પાકિસ્તાનમાં મુસ્લિમ બનીને રહ્યા હતા ભારતના આ જાસુસ | આ રીતે પકડાતા પકડાતા બચ્યા હતા. વાંચો કિસ્સો

પાકિસ્તાનમાં મુસ્લિમ બનીને રહી ગયા છે ભારતના આ જેમ્સ બોન્ડ…. એર સ્ટ્રાઈકના હતા એ માસ્ટર માઈન્ડ….

મિત્રો આજે અમે એક એવા ભારતીય વ્યક્તિ વિશે જણાવશું જેણે ખુલ્લે આમ ધમકી આપી દીધી હતી કે અમે મુંબઈના આંતકી હુમલાના બદલામાં અમે બલુચિસ્તાનને પાકિસ્તાન પાસેથી છીનવી લઈશું. તે એટલા હોંશિયાર અને માસ્ટર માઈન્ડ છે કે તેને ભારતના જેમ્સ બોન્ડ કહેવામાં આવે છે. તે ભારતના એવા જાસૂસ છે જે પાકિસ્તાનમાં સાત વર્ષ સુધી મુસ્લિમ બનીને રહ્યા હતા. પાકિસ્તાન તો શું ISI તેમજ હાફીસ સૈયદને પણ અહેસાસ ન થયો કે તે એક ભારતીય જાસૂસ છે.

મિત્રો આ ભારતીય જાસૂસ સેના સાથે જોડાયેલા ન હતા તેમ છતાં પણ તેમને સેનાના સૌથી મોટા પુરસ્કાર કીર્તિ ચક્રથી નવાજવામાં આવ્યા હતા. આવું લગભગ ભારતીય ઇતિહાસમાં પહેલી વાર બન્યું હતું. મિત્રો અમે જે જાસૂસની વાત કરી રહ્યા છીએ તે વ્યક્તિએ જ છે કે જેણે પાકિસ્તાનના નાકમાં દમ કરી દીધો છે. આ એ જ વ્યક્તિ છે કે જેના ઇશારાથી જ પુલવામામાં થયેલ આતંકી હુમલા બાદ આતંકવાદીઓ વિરુદ્ધ સર્જીકલ સ્ટ્રાઈક જેવું પગલું ભરવામાં આવ્યું છે.

મિત્રો આ ભારતીય તરીકે જાસૂસ રહી ચૂકેલ વ્યક્તિનું નામ છે અજીત ડોવાલ. તેવો હાલ ભારતના રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીના સલાહકાર છે. ઉત્તરાખંડના પોડી ગઢવાલમાં જન્મેલા અજીત ડોવાલે અજમેર મિલેટ્રી સ્કૂલમાં શરૂઆતી અભ્યાસ કર્યો અને આગ્રા વી.વી.માંથી અર્થશાસ્ત્રમાં M.A. કર્યું. ત્યાર બાદ તેઓ ઈન્ટેલીજેન્ટ એજન્સીમાં જોડાયા. જ્યાં તેમની તુલના જેમ્સ બોન્ડ સાથે કરવામાં આવતી હતી. અજીત ડોવાલ એવા ઘણા બધા કારનામાને અંજામ આપી ચુક્યા છે જેને સાંભળીને જેમ્સ બોન્ડના કિસ્સા પણ ઝાંખા પાડવા લાગે. તો ચાલો જાણીએ અજીત ડોવાલના અમુક રોમાંચક કિસ્સાઓ વિશે.

અજીત ડોવાલ 33 વર્ષ સુધી નોર્થ ઇસ્ટ, જમ્મુ કાશ્મીર અને પંજાબમાં ખુફિયા જાસૂસ રહી ચુક્યા છે. તે દરમિયાન તેમણે ઘણા મુખ્ય ઓપરેશનોને અંજામ આપ્યો હતો. ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન તેમણે એક રીક્ષાવાળાના વેશમાં સૈન્યને મહત્વપૂર્ણ જાણકારીઓ આપી હતી. જેની મદદથી સૈન્ય ઓપરેશનમાં સફળ રહ્યું. આ ઉપરાંત વર્ષ 1989 માં અમૃતસરના સુવર્ણ મંદિરમાંથી ચરમ પંથીઓ કાઢવા માટે ઓપરેશન “બ્લેક થંડર” નું નેતૃત્વ કર્યું હતું. જમ્મુ કાશ્મીરમાં ઘૂસપેટીઓ અને શાંતિના પક્ષધર લોકો વચ્ચે કામ કરીને ડોવાલે ઘણા આતંકવાદીઓને સરન્ડર કરવા માટે મજબુર કરી દીધા હતા.

મિત્રો તેમની એક ઘટના એવી પણ રહી છે જેમાં પાકિસ્તાનમાં આ ભારતીય જાસૂસ પકડાતા પકડાતા બચી ગયા હતા. આ ઘટના ત્યારે બની હતી જ્યારે તેઓ પાકિસ્તાનમાં મુસ્લિમ બનીને જાસૂસી કરી રહ્યા હતા. એક વખત લાહોરમાં તેઓ પ્રસિદ્ધ મસ્જિદ પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે એક વૃદ્ધ મોલાનાએ તેમને કહ્યું કે તું હિંદુ છે. ત્યારે ડોવાલ પોતે આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. પરંતુ ડોવાલ એક જાસૂસ છે તેથી તે સહજતાથી બોલ્યા કે હું હિંદુ નથી.

તેમ છતાં પાકિસ્તાની  મોલાનાએ કહ્યું કે, નહિ તું હિંદુ જ છે. ત્યારે ડોવાલને લાગ્યું કે આ મોલાનાએ તેમણે ઓળખી લીધા છે અને તેમનો ભેદ ખુલી ન જાય તે માટે તેઓ અડગ રહ્યા અને કહેતા રહ્યા કે હું મુસ્લિમ જ છું. ત્યારે તે વૃદ્ધ મોલાનાએ અજીતને કહ્યું કે તમે મારી સાથે ચાલો હું તમને જણાવીશ કે તું એક હિંદુ છે. નીડરતા પૂર્વક ડોવાલ તે વૃદ્ધ મોલાનાની પાછળ પાછળ ગયા.

વૃદ્ધ મોલાનાના મસ્જિદથી ત્રણ ચાર શેરી દુર એક નાના રૂમમાં લઇ ગયા. તે જગ્યા પર મોલાનાનું ઘર હતું અને મોલાનાએ અજીતને કહ્યું કે તું હિંદુ છે કારણ કે, તારા કાન છેદાયેલા છે. ત્યાં ડોવાલે જોયું કે તે રૂમમાં એક જગ્યાએ માતા દુર્ગા અને હનુમાનજીની નાની મૂર્તિઓ પણ છે. આ જોઈ અજીતે સ્વીકાર્યું કે હા હું હિંદુ છું પરંતુ તમે કોણ છો.

ત્યારે વૃદ્ધ મોલાનાએ કહ્યું કે હું પણ એક સમયે હિંદુ જ હતો. પરંતુ પાકિસ્તાનમાં મારી સાથે અત્યાચાર થયો. મારા પરિવારને મારી નાખવામાં આવ્યું. મને ન્યાય તો મળ્યો નહિ પરંતુ અહીં મસ્જિદમાં બેસવા લાગ્યો અને હવે લોકો મને એક દરવેશ માને છે.

આ કિસ્સો તેમનો ખુબ જ પ્રચલિત રહ્યો છે. મિત્રો આ રીતે જાસૂસીમાં જેમ્સ બોન્ડ જેવું કામ કરી ચુક્યા છે. અજીત ડોવાલ. મિત્રો તમને જણાવી દઈએ કે જો તે દિવસે તે મોલાનાના મૂળ હિંદુ ધર્મના ન હોત તો અજીત પાકિસ્તાની સરકાર દ્વારા પકડાઈ ગયા હોત અને તેમનું બચવું મુશ્કેલ થઇ ગયું હોત.

અજીત ડોવાલ પાકિસ્તાનમાં રહ્યા એ દરમિયાન ઘણા બધા સાહસ ભર્યા કામોને અંજામ આપી ચુક્યા જેની સામાન્ય વ્યક્તિ કલ્પના પણ ન કરી શકે. તેમણે આજ સુધી જેટલા પણ અટેક પ્લાન બનાવ્યા અને તેને અંજામ આપવામાં આવ્યા તે ક્યારેય નિષ્ફળ નથી ગયા. આ એક એવા દેશ ભક્ત છે જેણે સાબિત કરી બતાવ્યું કે દુશ્મનના ઘરમાં પણ ઘુસીને અમે મારી શકીએ છીએ. એર સ્ટ્રાઈક પહેલા સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવી હતી તેમાં પણ અજીત ડોવાલજી એ પ્લાનિંગ કર્યું હતું એવી સુત્રોની જાણકારી છે.

પાકિસ્તાનમાં રહ્યા એ સમય દરમિયાન પાકિસ્તાનના ઘણા બધા નાપાક ઈરાદાઓ પર અજીત ડોવાલજી પાણી ફેરવી નાખ્યું હતું. તેના ઘણા બધા રહસ્યોને ઉકેલી નાખ્યા છે. આજે આખા ભારતમાં એક જ એવો વ્યક્તિ છે જે પાકિસ્તાનની નસેનસથી વાકેફ છે.

તો આવા ભારતીય જાસૂસ અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓના ઠેકાણાને ઢેર કરવાના મિશનના માસ્ટર માઈન્ડ અજીત ડોવાલ માટે કોમેન્ટમાં જય હિન્દ લખવાનું ભૂલતા નહિ.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment