અમિતાભ બચ્ચને કર્યું એક મોટું એલાન, કરશે ખુદની આ ખાસ વસ્તુનું દાન ! જાણો એવું તો શું છે….

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચન દેશમાં પ્રાકૃતિક આપત્તિઓ તેમજ કોઈ પણ અન્ય મુશ્કેલી ભર્યા સમયમાં ઘણી વાર ડોનેશન આપતા આવ્યા છે. અમિતાભે કોરા અથવા પુરથી પ્રભાવિત ક્ષેત્રમાં ઘણી વાર કરોડો રૂપિયાનું દાન રાહતકોષમાં જમા કર્યું છે. પરંતુ આ વખતે અમિતાભ બચ્ચને તેનાથી પણ વધુ આગળ વધીને પોતાની એક વસ્તુ દાન કરવાનું વિચાર્યું છે. જેને લઈને સોશિયલ મીડિયા પર ખુબ જ ચર્ચા ચાલી રહી છે. તો ચાલો જાણીએ કે અમિતાભ બચ્ચન એવું તો શું દાન કરવા જઈ રહ્યા છે.

અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરીને આ વાતની ઘોષણા કરી છે. તેણે પોતાની તસ્વીરને પોસ્ટ કરી છે જેમાં તેના કોટ પર એક નાનું એવું ગ્રીન કલરનું રિબન પણ છે. પોતાની તસ્વીરને શેર કરતા અમિતાભે જણાવ્યું કે, “હું એક શપથ લઈ ચુકેલો ઓર્ગન ડોનર (અંગ દાન) છું. મેં આ ગ્રીન રિબન તેની પવિત્રતા માટે પહેર્યું છે.”

મિત્રો અમિતાભ બચ્ચનના ટ્વિટના જવાબમાં ખુબ જ લોકોએ ડોનેશન બાદ મળેલા ખુદના જ સર્ટિફિકેટ શેર કર્યા છે અને જણાવ્યું છે કે, કોઈ પણ રીતે તેઓ પણ પોતાના ઓર્ગન્સ ડોનેટ કરી ચુક્યા છે. તેમજ અમુક એવા લોકો છે જેણે અમિતાભથી પ્રભાવિત થઈને પોતાના ઓર્ગન્સ ડોનેટ (અંગ દાન) કરવાની વાત કહી છે. તેમાં એક યુઝરે ટ્વિટ કરીને કહ્યું કે, અમિતાભના ઓર્ગન્સ કોઈને ટ્રાન્સપ્લાન્ટ ન કરી શકાય.

યુઝરે લખ્યું કે, “સર, તમને હેપેટાઈટિસ-બી રહ્યું છે. તમારા ઓર્ગન્સ કોઈ અન્ય વ્યક્તિને ન લગાવી શકાય. આ સિવાય તમે ખુદનું લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવી ચુક્યા છો અને ઈમ્યુનોસપ્રેસેંટ ડ્રગ્સ લ્યો છો. હું ઓર્ગન્સ ડોનેટ કરવા અને બીજાની જિંદગી બચાવવા માટેના તમારા ફેસલાની સરાહના કરું છું, પરંતુ હું માફી માંગું છું કે, તમે સાયન્ટીફીક રીતે ઓર્ગન ડોનેટ ન કરી શકો.”

તમને જણાવી દઈએ કે, અમિતાભે હાલમાં જ નાના પડદા પર એક વાર ફરી વાપસી કરી છે. અમિતાભ બચ્ચને કોન બનેગા કરોડપતિ સિઝન 12 ને હોસ્ટ કરી રહ્યા છે. આ શો ને લઈને દરેક વખત જેવો જ લોકોમાં ઉત્સાહ અને જોશ જોવા મળી રહ્યો છે. પરંતુ દર વર્ષની જેમ કોવિડ-19 ના કારણે ઓડિયન્સ જોવા નથી મળતું. આ સિવાય ઓડિયન્સ પોલ લાઈફલાઈનને પણ હટાવી દેવામાં આવ્યું છે.

Leave a Comment