મિત્રો તમે ઘણી વખત સાંભળ્યું હશે અથવા તો તમે ઘણા જ્યોતિષ પાસે જઈને પોતાનો હાથ બતાવ્યો હશે. કહેવાય છે કે, આપણા હાથની રેખાઓમાં જ આપણા જીવનને લગતા ઘણા રહસ્યો જોડાયેલા હોય છે. હાથની રેખાઓ ઘણું કહી જાય છે. આથી હાથમાં દેખાતી આ આડી અવળી રેખાઓ શું કહે છે ચાલો તો તેના વિશે વિસ્તારથી જાણી લઈએ.
જ્યોતિષ વિદ્યા એક એવી વિદ્યા છે જેમાં ઘણા પ્રકારના માણસના ભવિષ્ય જોવામાં આવે છે. અને ઘણા મામલે તેને પ્રમાણિત પણ માનવામાં આવે છે. હસ્તરેખા જ્યોતિષનું પણ પોતાનું અલગ મહત્વ હોય છે. હસ્તરેખા જ્યોતિષમાં હથેળીની બનાવટ અને તેમાં દેખાતી રેખાઓના આધાર પર ભવિષ્યવાણી કરવામાં આવે છે.
હસ્તરેખા પઠનમાં જ્યોતિષોનું માનવું છે કે, પુરુષની જમણી, અને મહિલાઓની ડાબા હાથની રેખા જોવામાં આવે છે. તમે પણ ઘણી વખત પોતાના હસ્તરેખાઓ કોઈ જ્યોતિષને બતાવી હશે. અને તમે ધ્યાન આપ્યું હશે કે તમારી હથેળી પર ઘણી રેખાઓ અને ઘણા પ્રકારના નિશાન બનેલા છે. તેને જોઈને જ જ્યોતિષ તમને ઘણું જણાવે છે. તેનાથી સંબંધિત તમારા મગજમાં ઘણા સવાલો થતા હશે. ચાલો તો આ હસ્તરેખાઓ વિશે જાણી લઈએ.
શું છે હસ્તરેખાઓ : હસ્તરેખા શાસ્ત્રના પ્રાચીન જ્ઞાનના આધારે હથેળીની રેખાઓ મનુષ્યના વ્યક્તિત્વ અને ભવિષ્યની સંભાવનાઓ જેવા કરિયર, જીવન, વિવાહ, ધન, અને સ્વાસ્થ્ય સંબંધી વિષય વિશે દર્શાવે છે. જ્યોતિષ શાસ્ત્રની જોડાયેલ ભારતીય પૃષ્ટભૂમિથી જ જોડાયેલ છે. આ કલામાં વિભિન્ન શાસ્ત્રો અનુસાર ઘણા વર્ષો પહેલા હિંદુ ઋષિ વાલ્મિકીએ 567 છંદ યુક્ત એક ગ્રંથની રચના કરી હતી.
હાથની રેખા વાચવાની શરૂઆત : ઈતિહાસવિદોનું માનવું છે કે, હસ્તરેખા વાચવાના આ જ્ઞાનની ઉત્પત્તિ ભારતમાં જ થઈ છે. ત્યાર પછી આ ચીન, તિબ્બત, મિસ્ર ફ્રાંસથી યુરોપ જેવા બીજા દેશોમાં ફેલાઈ હતી. ગ્રીસના વિદ્વાન અંક્સગોરસ એ પોતાના સમયમાં ભારતીય ઉપમહાદ્વીપમાં રહીને હસ્તકલા જ્ઞાન વિશે જે પણ શીખ્યું તે તેમણે હેમેર્સને જ્ઞાન આપ્યું.
હથેળીમાં ‘X’ નું હોવું : મિસ્રના વિદ્વાનના કહ્યા અનુસાર સિકંદર મહાનના હાથમાં આ રીતનું ‘X’ નું નિશાન જોવામાં આવ્યા હતા. સિકંદરની હથેળી સિવાય આ નિશાન ભાગ્યે જ કોઈની હથેળીમાં જોવા મળ્યું હશે. અનુમાન લગાવવામાં આવે છે કે માત્ર 3% લોકોના હાથમાં આ નિશાન જોવા મળે છે. હાલમાં જ મોસ્કો યુનિવર્સિટીમાં હથેળીમાં ‘x’ રેખા હોવાની ઉત્પત્તિ અને આ રેખાઓના કિસ્મતથી થતા સંબંધને લઈને એક શોધ કરવામાં આવી હતી. વ્યક્તિ અને તેની હથેળીની રેખાઓ વચ્ચે થતો સંબંધ પર એક અંદાજ કાઢવામાં આવ્યો હતો.
‘x’ નિશાન વાળા લોકો હોય છે લીડર : મોસ્કોમાં થયેલ આ શોધમાં શોધકર્તાઓના જીવિત અને મૃત બંને પ્રકારના 2 મિલિયન લોકો વિશે જાણકારી ભેગી કરી હતી. શોધ કરવા પણ જાણવા મળ્યું કે જેના હાથમાં ‘x’ રેખાઓ હતી તે કોઈ મોટા નેતા, કોઈ લોકપ્રિય વ્યક્તિ અથવા એવા કોઈ વ્યક્તિ હતા જેને મોટા મોટા કામો માટે યાદ કરવામાં આવે છે.
શું છે હાથમાં ‘x’ નો અર્થ : જે વ્યક્તિઓના માત્ર એક હાથમાં આ નિશાન હોય છે તે પ્રતિષ્ઠા મેળવનાર અને સફળતા તેના પગ ચૂમે છે. પણ જે વ્યક્તિઓના બંને હાથમાં આ રેખાઓ હોય છે તે મોટા કામ કરનાર પ્રસિદ્ધ વ્યક્તિ હોય છે. આ વ્યક્તિ તે લોકોમાંથી એક હોય છે જેને મૃત્યુ પછી પણ યાદ કરવામાં આવે છે.
તેનાથી ચોખ્ખું કહી શકાય કે આપણા હાથની રેખાઓ ઘણું બધું કહી જાય છે. જે આપણા ભવિષ્ય અંગે ઘણું જણાવે છે. આમ હસ્તરેખાઓ દ્વારા તમે તમારા ભવિષ્ય વિશે જાણી શકો છો.
ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી