આજના સમયમાં મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન રહે છે. સ્વસ્થ, ફિટ, સ્લિમ અને ટ્રીમ રહેવા માટે તેઓ અનેક પ્રયત્નો કરે છે. કેટલીક વાર અનેક કોશિશો કર્યા છતાં જે રીતે આપણે ઈચ્છીએ તેવું આપણું વજન ઓછું થતું નથી. પરંતુ હવે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે વગર મહેનતે ઝડપથી પોતાનું વજન ઓછું કરવા ઇચ્છતા હોવ તો તેના માટે તમે લીંબુ ના પાન નો ઉપયોગ કરી શકો છો.
લીંબુ ના પાંદડા તમારું વજન નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. આ મેટાબોલીક રેટ ને વધારે છે અને શરીરને હાઈડ્રેટ રાખવામાં પણ મદદ કરે છે. સાથેજ લીંબુના પાન માંથી બનેલી ચા નું સેવન કરવાથી તમારા પેટ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. લીંબુ ના પાંદડામાં સીટ્રીક એસિડ, કેલ્શિયમ ફ્લેવોનોઈડ્સ, વિટામીન-એ, બી-1 અને સી જેવા પોષક તત્વો હોય છે. સાથે જ આ માથાનો દુખાવો, ડિહાઇડ્રેશન જેવી સમસ્યાથી પણ છુટકારો અપાવે છે. આવો લીંબુના પાંદડા તમારું વજન ઓછું કરવામાં કેવી રીતે સહાયક છે તે જોઈએ.વજન ઘટાડવા માટે લીંબુના પાંદડાના ફાયદા
1)કેલેરીની માત્રા માં કમી:- લીંબુની જેમ જ લીંબુના પાંદડામાં પણ કેલેરીની માત્રા અત્યંત ઓછી હોય છે. તેનું નિયમિત સેવન કરવાથી વજન ઘટાડવામાં મદદ મળે છે. આ શરીરમાં ફેટની માત્રાને ઓછી કરે છે અને સંપૂર્ણ દિવસ દરમિયાન તમને ઉર્જાવાન બનાવી રાખવામાં મદદ કરે છે. તમે લીંબુના પાંદડાંમાંથી બનાવેલી ચા નુ પણ સેવન કરી શકો છો.
2)મેટાબોલિક રેટ વધારે:- લીંબુ ના પાંદડા તમારા પાચનતંત્રને ઠીક કરવામાં મદદરૂપ સાબિત થાય છે. આને તમારા આહારમાં સામેલ કરીને તમારા પાચનતંત્રને પણ મજબૂત બનાવી શકો છો. આમાં હાજર વિટામિન, ફાઈબર અને મેટાબોલિક રેટ વધારવામાં મદદ કરે છે. આનાથી કબજીયાત અને ગેસની સમસ્યા માં પણ આરામ મળે છે. તમે સવારમાં આનુ સેવન કરી શકો છો.3) હાયડ્રેટ રાખવામાં મદદરૂપ:- ઉનાળાના દિવસોમાં પોતાને હાયડ્રેટ રાખવું અત્યંત જરૂરી છે. જયારે તમારું શરીર હાયડ્રેટ થાય છે તો તમને ભૂખ પણ ઓછી લાગે છે અને શરીર અંદરથી ભરેલું હોય તેવો અનુભવ કરે છે. કેટલીક વાર આપણને તરસ લાગવા પર સાદુ પાણી પીવાની ઈચ્છા હોય છે તો તેની જગ્યાએ લીંબુ ના પાન થી બનેલા સ્પેશિયલ ડ્રિન્ક નું સેવન કરી શકાય છે. આ તમારા શરીરને આખા દિવસ દરમિયાન ઉર્જા પ્રદાન કરે છે. અને બોડીને ડીહાઇડ્રેશનની સમસ્યાથી પણ બચાવે છે. તેનાથી વજન સરળતાથી ઓછું થઈ શકે છે.
4) બોડીને કરે ડિટોક્સ:- લીંબુ ના પાંદડા નું પાણી આપણા શરીરમાં જમા થયેલા ખરાબ પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તેના સેવનથી શરીરની ચરબી ની માત્રા ઓછી થઇ શકે છે અને શરીર અંદરથી સ્વચ્છ બને છે. સાથે જ આ શરીરમાં સોજો, બળતરા અને પરસેવાથી થતી સમસ્યાઓથી પણ બચાવે છે. તમે આ પાણીમાં જીરુ પાવડર અને મધ મેળવીને પણ પી શકો છો, તેનાથી સારો લાભ થાય છે. 5) પાચનતંત્ર ઠીક કરે:- લીંબુ ના પાન એસિડિક હોય છે અને તેની મદદથી કબજિયાતની મુશ્કેલી દૂર કરી શકાય છે. આ ખાવાનું પાચન વ્યવસ્થિત રીતે કરે છે. કેટલીક વાર તમારા ખાવાના અને ડાયટના કારણે તમારું પાચનતંત્ર ખરાબ થઈ શકે છે. કેટલીકવાર તૈલીય ખાદ્ય પદાર્થો અને ખોટા સમય પર ખાવાના કારણે પણ પાચનતંત્ર ખરાબ થાય છે. લીંબુ ના પાન ના સેવન થી અપચાની સમસ્યા દૂર થશે.કેવી રીતે કરવું સેવન:- 1) લીંબુ ના પાન નું જ્યુસ તૈયાર કરવા માટે તમે લીંબુ ના પાન ને બ્લેન્ડ કરીને તેમાં ફુદીનાના કેટલાક પાન મેળવી શકો છો. તેના સિવાય તમે સંચળ પણ મેળવી શકો છો.
2) તેના સિવાય તમે લીંબુ ના પાન માં આદુનો રસ મેળવીને પણ પી શકો છો. 3) લીંબુના પાનને ઉકાળીને પણ તેનું પાણી પી શકો છો.
4) તેના સિવાય રાત્રે પાણીમાં પલાળીને પણ તમે લીંબુના પાનનું સેવન કરી શકો છો.
લીંબુ ના પાન ને અત્યંત સીમિત માત્રામાં સેવન કરવું જોઇએ. તેનું વધુ પડતું સેવન કરવાથી સ્કિન એલર્જી કે પેટની સમસ્યા થઈ શકે છે તેથી એક દિવસમાં પાંચ થી છ પાનનું જ સેવન કરવું.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી