1 ડિસેમ્બરથી બદલાય જશે આ 5 નિયમો, તમારા ખર્ચ પર થશે સીધી અસર. જાણી લો ક્યાં ક્યાં બદલાવ થવાના છે….

મિત્રો તમે જાણો છો એમ કાલથી ડિસેમ્બર મહિનો શરુ થાય છે, જો કે આ વર્ષનો અંતિમ મહિનો છે. પણ આ છેલ્લા મહિનામાં ઘણા એવા બદલાવ થવા છે જેની અસર દરેક સામાન્ય માણસ પર જોવા મળશે. ખાસ કરીને આ ફેરફાર લોકોની જીવન જરૂરી વસ્તુઓ પર થવાના હોવાથી દરેકની જીવનશૈલી પર તેની અસર જોવા મળશે. તેમજ આ થનાર ફેરફાર ની સીધી અસર તમારા ખર્ચા પર પણ થઇ શકે છે.

1 ડીસેમ્બર એટલે કે કાલથી ઘણા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. આ ફેરફારોમાં LPG ગેસ સીલીન્ડર ના ભાવ, હોમ લોન ઓફર, SBI ક્રેડીટ કાર્ડ ઓફર, આધાર-UAN લીકીંગ વગેરે પણ સામેલ છે. આ સિવાય તમને જણાવી દઈએ કે દર મહિનાની પહેલી તારીખે કોઈને કોઈ નિયમ લાગુ થતા હોય છે. અથવા તો જુના નિયમો થોડા ફેરફાર સાથે લાગુ થતા હોય છે.

UAN – આધાર લીકીંગ : જો તમે નોકરી કરો છો અને તમારું યુનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) છે, તો તેને 30 નવેમ્બર સુધીમાં આધાર કાર્ડ સાથે લીંક કરાવી દો. 1 ડીસેમ્બર 2021 થી કંપનીઓ એ માત્ર એ જ કર્મચારીઓ ના ECR (ઈલેક્ટ્રોનિક ચલણ કમ રીટર્ન)  ફાઈલ કરવાનું કહેવામાં આવ્યું છે જેનું UAN અને આધાર લીકીંગ વેરીફાઈ થઇ ચુક્યું હશે. જે કર્મચારી કાલ સુધીમાં આ લીંક ફાઈલ ન કરી શક્યા તેઓ ECR ફાઈલ કરી શકશે નહિ.

હોમ લોન ઓફર : પ્રસંગો ના આ દિવસો દરમિયાન મોટાભાગની બેંકો હોમ લોન ની અલગ અલગ ઓફર આપતી હોય છે. જેની અંદર પ્રોસેસિંગ દર મફત અને વ્યાજ દર પણ ખુબ ઓછો હોય છે. મોટાભાગની બેંકો ની ઓફર 31 ડીસેમ્બરે પૂરી થતી હોય છે. પણ LIC હાઉસિંગ ફાઈનેસ ની ઓફર 30 નવેમ્બરે ખત્મ થઇ રહી છે.

SBI ક્રેડીટ કાર્ડ  : જો તમે SBI નું ક્રેડીટ કાર્ડ નો ઉપયોગ કરો છો, તો 1 ડીસેમ્બર થી SBI ના ક્રેડીટ કાર્ડ થી EMI પર કરવામાં આવતી ખરીદી કે શોપિંગ મોઘી થઇ જશે, SBI કાર્ડ નો ઉપયોગ કરવા પર માત્ર વ્યાજ દેવું પડતું હતું પણ હવે 1 ડીસેમ્બર થી પ્રોસેસિંગ ફીસ પણ આપવી પડશે.

ગેસ સીલીન્ડરના ભાવમાં ફેરફાર : જેમ કે તમે જાણો છો એમ દર મહિનાની પહેલી તારીખે ગેસ સીલીન્ડર ના ભાવ નક્કી કરવામાં આવે છે. તેમજ પહેલી તારીખે જ કમર્શિયલ અને ઘરેલું સીલીન્ડર ના નવા ભાવ જાહેર કરવામાં આવે છે. જયારે 1 ડીસેમ્બર ની સવારે નવા ભાવ જાહેર કરવામાં આવશે.

લાઈફ સર્ટીફીકેટ : એક વાત ખાસ જાણી લો કે જો તમે પેન્શન ની કેટેગરી માં આવો છો તો હવે તમારી પાસે માત્ર બે દિવસ વધ્યા છે, પેન્શનર્સ આજે અથવા તો કાલે આ બે દિવસોમાં પોતાનું લાઈફ સર્ટીફીકેટ જમા કરાવી દે. નહિ તો તમને 1 ડીસેમ્બર થી પેન્શન મળવું બંધ થઇ જશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment