45 વર્ષ પછી ઘરે બંધાયું પારણું, કચ્છની આ મહિલાએ 70 વર્ષની ઉંમરે આપ્યો એક સ્વસ્થ બાળકને જન્મ. જાણો કેવી રીતે થયો બાળકનો જન્મ…

ગુજરાતના કચ્છ જીલ્લાના રાપર તાલુકાના મોરા ગામમાં એક 70 વર્ષીય મહિલાએ બાળકને જન્મ આપ્યો છે. લગ્નના 45 વર્ષ બાદ ઘરમાં કિલકારી ગુંજવાના કારણે આખા ગામમાં ખુશીનો માહોલ છે. 70 વર્ષની મહિલાએ એક સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો. વૃદ્ધ અને અશિક્ષિત આ દંપત્તિએ લગ્નના 45 વર્ષ બાદ વૈજ્ઞાનિક ટેકનીકથી એટલે કે આઈવીએફ(IVF) થી એક બાળકને જન્મ આપ્યો છે.

આ સંપૂર્ણ ઘટનાની માહિતી આપતા ડો. નરેશ ભાનુશાલી જણાવે છે કે, આ વૃદ્ધ દંપત્તિની ઉંમર ખુબ જ વધુ છે. અને તેમને બાળક થવાની કોઈ ઉમ્મીદ પણ ન હતી. પહેલા અમે એમને કહ્યું કે, આ ઉંમરમાં બાળક ન થઈ શકે. પરંતુ તેમને ભગવાન અને ડોક્ટર પર ખુબ જ ભરોસો હતો.

ડો. નરેશ ભાનુશાલીએ આગળ જાણકારી આપતા જણાવ્યું કે, આ દંપત્તિએ કહ્યું કે અમારા પરિવારના અન્ય લોકોને મોટી ઉંમરમાં પરિણામ મળ્યું હતું. અએ લોકોએ કહ્યું કે, તમે તમારી તરફથી કોશિશ કરો, પછી અમારા નસીબ. બુજુર્ગ મહિલાએ ટેસ્ટ ટ્યુબ બેબીથી બાળકને જન્મ આપ્યો હતો.

ડોક્ટરે આગળ જણાવ્યું કે, બાળકના જન્મ બધા દંપત્તિ ખુબ જ  ખુશ હતું અને અમે પણ ખુબ જ ખુશ હતા. આ દંપત્તિ ખુબ જ ઉમ્મીદ સાથે અમારી પાસે આવ્યા હતા, હવે તેની ઉમ્મીદ પૂરી થઈ ગઈ છે.

હાલ આ બાળકનો ઉછેર દંપત્તિ પોતાના ઘરે જ કરી રહ્યું છે. મોરા ગામમાં હાલ આ દંપત્તિ કાચા મકાનમાં રહી રહ્યું છે. એમનું મકાન ભલે કાચું હોય પરંતુ ઉછેર લક્ઝુરિયર્સ બંગલોમાં પણ ન થાય એ રીતે આ દંપત્તિ કરી રહ્યા છે. આ વૃદ્ધ મહિલાનું નામ છે જીવબેન. તેમના વૃદ્ધ પતિનું નામ છે વાલાભાઈ રબારી. વાલાભાઈ પશુપાલનનો વ્યવસાય કરી રહ્યા છે. હાલ તેઓ દીકરા માટે તમામ જરૂરિયાત પૂરી કરી રહ્યા છે.

જીવબેન અને વાલાભાઈને આ ઉંમરે ભગવાને બાળકની ખોટ પૂરી કરતા પોતાના બાળકનું નામ પણ “લાલો” રાખી દીધું હતું. આ વૃદ્ધ દંપત્તિ પોતાના બાળક સાથે ખુબ જ ખુશ છે. અને તેઓ ભગવાન અને ડોક્ટર બંનેનો ખુબ જ આભાર માની રહ્યા છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment