરગવાના પાન, અડધી ચમચી ઘી, એક નાની ડુંગળી, સિંધાલુણ મીઠું સ્વાદ અનુસાર.
બનાવવાની રીત : એક વાસણમાં ઘી ગરમ કરો, તેમાં સમારેલી ડુંગળી નાખો અને પછી સારી રીતે શેકી નાખો. હવે તેમાં સરગવાના પાન અને સિંધાલુણ મીઠું નાખો. તેને ત્યાં સુધી શેકો જ્યાં સુધી તે પાકી ન જાય.પછી તેનું સેવન કરો.
કિશમિશ અને ખજૂરનું ડ્રીંક : સામગ્રી – 7 થી 8 કિશમિશ અને 2 થી 3 ખજૂરમની પેચી.
બનાવવાની રીત : એક વાસણમાં ખજૂર અને કિશમિશ આખી રાત પાણીમાં પલાળી દો. બીજા દિવસે સવારે પીસી નાખો. હવે આ પાણીને એક ગ્લાસમાં ગાળી લો અને પછી પી લો.
એબીસી જ્યુસ : સામગ્રી – ¼ કપ આંબળા, ½ કપ બીટ, ½ ગાજર, 1 કપ પાણી.
બનાવવાની રીત : બધી સામગ્રીઓને બ્લેન્ડરમાં નાખીને પીસી નાખો અને પછી તેને એક વાસણમાં કાઢીને સેવન કરો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી