ગર્ભાવસ્થામાં મહિલાઓ માટે આ ટુકડાનું સેવન છે અમૃત સમાન, કબજિયાત, હાડકા અને હૃદયની સમસ્યા રહેશે દુર… 9 મહિના સુધી માતા અને બાળક રહેશે એકદમ સ્વસ્થ…

જયારે મહિલાઓ ગર્ભાવસ્થા માંથી પસાર થાય છે ત્યારે એવું કહેવામાં આવે છે કે તેને દરેક હેલ્દી ખોરાકનું સેવન કરવું જોઈએ. પણ અમુક વસ્તુઓ એવી પણ હોય છે જેને ગર્ભાવસ્થા દરમિયાન ન ખાવી જોઈએ. અને અમુક પૌષ્ટિક તત્વોનું જરૂરથી સેવન કરવું જોઈએ. આવી જ હેલ્દી વસ્તુમાં એક છે કોળું. જેનું નામ તમે સાંભળ્યું હશે. તેના સેવનથી ગર્ભવતી મહિલાને ઘણું જ પોષણ મળે છે. તેમજ તેને અન્ય સ્વાસ્થ્ય લાભો પણ થાય છે. આથી ગર્ભાવસ્થામાં તેનું સેવન કરવું લાભકારી માનવામાં આવે છે. 

કોળાનો સ્વાદ ભલે લાજવાબ ન હોય, પરંતુ તેમાં પોષણ પ્રચુર માત્રામાં જોવા મળે છે. કોળાનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. ખાસ કરીને પ્રેગ્નેન્સી દરમિયાન મહિલાઓ કોળાનું સેવન કરે તો, તે તેમને અને તેમના ગર્ભમાં રહેલા બાળક માટે ખૂબ જ ફાયદાકારક રહે છે.કોળામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેડ, આયરન, ફાઈબર, સોડિયમ તેમજ ફોલેટ, વિટામિન ઇ જેવા ઘણા પોષકતત્વો જોવા મળે છે. આ બધા જ પોષકતત્વો માં અને બાળકના સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવે છે. આજે આ લેખમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પ્રેગ્નેન્સીમાં કોળું ખાવાથી સ્વાસ્થ્યને ક્યાં ફાયદાઓ મળે છે. 

પ્રેગ્નેન્સીમાં કોળું ખાવાના ફાયદા:- 

1) કબજિયાતની સમસ્યા દૂર રહે છે:- ગર્ભાવસ્થામાં આપણી શારીરિક ગતિવિધિમાં ઘણા ફેરફાર થાય છે. આથી ખોરાકનું સેવન કરવામાં ધ્યાન રાખવું પડે છે. અને આં સમય દરમિયાન જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો તમારે કોળાનું સેવન કરવું જોઈએ. પ્રેગ્નેન્સી દરમિયાન ડાયેટમાં ફેરફાર અને દવાઓના કારણે કબજિયાત થવી સાવ સામાન્ય વાત ગણવામાં આવે છે. કોળામાં પર્યાપ્ત માત્રામાં ફાઈબર જોવા મળે છે, માટે જ તે કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે મદદરૂપ સાબિત થાય છે. ઘણી રિસર્ચમાં એ વાત સામે આવી છે કે, કોળાનું સેવન કરવાથી પાચનતંત્રને સરખું કરવામાં મદદ મળે છે.2) આંખો માટે ફાયદાકારક:- ગર્ભવતી મહિલા જે ખોરાકનું સેવન કરે છે તેની અસર બાળક પર પણ થાય છે. આથી બાળકની આંખનું તેજ વધારવા માટે તમે કોળાનું સેવન કરી શકો છો. ગર્ભમાં રહેલા બાળકની આંખોને સ્વસ્થ બનાવવામાં પણ કોળું મદદરૂપ સાબિત થઈ શકે છે. કોળામાં બીટા-કેરોટિન નામનું પોષકતત્વ જોવા મળે છે, જે આંખોને હેલ્થી રાખવામા મદદરૂપ ગણવામાં આવે છે. 

3) હાર્ટની હેલ્થ માટે ફાયદાકારક:- હ્રદયના સ્વાસ્થ્ય માટે કોળું ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી હાર્ટની તકલીફ દુર થાય છે. કોળું હાર્ટ માટે ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. કોળામાં પોટેશિયમ જોવા મળે છે. પોટેશિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરીને હાર્ટથી જોડાયેલી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે.4) હાડકાંને મજબૂત બનાવે છે:- હાડકાને મજબુત બનાવવા માટે કેલ્શિયમની જરૂર હોય છે. આથી મહિલા તેમજ બાળકને કેલ્શિયમ મળી રહે તે માટે કોળાનું સેવન ખુબ જ લાભકારી છે. ગર્ભમાં રહેલા બાળકના હાડકાં મજબ્ત થાય તે માટે મહિલાઓ દૂધ અને કેલ્શિયમ યુક્ત આહારને ડાયેટમાં સમાવિષ્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. એવામાં કોલનું સેવન ખૂબ જ ફાયદાકારક ગણવામાં આવે છે. કોળામાં પર્યાપ્ત માત્રામાં કેશિયમ જોવા મળે છે, માટે જ તે હાડકાંના વિકાસમાં મદદરૂપ ગણવામાં આવે છે. 

5) ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે:- રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કોળાને ખુબ જ ગુણકારક માનવામાં આવે છે. તેનાથી તમે રોગો સામે લડી શકો છો. પ્રેગ્નેન્સી દરમિયાન હાર્મોન્સમાં બદલાવ થવાના કારણે મહિલાઓની ઇમ્યુનિટી નબળી પડી જાય છે. ઇમ્યુનિટીને મજબૂત બનાવવામાં કોળું ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. કોળામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ અને બીટા-કેરોટિન જોવા મળે છે જે ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવવામાં મદદ કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment