દૂધ ન ભાવતું હોય એવી મહિલાઓ માટે આ 8 વસ્તુઓ છે વરદાન સમાન, હાડકાને કેલ્શિયમ પૂરું પાડી થાક અને કમજોરીને આજીવન રાખશે દુર…

આપણા શરીરને પુરતું કેલ્શિયમ મળી રહે એ માટે કેલ્શિયમ યુક્ત પદાર્થનું સેવન કરવું ખુબ જ જરૂરી છે. પરંતુ ઘણી મહિલાઓ એવી હોય છે, જેને દૂધ પસંદ નથી હોતું. આથી તમે કેલ્શિયમ મેળવવા માટે ઘણી એવી વસ્તુઓ છે, જેનું સેવન કરી શકો છો.

8 માર્ચના રોજ આખી દુનિયામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસ મહિલાઓને માન સમ્માન આપવા માટે ઉજવવામાં આવે છે. આજકાલ મહિલાઓ કોઈ પણ ક્ષેત્રમાં પાછળ નથી. તે પુરુષો સાથે કદમથી કદમ મેળવીને આગળ વધી રહી છે, પરંતુ વાત જ્યારે તેમના સ્વાસ્થ્યની આવે છે, તો સ્થિતિ સાવ ઊલટી છે.

દેશમાં લગભગ અડધી મહિલાઓ લોહીની ઉણપથી થતી બીમારી એનીમિયાથી પીડિત છે. એ જ પ્રકારે ઘણી મહિલાઓ કેલ્શિયમની ઉણપથી જજૂમી રહી છે. એનસીબીઆઇ પર પ્રકાશિત એક રિપોર્ટના મત મુજબ, ભારતમાં 85% લોકો વિટામિન ડી ની ઉણપથી પીડિત છે. રિપોર્ટ મુજબ જમવામાં કેલ્શિયમની ઉણપ તેનું સૌથી મોટું કારણ છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, આમ તો, ભારત દૂધનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે. છતાં પણ અહીં જમવામાં કેલ્શિયમની માત્રામાં ભારે ઉણપ જોવા મળે છે. તેની સૌથી વધારે ખરાબ અસર હાડકાંના સ્વાસ્થ્ય પર પડે છે. કેલ્શિયમ એક એવું ખનીજ છે, જે મજબૂત હાડકાં અને દાંત માટે જરૂરી છે. ઘણી મહિલાઓને દૂધ પીવાનું પસંદ હોતું નથી, તેવામાં તેઓ કેલ્શિયમ મેળવવા માટે ન્યુટ્રિશનિસ્ટ અને ડાયેટિશિયન દ્વારા જણાવાયેલી આ વસ્તુઓનું સેવન કરી શકે છે.

કઠોળ : કઠોળમાં કેલ્શિયમ અને પ્રોટીન ભરપૂર માત્રામાં રહેલા હોય છે. અડધો કપ ડબ્બા બંધ બેક્ડ કઠોળ 40 મિલિગ્રામથી વધારે કેલ્શિયમ પ્રદાન કરે છે. તેમ જ અડધો કપ સફેદ કઠોળથી 81 મિલિગ્રામ કેલ્શિયમ મળે છે. સફેદ કઠોળ આયરનથી પણ ભરપૂર હોય છે. આમ, કઠોળ એ કેલ્શિયમનો એક મહત્વનો સ્ત્રોત ગણવામાં આવે છે.

બદામ : બદામમાં હેલ્થી ફૈટ, પ્રોટીન અને ફાઈબર જેવા પોષકતત્વો જોવા મળે છે. અડધો કપ બદામમાં 130 મિલિગ્રામથી વધારે કેલ્શિયમ હોય છે. તમે તે માટે ઘરે બનેલું બદામનું દૂધ પણ લઈ શકો છો. દરરોજ એક ગ્લાસ તમારા માટે ખુબ જ પૌષ્ટિક ગણાય છે. જે આપણાં શરીરને પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મેળવવામાં મદદ કરે છે.

પોર્રિજ : પોર્રિજ પણ કેલ્શિયમથી ભરપૂર હોય છે. કેલ્શિયમ વાળા ખોરાક લેવા માટે પોર્રિજને એક વિકલ્પના રૂપમાં રાખી શકાય છે. તમે તેને ખાંડ સાથે લેવાને બદલે નમકીન બનાવીને પણ ખાઈ શકો છો. એક વાટકી પોર્રિજમાં લગભગ 100 મિલિગ્રામથી વધારે કેલ્શિયમ રહેલું હોય છે. પોર્રિજને પણ કેલ્શિયમનો એક મહત્વનો સ્ત્રોત ગણવામાં આવે છે.

સંતરા : સંતરા એક જ સમયે તમને વિટામિન સી અને કેલ્શિયમ બંને આપી શકે છે. એક સંતરામાં લગભગ 60 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. એક અન્ય વિકલ્પના રૂપમાં સંતરાના રસનો એક નાનો ગ્લાસ પણ પિય શકાય છે, જેને કેલ્શિયમ અને વિટામિન ડી નો ભંડાર ગણવામાં આવે છે, અને આ કેલ્શિયમ અને વિટામિન ડી બંને હાડકાંના સ્વાસ્થ્ય માટે ખુબ જરૂરી છે જે, આપણે સંતરાના સેવનથી મેળવી શકીએ છીએ.

સોયા મિલ્ક : જો તમને દૂધ પસંદ ન હોય તો, સોયા મિલ્ક તમારા માટે બેસ્ટ ઓપ્શન છે. સોયા મિલ્કમાં એક નિયમિત ગ્લાસ દૂધની તુલનાએ વધારે પ્રોટીન અને કેલ્શિયમ રહેલ હોય છે. સોયા મિલ્કમાં એટલું જ કેલ્શિયમ રહેલું હોય છે જેટલું ગાયના દૂધમાં રહેલું હોય છે. આમ, સોયા મિલ્કમાં પણ કેલ્શિયમનો ભરપૂર સ્ત્રોત જોવા મળે છે જે આપણને ખુબ ઉપયોગી બની શકે છે.

લીલા પાંદડા વાળી શાકભાજી : લીલા પાંડદા વાળી શાકભાજીમાં 100 મિલિગ્રામથી વધારે કેલ્શિયમનું પ્રદાન જોવા મળે છે. લીલા પાંદડા વાળી શાકભાજી ખાવાથી તમને કેલ્શિયમની ઉણપથી લડવામાં મદદ મળી શકે છે. તમારે દરરોજ કેળ, શલજમ, પાલક વગેરેનું સેવન કરવું જોઈએ. કેલ્શિયમ ઉપરાંત લીલા પાંદડા વાળા શાકભાજીમાં અનેક પ્રકારના વિટામીન્સ અને મિનરલ્સ પણ રહેલા હોય છે, જે આપણાં સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી બની રહે છે.

તલના બીજ : એક ચમચી તલના બીજમાં 88 મિલિગ્રામ કેલ્શિયમ રહેલું હોય છે. તેમાં મેગ્નેશિયમની માત્રા પણ વધારે હોય છે. જેના કારણે તે હાઇ બ્લડ પ્રેશરને ઘટાડવામાં ફાયદાકારક છે. તે અનિંદ્રાના લક્ષણોને ઘટાડી શકે છે અને મૂડ સરખો કરવામાં પણ તે લાભદાયી બની રહે છે. આમ તલના બીજ પણ આપણને કેલ્શિયમ વધારવા માટે ખૂબ ઉપયોગી બની રહે છે.

ટોફૂ : અડધો કપ ફર્મ ટોફૂમાં 861 મિલિગ્રામ કેલ્શિયમ (86% ડીવી) હોય છે. તે સૂકા સોયાબીનથી બનેલ હોય છે જેને બાફવામાં આવે છે. તે કોઈ પણ ભોજનમાં ખુબ જ વધારે પ્રોટીન, હેલ્થી ફૈટ અને કેલ્શિયમ જોડવાની એક સરસ રીત છે. આમ, ટોફૂ પણ આપણને કેલ્શિયમની ઉણપથી લડવામાં મદદ કરે છે અને તેના સેવનથી શરીરમાં પૂરતું કેલ્શિયમ મળી રહે છે.

આમ ઉપર જણાવેલ દરેક વસ્તુઓ કેલ્શિયમથી ભરપૂર છે, માટે જો દૂધ પસંદ ન હોય તો કેલ્શિયમ મેળવવા માટે તમે ઉપર જણાવેલ વસ્તુઓનું સેવન કરીને કેલ્શિયમ મેળવી શકો છો. જો તમે કોઈ પણ પ્રકારની બીમારીથી ગ્રસિત હો તો તમારે કોઈ પણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment