ડાયાબિટીસ કરતાં પ્રીડાયાબિટીસ વધુ જોખમ કારક બીમારી છે. પરંતુ જો ડાયટમાં જરૂરી બદલાવ કરવામાં આવે તો ટાઈપ 2 ડાયાબિટીસને રોકી શકાય છે. પ્રીડાયાબિટીસ એક એવી મેડિકલ કન્ડિશન છે જેમાં બ્લડ શુગર લેવલ નોર્મલ કરતાં થોડું વધારે રહે છે. જો આના પર સમય રહેતા ધ્યાન ન આપવામાં આવે તો ટાઇપ-૨ ડાયાબિટીસને ટ્રિગર કરી શકે છે.
તેનાથી આંખોમાં ઝાંખપ, હૃદયના રોગો અને સ્ટ્રોક જેવી બીમારીઓનું જોખમ અતિ ઘણું વધી જાય છે. પ્રીડાયાબિટીસને લાઇફ-સ્ટાઇલમાં કેટલીક જરૂરી બદલાવ સાથે રીવર્સ કરી શકાય છે. આવો જાણીએ પ્રીડાયાબિટીસ સ્ટેજ પર કઈ વસ્તુઓ દ્વારા બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખી શકાય છે જાણો પુરા અઠવાડિયાનો ડાયટ પ્લાન.સોમવાર:- અઠવાડિયાના પહેલા દિવસે સવારમાં તજની સાથે ઓટમીલ નું સેવન કરો. મોર્નિંગ ડાયટમાં તમે બ્લુબેરી અને અખરોટ પણ સામેલ કરી શકો છો. ત્યારબાદ લંચમાં ગ્રીલ્ડ વેજીટેબલ સેન્ડવીચ અને આખા અનાજ થી બનેલી રોટલી ખાઓ. ડિનરમાં રોસ્ટેડ સ્વીટ પોટેટો અને પાલક નું સલાડ ખાઇ શકો છો.
મંગળવાર:- અઠવાડિયાના બીજા દિવસે બ્રેકફાસ્ટમાં તમે લીલા શાકભાજી સાથે ટોફુ ખાઈ શકો છો. સંતરાની કેટલીક ચીરીઓ પણ પણ મોર્નિંગ ડાયટમાં સારી રહેશે. લંચમાં તમે લો-ફેટ ગ્રીક યોગર્ટ, લીલા પાંદડાવાળા શાકભાજી અને આખા અનાજ સાથે બનેલા ટુના સલાડ ખાઇ શકો છો. ડિનરમાં આખું અનાજ, ચિકન કે પ્લાન્ટ બેસ્ટ વસ્તુઓથી તૈયાર થયેલા પાસ્તા ખાઈ શકો છો.બુધવાર : બુધવારે લો-ફેટ ગ્રીક યોગર્ટ, સ્ટ્રોબેરી અને અખરોટ સાથે દિવસની શરૂઆત કરો. બપોરે જમવામાં સ્કીનલેસ ચિકન, એવોકાડો, ટામેટું અને સલાડ જેવી વસ્તુઓ ખાઓ. ત્યારબાદ રાત્રે ડિનરમાં તમે ટોફુ, બ્રોકલી અને કિવનોઆ જેવી વસ્તુઓ ખાઈ શકો છો.
ગુરૂવાર:- અઠવાડિયાના ચોથા દિવસે મોર્નિંગ ડાયટમાં એવોકાડો, આખું અનાજ થી બનેલી રોટલી અને એક બાફેલું ઈંડુ ખાઓ. ત્યારબાદ લંચમાં કાબુલી ચણા, જવ નુ પાણી અને એક સફરજન ખાઈ શકો છો. ડિનર ના સમયે તમે તોરી ના શાક નું સેવન કરી શકો છો.શુક્રવાર:- શુક્રવારે તમે મફિન્સ સાથે મગફળીના બટર નું સેવન કરી શકો છો. મોર્નિંગ ડાયટમાં એક સફરજન પણ તમારા માટે સારું રહેશે. બપોરના જમવામાં તમે લીલા શાકભાજી, સલાડ અને કાબુલી ચણા ખાઈ શકો છો. વળી રાત્રે ખાવામાં ચિકન, કાળા રાજમાં અને સલાડ ખાઇ શકો છો.
શનિવાર:- શક્કરીયા, ઈંડાનો સફેદ ભાગ, ભોલર મરચાં, ડુંગળી અને થોડી દ્રાક્ષ શનિવારનો આ સારો મોર્નિંગ ડાયટ છે. બપોરના સમયે લીલા શાકભાજી અને આખા અનાજથી બનેલી રોટલીનું સેવન કરો. જ્યારે રાત્રે લીલા શાક અને એવોકાડો ખાઈ શકો છો .
રવિવાર:- અઠવાડિયાના છેલ્લા દિવસે બદામ વાળું દૂધ, સ્ટ્રોબેરી સાથે ચિયા સિડ્સ નું સેવન કરી શકો છો. લંચમાં તમે અખરોટનું માખણ, ગાજર, અજમો અને ભુલર મરચું ખાઈ શકો છો. ડિનરમાં ગ્રીલ સાલમન ફીસ, દાળ અને શેકેલી કોબીજ નું સેવન કરી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી