મફતમાં મળતી આ ઔષધીને લગાવી દો તમારા વાળમાં, મોંઘા શેમ્પુ કે કંડીશનર વગર વાળ થઇ જશે એકદમ શાયની અને સિલ્કી… વાળ રહેશે આજીવન લાંબા…

દરેકને પોતાના વાળને હેલ્દી બનાવવા માટે ગમતા હોય છે. અને આ માટે તેઓ અનેક વસ્તુઓનો ઉપયોગ પણ કરતા હોય છે. જો કે તમે કુદરતી રીતે  બનેલ જેલ એટલે કે એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. તેનાથી વાળને પુરતું પોષણ મળે છે. વાળ લાંબા, મુલાયમ, ચમકદાર, અને ઘટ્ટ બને છે. વાળના હેલ્દી વિકાસ માટે એલોવેરા ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. 

ફિટ અને હેલ્થી રહેવા માટે દરરોજ સવારે ખાલી પેટ એલોવેરાનું જ્યુસ પીવાની સલાહ આપવામાં આવે છે. તે સિવાય એલોવેરાને વાળ અને ત્વચા માટે પણ ફાયદાકારક ગણવામાં આવે છે. સામાન્ય રીતે લોકો સ્વસ્થ રહેવા માટે એલોવેરાનું સેવન કરે છે. તેમજ સ્કિનમાં સુધારો કરવા માટે એલોવેરાને પોતાના ચહેરા, ગરદન અને હાથ પર પણ લગાડે છે. તે સિવાય તમે ઈચ્છો તો, તમારા વાળની સુંદરતા વધારવા માટે પણ એલોવેરાનો ઉપયોગ કરી શકો છો. કારણ કે, પર્સનાલિટીમાં સુધારો કરવા માટે વાળનું સુંદર દેખાવું પણ ખૂબ જ જરૂરી હોય છે. તમે ઘણા પ્રકારે એલોવેરાનો યુઝ કરીને તમારા વાળને સોફ્ટ, શાઈની અને સ્મૂથ બનાવી શકો છો.વાળને ચમકદાર બનાવવા માટે એલોવેરા:- 

1) વાળમાં એલોવેરા પલ્પ લગાડવું:- એલોવેરાનો ઉપયોગ તમે ઘણી રીતે વાળમાં કરી શકો છો. તમે તેના પલ્પ કાઢીને વાળમાં લગાવી શકો છો. જો તમે તમારા વાળને ચમકદાર અને મુલાયમ બનાવવા માંગતા હોય તો, તમે એલોવેરાને ડાઇરેક તમારા વાળમાં લગાડી શકો છો. તે માટે એલોવેરાનું ફ્રેશ પાન લો, તેમાંથી એલોવેરા જેલ કે પલ્પ કાઢો. હવે આ પલ્પને તમારા વાળ અને સ્કેલ્પ પર સરખી રીતે લગાડો. અડધાથી એક કલાક પછી વાળને તાજા પાણીથી ધોઈ લો. તેનાથી તમારા વાળને નમી મળે છે, વાળ મુલાયમ, સુંદર અને ચમકદાર પણ બને છે. આમ એલોવેરાના પલ્પ લગાવવાથી વાળ મજબુત બને છે. 

2) એલોવેરા સ્પ્રેનો ઉપયોગ કરવો:- એલોવેરાનો ઉપયોગ તમે સ્પ્રે રૂપે પણ કરી શકો છો. અને આ સ્પ્રે તમે ઘરે બનાવીને વાળમાં લગાવી શકો છો. તમે તમારા વાળમાં સામાન્ય રીતે સ્પ્રે વગેરેનો ઉપયોગ કરતાં હશો. પરંતુ સ્પ્રેમાં કેમિકલ હોય છે, જેનાથી વાળ ડેમેજ થઈ શકે છે. માટે તમે ઈચ્છો તો તમારા વાળને શાઈની અને સોફ્ટ બનાવી રાખવા માટે એલોવેરા સ્પ્રેનો ઉપયોગ કરી શકો છો. તે માટે તમે એલોવેરાનું પલ્પ લો, તેમાં પાણી મિક્સ કરો અને ગ્રાઈંડ કરી લો અને સ્પ્રે બોટલમાં ભરી લો. ત્યાર બાદ તમે તમારા વાળને તેનાથી સ્પ્રે કરી શકો છો. તેનાથી વાળની નેચરલ ચમક જળવાઈ રહે છે.3) એલોવેરનું જ્યુસ પીઓ:- જેમ એલોવેરા ને વાળમાં લગવવાથી ફાયદો થાય છે તેમ તેનું સેવન કરવાથી પણ વાળને ફયાદોત થાય છે. એલોવેરાનું જ્યુસ પીવાથી વાળને અંદરથી પોષણ મળે છે. તેમજ અન્ય બીમારીઓ સામે પણ રક્ષણ મળે છે. એલોવેરનું જ્યુસ પીવાથી સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો થાય છે. તેની સાથે જ એલોવેરા જ્યુસ ત્વચા અને વાળ માટે પણ ફાયદાકારક હોય છે. તમારા વાળાને ચમકદાર અને મુલાયમ બનાવવા માટે તમે એલોવેરા જ્યુસનું સેવન કરી શકો છો. દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ એલોવેરાનું જ્યુસ પીવાથી તમારા વાળ હેલ્થી અને સારા બની શકે છે. માટે તમારે દરરોજ સવારે એલોવેરાનું જ્યુસ જરૂરથી પીવું જોઈએ. 

તમે પણ તમારા વાળાને સોફ્ટ, શાઈની અને સ્મૂથ બનાવવા માટે એલોવેરાનો યુઝ કરી શકો છો. દરરોજ એલોવેરાનું સેવન કરવાથી, એલોવેરાને વાળમાં લગાડવાથી વાળમાં ચમક આવી શકે છે, વાળ મુલાયમ બની શકે છે. વાળને હેલ્દી રાખવામાં માટે એલોવેરા ખુબ જ ગુણકારી છે. તેનાથી વાળ મજબુત, લાંબા, ચમકદાર, અને મુલાયમ બને છે. વાળના હેલ્દી સ્વાસ્થ્ય માટે એલોવેરા લાભકારી માનવામાં આવે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment