ગરમીના આ સમયમાં બધા જ લોકોએ નાછૂટકે તાપમાન સહન કરવું પડે છે અને વધુ પડતા તડકાને કારણે લોકોને લૂ નો સામનો કરવો પડી રહ્યો છે. આમ એક બાજુ જ્યાં કોરોના વાયરસનો ભય છે તો બીજી બાજુ ગરમીનો ત્રાસ પણ શરૂ છે. આ લેખ દ્વારા અમે તમને આ બંને સમસ્યાથી રાહત કેવી રીતે મળે તેનના વિશે જણાવશું. શું તમે ક્યારેય પણ આમળા અને સરગવાનું ડ્રીંક પીધું છે ? જો ન પીધું હોય તો આજે આ લેખમાં તેના વિશે અને તેના દ્વારા થતા અદ્દભુત ફાયદા વિશે જણાવશું. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
આમળા અને સરગવાના ડ્રીંકનું સેવન કરવાથી તમારું શરીર હાઈડ્રેટ રહે છે. સાથે જ તે કોરોનાથી લડવામાં તમારી મદદ કરે છે. આ ડ્રીંક ઇમ્યુનિટી વધારવાની સાથે વજન ઓછું કરે છે, આંખ માટે સારું છે, પેટ સંબંધી સમસ્યા દુર કરે છે. ચાલો તો આ વિશે વિગતે જાણી લઈએ.વજન ઓછું કરવા માટે : આમળા પોષક તત્વથી ભરપુર હોય છે. તેમાં રહેલ વિટામિન સીની માત્રા ઈમ્યુન સિસ્ટમને મજબુત કરે છે. તે શરીરથી ટોનીક્સ પદાર્થ બહાર કાઢે છે. તેમજ મેટાબોલિઝ્મ વધારે છે. તે બર્ન કરવા માટે ખુબ જ ઉપયોગી છે. જ્યારે સરગવો વિટામિન અને મિનરલ્સથી ભરપુર છે. તે ફેટ બ્રેકડાઉનમાં તમારી મદદ કરે છે. આમળા વજન અથવા બેલી ફેટ ઘટાડવા માટેનું સારું એવું સ્ત્રોત માનવામાં આવે છે. આમ વજન ઓછું કરવા માટે તમે આ ડ્રીંકનું સેવન કરી શકો છો.
આંખનું તેજ : આમળા અને સરગવાનું બનેલ આ ડ્રીંક આંખ માટે ખુબ જ લાભકારી છે. આમળામાં રહેલ કેરોટીન આંખની રોશની વધારે છે. જ્યારે સરગવામાં ઝાંખું દેખાવાની શક્તિ દૂર કરવાના ગુણ રહેલા છે. સરગવાના એન્ટી ઓક્સીડેન્ટ ગુણ આંખનો સોજો અને દુઃખાવો દુર કરે છે. આમળા સરગવાના આ જ્યુસમાં વિટામિન સી હોય છે. જે આંખના સ્નાયુઓને મજબૂત કરે છે. તેના કેટાટેક્ટ આંખમાં જલન, આંખમાં લોહી આવવું, આંખમાં પાણી આવવું વગેરે પણ દુર કરે છે. આ ડ્રીંકના સેવનથી આંખને ઘણો ફાયદો થાય છે.કબજિયાત અને પાઈલ્સ : આમળા અને સરગવાનું આ ડ્રીંક કબજિયાત અને પાઈલ્સની સમસ્યાથી બચાવે છે. સરગવામાં રહેલ વિટામિન બી પાચનમાં મદદ કરે છે. આમળા ફાઈબરથી ભરપૂર હોય છે. જ્યારે ફાઈબર એ કબજિયાતથી રાહત અપાવવામાં મદદ કરે છે. તે મળ ત્યાગના દર્દને ઓછો કરે છે. તેમજ પેટ સાફ કરવામાં મદદ કરે છે. આમળા અને સરગવાનું આ ડ્રીંક પાઈલ્સની બધી સમસ્યાથી શરીરને બચાવે છે. તે આંતરડાના સોજાને ઓછો કરે છે.
લોહી માત્રા : શરીરમાં લોહીની ઉણપ અન્ય ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. આમળા અને સરગવાનું આ જ્યુસ હિમોગ્લોબીનને વધારે છે. તેમાં આમળાના ગુણ શરીરમાં લાલ કોશિકાઓને વધારે છે. સાથે જ લોહીને સાફ કરવાનું કામ કરે છે. આ ડ્રીંક એનિમિયાના રોગીઓ માટે ખુબ સારું છે. સરગવામાં રહેલ ફોલિક એસિડ, વિટામિન બી 12, વિટામિન સી લોહી વધારવાનું કામ કરે છે. આ ડ્રીંક થાક અને નબળાઈને દૂર કરે છે.ઇમ્યુનિટી : આ ડ્રીંક એક ઇમ્યુનિટી બુસ્ટરનું કામ કરે છે. તે ઇમ્યુન સિસ્ટમને શક્તિશાળી બનાવે છે. સરગવામાં રહેલ વિટામિન એ અને આયરન સહીત બધા ગુણ ઈમ્યુન સીસ્ટમની ક્ષમતા વધારે છે. આમળા પણ ઈમ્યુનીટી વધારવાનું કામ કરે છે. આમળામાં વિટામિન સી હોવાથી તે ઇમ્યુનિટી માટે ખુબ સારું છે. આ ડ્રીંક એન્ટી ઓક્સીડેન્ટથી ભરપુર છે અને તે શરીરને કોઈ પણ બેક્ટેરિયા અથવા વાયરસથી લડવામાં મદદ કરે છે. આથી જો તમારે મહામારીના આ સમયમાં પોતાની ઇમ્યુનિટી બુસ્ટ કરવી છે તો દરરોજ આ ડ્રીંકનું સેવન કરો.
આમળા અને સરગવાનું ડ્રીંક બનાવવાની રીત : તેના માટે જોઈતી સામગ્રીમાં સામાન્ય આકારનો એક આમળો, એક ચમચી સરગવાના પાવડરની અથવા 7 થી 8 સરગવાના પાન અને એક ગ્લાસ – પાણી.બનાવવાની રીત : સૌથી પહેલા આમળા અને સરગવાના પાનને સારી રીતે પીસી નાખો. હવે તેને ગાળીને એક ગ્લાસમાં નાખો અને તેમાં પાણી ઉમેરો. આમ તમારું આમળા અને સરગવાનું જ્યુસ તૈયાર છે. તે દરરોજ ખાલી પેટ પીવો. આમળા અને સરગવાનું આ ડ્રીંક હકીકતે રોગપ્રતિકારક ક્ષમતા વધારવાની સાથે તમને અન્ય ફાયદાઓ પણ આપે છે. આથી જ આજથી તેનું સેવન કરવાનું શરૂ કરી દો. આ સિવાય આ ડ્રીંક તમને આંતરિક રીતે ઠંડક આપવાનું કામ કરે છે. તમારા પેટની ચરબીને ઓછી કરે છે. શરીરમાં ગંદકીને જમા નથી થવા દેતું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી