મિત્રો આપણે ત્યાં મોટાભાગે લોકો રસોઈ બનાવવામાં સિંગતેલ, કપાસિયા, નાળિયેર તેલ, સરસવ તેલનો ઉપયોગ કરે છે. પરંતુ તેમાં સૌથી વધુ ફાયદાકારક ક્યું તેલ છે એ જાણવું પણ ખુબ જ જરૂરી છે. જો કે અતિશય રીફાઈન્ડ યુક્ત તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. પરંતુ તમારે એવા તેલને રસોઈમાં સામેલ કરવું જોઈએ જેનાથી તમારા શરીરને પુરતું પોષણ મળી રહે. આજે અમે તમને આ લેખમાં કેટલાક સસ્તા અને સ્વાસ્થ્ય વર્ધક તેલ વિશે જણાવશું.
રસોઈ માટે સૌથી સારું તેલ ક્યું છે ? : આ એક એવો સવાલ છે જેનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. રસોઈ માટે બજારમાં ઘણા પ્રકારના તેલ અને રિફાઈન્ડ ઓઈલ રહેલા છે અને તે બધાના પોતાના ફાયદા અને નુકશાન છે. પરંતુ ઘણા લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ગંભીર હોય છે અને તેઓ હંમેશા સારું પસંદ કરવાનો પ્રયત્ન કરે છે.
આમ તો, દરેક બ્રાંડ પોતાના તેલને સારું ગણાવે છે, પરંતુ આયુર્વેદ અમુક પ્રકારના તેલને જ સારા ગણાવે છે. આયુર્વેદના મત મુજબ, આયુર્વેદમાં રસોઈ માટે ચાર પ્રકારના તેલને સારા ગણવામાં આવે છે. આ બધા જ તેલ પોતપોતાની જગ્યાએ સારા છે, પરંતુ તલના તેલને હંમેશાથી જ સારું માનવામાં આવે છે. તલનું તેલ એ વિવિધ પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. તેનું સેવન તમારા હાડકાઓ મજબુત કરવાથી લઈને અનેક પોષક તત્વો પૂરું પાડવાનું કામ કરે છે.
આયુર્વેદનું માનવું છે કે, કોઈ પણ પ્રકારનું તેલ દરેક માટે સારું હોતું નથી. રસોઈ માટેના તેલને હંમેશા પોતાના દોષ મુજબ પસંદ કરવું જોઈએ. તમે કોઈ પણ તેલનો ઉપયોગ કરો છો, પરંતુ તમને એક દિવસમાં 3.5 ચમચીથી વધારે તેલ ખાવું જોઈએ નહીં. ચાલો જાણીએ કે આયુર્વેદમાં કયું તેલ ક્યાં પ્રકારે ફાયદાકારક છે. આમ તેલને પોતાના શરીરની જરૂરત મુજબ જ સેવન કરવું જોઈએ. વધુ પડતું તેલ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે.
સરસવનું તેલ : સરસવનું તેલ હાઈલી હીટિંગ ઓઈલ છે. આયુર્વેદના મત મુજબ આ તેલના એકધારા સેવનથી ત્વચા સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. જો કે, તેને ડાયાબિટીસના દર્દીઓ માટે સારો વિકલ્પ ગણવામાં આવે છે. આમ જો તમે ત્વચાને લગતા કોઈ રોગથી પીડિત હો તો તમારે સરસવ તેલનું સેવન ન કરવું જોઈએ.
તલનું તેલ : ડોક્ટરના મત મુજબ, તલનું તેલ કફ અને વાત્ત માટે સારું ગણવામાં આવે છે. એટલું જ નહીં, તે હૃદયને સ્વસ્થ રાખવા માટે પણ મદદરૂપ છે. જો તમે ફિઝિકલ રૂપથી એક્ટિવ ન રહેતા હોય અને સ્થૂળતાથી પીડિત હોય તો, આ તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. આમ તલનું તેલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
નારિયેળનું તેલ : નારિયેળનું તેલ પિત્ત વાળા લોકો માટે સૌથી સારૂ છે. ફિઝિકલ રૂપથી એક્ટિવ રહેનારા લોકો અથવા તો પેટ તેમ જ ત્વચાની સમસ્યાથી પીડિત લોકો માટે આ તેલ સારું છે. જો તમે સ્થૂળતાથી પીડિત છો તો તેને ખાતા બચવું જોઈએ. આથી જો તમે ફિઝીકલી પોતાને ફીટ રાખવા માંગતા હો તો તમારે નારિયેળ તેલનો ઉપયોગ કરવો જોઈએ.
ઘી : ઘી રસોઈ બનાવવા માટે સૌથી સારો વિકલ્પ છે. તેમાં તે બધા જ ગુણ જોવા મળે છે જે, સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે. તે પેટની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં સહાયક છે. તેનાથી શરીરને એનર્જી અને તાકાત મળે છે. પરંતુ તેનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ.
આમ ઉપર જણાવેલ દરેક તેલ આયુર્વેદના મત મુજબ પોતપોતાની રીતે સ્વાસ્થ્ય માટે સારા છે. છતાં પણ રસોઈ માટેના તેલને હંમેશા પોતાના દોષ મુજબ પસંદ કરવું જોઈએ.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી