કર્જમાં ડૂબેલા અનિલ અંબાણી રહે છે આટલી કિંમતના આલીશાન ઘરમાં, લાઈટ બિલ રકમ જાણીને તો હોંશ ઉડી જશે…

કર્જમાં ડૂબેલા અનિલ અંબાણી રહે છે આટલી કિંમતના આલીશાન ઘરમાં, લાઈટ બિલ રકમ જાણીને તો હોંશ ઉડી જશે….

અનિલ અંબાણી આ સમયે કરોડો રૂપિયાના કર્જમાં ડૂબેલા છે અને તેના પર લંડનની કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. અનિલ અંબાણીએ ઘણી બધી ચીની બેંક પાસેથી કર્જ લીધું હતું અને તે કર્જને ચુકવવામાં નાકામ રહ્યા. એક રિપોર્ટ અનુસાર અનિલ અંબાણી ઉપર એક્સપોર્ટ એન્ડ ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઈના અને ડેવલપમેન્ટ બેંક ઓફ ચાઈનાના 716 મિલિયન ડોલર એટલે કે, લગભગ 5,276 કરોડ રૂપિયાનું કર્જ છે અને તે કર્જને લઈને આ બેંકે તેના પર કેસ કર્યો છે.

લંડનની અદાલતમાં તેને 2020 જુન મહિના સુધીનો સમય કર્જ ભરવા માટે આપ્યો હતો. પરંતુ તેમાં તેઓ નાકામ રહ્યા હતા. તેમણે કોર્ટને કહ્યું હતું કે, તેની પાસે કંઈ પણ વધ્યું નથી અને ઘરેણા વહેંચીને વકીલની ફિસ આપી રહ્યા છીએ. પરંતુ તમને એ જાણીને હેરાની થશે કે અનિલ અંબાણી જે ઘરમાં રહે છે તેની કિંમત 5 હજાર કરોડ કરતા પણ વધુ છે. જી હા મિત્રો, જેટલું તેના પર કર્જ છે તેના કરતા વધારે કિંમતનું તો તેની પાસે ઘર છે.

અનિલ અંબાણીનું આં ઘર મુંબઈમાં છે અને આ ઘરમાં કુલ ચાર લોકો રહે છે. જેમાં અનિલ અંબાણી, ટીના મુનિમ અને તેના બંને બાળકો અનમોલ અને અનશુલ અંબાણી રહે છે.

ધીરુભાઈ અંબાણી ગ્રુપના ચેરમેન અનિલ અંબાણીએ ખુબ જ શાનદાર રીતે આ ઘરને બનાવ્યું છે. વર્ષ 2018 માં ફાઇનાન્સિયલ સર્વિસીસ કંપની IIFL એ ભારતના સૌથી મોંઘા ઘરોના લિસ્ટમાં તેના ઘરને બીજું સ્થાન આપ્યું હતું. જો કે તેના ભાઈ મુકેશ અંબાણીના ઘરને આ લિસ્ટમાં પહેલું સ્થાન મળ્યું હતું.

અનિલ અંબાણીના ઘરમાં ડેકોરેશનનો જે સામાન લગાવવામાં આવ્યું છે તેની કિંમત પણ કરોડો રૂપિયા છે. તેમણે વિદેશોના ઇન્ટીરીયર ડિઝાઈનર્સ પાસે પોતાનું ઘર સજાવ્યું હતું.

તેમણે પોતાના બંગલાને મુંબઈના પાલી હિલ વિસ્તારમાં બનાવ્યું છે. અનિલ અંબાણીનું ઘર Abode 1600 સ્ક્વેર ફૂટમાં બનેલું છે અને ઘરમાં જીમ, સ્વિમિંગ પુલ સહિત ઘણી બધી સુવિધા મૌજુદ છે.

તેમણે પોતાના ઘરની છત પર જ હેલિપેડ પણ બનાવ્યું છે. એવું કહેવાય છે કે, આ ઘરને તેઓ ઊંચું બનાવવા ઈચ્છતા હતા. પરંતુ તેવું કરવા માટે તેને ઓથોરિટી તરફથી પરમીશન ન મળી.

તેના ઘરમાં ઘણા બધા હોલ છે અને તેને ખુબ જ સુંદર રીતે સજાવવામાં આવ્યા છે. અનિલ અંબાણીના આ ઘરની રખાવટ માટે પણ ખુબ જ ખર્ચ થાય છે. તેના આ ઘરમાં ખુબ જ સંખ્યામાં સ્ટાફ છે. જેને દર મહિને લાખોની સેલેરી આપવામાં આવે છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ, સપ્ટેમ્બર મહિનાનું ઘરનું લાઈટ બિલ જ 70 લાખ રૂપિયા સુધીનું આવ્યું હતું. જે 6,37,240 યુનિટ વીજળી ખર્ચ થવા પાર આવ્યું હતું.. તેમજ કોર્ટમાં જ્યારે તેના ઘરના ખર્ચ વિશે મુદ્દો ઉઠાવવામાં આવ્યો તો તેણે જણાવ્યું કે તેના ઘરનો ખર્ચ તેની પત્ની ઉઠાવે છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

Leave a Comment