1 એપ્રિલથી તમારી ગાડી આ વસ્તુ નહિ હોય તો થશે મોટી મુશ્કેલી. ફરજિયાત જાણો સરકારનો આ નિયમ

મિત્રો તમે કાર ચલાવતા હશો તેમજ કાર ચલાવતા હશો તો એટલું પણ જાણતા હશો કે વાહન ચલાવતી વખતે સરકારના એટલે કે વાહન વ્યવહારના કેટલાક નિયમોનું પાલન કરવું એ પણ જરૂરી છે. જે આપણી જ સલામતી માટે છે. અને જો આપણે તે નિયમોનું પાલન નથી કરતા તો તેનો દંડ પણ ભોગવવો પડે છે. આથી જો તમે ફોર વ્હીલર વાહન ચલાવતા હો અને તે વાહનમાં તમારું આ ફીચર નથી તો તમને મુશ્કેલી થઈ શકે છે. આથી આ નિયમ લાગુ પડે તે પહેલા જ તમારી કારમાં આ ફીચર નખાવી દેવું તમારા માટે ખુબ આવશ્યક છે.

મિત્રો આજે કાર અકસ્માત ખુબ જ વધી રહ્યા છે તો આવામાં સરકારે નવા નિયમો માટે નિર્ણયો લેવા જરૂરી બની જાય છે. મુસાફરો શાંતિ પૂર્વક સફર કરી શકે તે માટે આજે સરકાર કારમાં ફ્રન્ટ એરબેગ(Airbag mandatory)ફરજિયાત બનાવવા જઈ રહી છે જેથી અકસ્માત થાય તો પણ જાનહાની ન થાય અને ઇજા ઓછી થાય.

જો તમે કાર ચલાવો છો, તો તમારા માટે એક મોટા સમાચાર છે. ભારત સરકાર કારમાં ફ્રન્ટ એરબેગ (Airbag mandatory) ફરજિયાત બનાવવા જઈ રહી છે. હવે 1 એપ્રિલથી ડ્રાયવરની સાથે-સાથે મુસાફરોની સાઈડમાં પણ દરેક વાહનોમાં એરબેગ આપવાની ફરજીયાત રહેશે. માર્ગ અને પરિવહન મંત્રાલયે આ અંગે કાયદા મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને મંજૂરી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે સરકારે કારમાં મુસાફરી કરતા લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો છે. આ માટે પરિવહન મંત્રાલયે કાયદા મંત્રાલયને એક પ્રસ્તાવ મોકલ્યો હતો, જેને કાયદા મંત્રાલયે પરિવહન મંત્રાલયની આ દરખાસ્તને મંજૂરી આપી દીધી છે.

31 ઓગસ્ટ સુધી એરબેગ ફરજિયાત રહેશે : મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી ત્રણ કાર્યકારી દિવસોમાં આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવશે.તેનો અર્થ એ છે કે, 1 એપ્રિલ 2021 ના ​​રોજ અથવા તેના પછી બનેલી કારોને બે ફ્રન્ટ એરબેગની જરૂર પડશે. જાહેરનામા મુજબ, 31  ઑગસ્ટથી નવા મોડલ માટે નવો નિયમ લાગુ કરવામાં આવશે. મૂળરૂપે સૂચિત સમયમર્યાદા જૂન 2021 હતી જે હવે વધારી દેવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ડિસેમ્બરમાં, સરકારે આગામી વર્ષથી તમામ કારમાં ફ્રન્ટ પેસેન્જર માટે એરબેગ ફરજિયાત બનાવવાની દરખાસ્ત અંગે સૂચનોની માંગ કરી હતી.

મુસાફરોની સુરક્ષા માટે મહત્વપૂર્ણ : છેલ્લા કેટલાક વર્ષોથી ભારત સરકાર કારને વધુને વધુ સુરક્ષિત બનાવવાની દિશામાં કામ કરી રહી છે, પરિણામે, હવે કારમાં પહેલા કરતા વધુ પ્રમાણભૂત સલામતીની સુવિધાઓ આપવામાં આવી છે, જે ડ્રાયવરની તેમજ કાર ચલાવનારા મુસાફરની સલામતી માટે ખુબ જ મહત્વપૂર્ણ છે, તેથી જ સરકાર તેમના પર આગ્રહ કરી રહી છે અને આ નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. સરકારની માર્ગદર્શિકાને ધ્યાનમાં રાખીને ઓટો કંપનીઓ કારમાં આ સુવિધાઓ ઉમેરી રહી છે.

અત્યારે આ નિયમ ફક્ત ડ્રાયવર માટે જ છે : સૂચના મુજબ, એરબેગ્સ એઆઈએસ 145 બ્યુરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2016 હેઠળ બનાવવામાં આવશે. હાલમાં બધી કારમાં ડ્રાયવરની સીટ માટે એરબેગ ફરજિયાત છે, પરંતુ બાજુમાં બેઠેલા મુસાફર માટે એરબેગ નથી, જેના કારણે અકસ્માત દરમિયાન ગંભીર ઈજા અને મોતનો ભય પણ  રહે છે.

ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

1 thought on “1 એપ્રિલથી તમારી ગાડી આ વસ્તુ નહિ હોય તો થશે મોટી મુશ્કેલી. ફરજિયાત જાણો સરકારનો આ નિયમ”

  1. There is an element of dishonesty. Because these currupt craftsmen will remove the exploded item, repair it and refit it which challanges the original idea of health and safety. So enter another condition. If there is a damaged item, replace it rather then repair it. And it should be fitted by the dealership.

    Reply

Leave a Comment