મિત્રો આજે આપણે બધા જાણીએ છીએ કે આપણા સમાજમાં સાધુ સંતો અને મહંતોનું ખુબ જ માન રહ્યું છે. પરંતુ હાલના સમયમાં અમુક એવા પણ ઢોંગી બાબાઓ આપણી વચ્ચે રહેલા છે જેને લોકો ખુબ જ આસ્થાભેર માને છે. પરંતુ હમણાં જ થોડા સમય પહેલા આવા લુખ્ખા બાબાઓના પડદા ખુલી ગયા છે અને સમાજ સામે તેની સાચી છાપ બહાર આવી ગઈ છે. તો આજે અમે તમને તેવા અમુક ભારતના મહાન ઢોંગી બાબાઓ વિશે જણાવશું. જે આજે જેલમાં પોતાના દિવસો ગણી રહ્યા છે.
બાબા રામરહીમને જેલ થયા બાદ અખાડા પરિષદે ઢોંગી અને ફરેબી બાબાની એક સૂચી તૈયાર કરી છે. આ સૂચિમાં હિંદુ ધર્મના નામ પર પોતાની અલગ શાખાઓ ચલાવનાર 14 ઢોંગી બાબાઓના નામ છે. અખાડા પરિષદ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે આ બધા બાબાઓ પર શ્રદ્ધા ન રાખવી જોઈએ અને સરકાર દ્વારા તેના પર લોકોને ધુતવાના આરોપમાં કાનૂની કાર્યવાહી કરવી જોઈએ. આ બાબાઓએ પોતાને હિંદુ કહીને ઘણા અલગ અલગ પંથો બનાવ્યા છે અને હિંદુધર્મને અંદરથી ખોખલો કરવા માટે પોતાના કેમ્પેઈન ચલાવે પણ છે. પરંતુ જ્યારે આ ઢોંગી બાબાઓ કુકર્મ કરે છે, ત્યારે સમગ્ર હિંદુધર્મના સંતો પર આંચ આવે છે અને લોકો દરેક સાધુસંતને ખોટા સમજવા લાગે છે. જ્યારે ગુનેગાર માત્ર આવા ઢોંગી બાબાઓ જ હોય છે. આજે અમે એવાજ ફરેબી અને ઢોંગી બાબાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો અખિલ ભારતીય અખાડા દ્વારા ઢોંગી બાબાઓમાં આશારામ, રાધે માં, ઓમજી મહારાજ, ઈચ્છાધારી ભીમાનંદ બાબા, સચ્ચિદાનંદ ગીરી, ડેરા સચ્ચા સોદાના ગુરમીત સિંહ, નિર્મલ બાબા, અસીમાનંદ, નારાયણ સ્વામી, બાબા રામરહીમ અને મલખાન ગીરી બાબાનો સમાવેશ થાય છે. અખિલ ભારતીય અખાડાના અધ્યક્ષનું આ બાબાઓ વિશે કહેવું છે કે તેઓ ધર્મના નામે ધંધો કરી રહ્યા છે અને પોતાનું સામ્રાજ્ય ઉભું કરી રહ્યા છે. માટે સરકારને એવી વિનંતી છે કે આવા ઢોંગી અને ધુતારા બાબાઓ પર કાર્યવાહી કરવામાં આવે અને તેમની સંપત્તિઓની તપાસ કરવામાં આવે.
મિત્રો આ 14 બાબામાં અમુક ઢોંગી બાબા કે જેમણે ખરેખર ધર્મને શર્મસાર કરે તેવ કાર્યો કર્યા છે. તે બાબાઓ વિશે પણ આજે અમે તમને આ લેખમાં જણાવશું. માટે આ લેખને અવશ્ય વાંચો.
ઢોંગી બાબાઓમાંથી એક છે આશારામ. આશારામ હિંદુ ધર્મના નામે પોતાના આશ્રમો ચલાવતો હતા. જે હાલ એક નાબાલિક છોકરીનો બળાત્કારનો આરોપી છે અને જેલની સજા ભોગવી રહ્યો છે. આ ઉપરાંત બાબા રામરહીમને પણ બાળાત્કારના આરોપમાં 20 વર્ષની જેલ થઇ છે. એટલું જ નહિ આશારામનો દીકરો નારાયણ સાંઈ પણ પોતાના પિતાની જેમ ધર્મનું પ્રદર્શન કરતો હતો. પરંતુ તેના પર પણ મહિલાઓના શોષણના આરોપો છે. નારાયણ સાંઈ પર સુરતની એક મહિલા સાથે દુષ્કૃત્ય કરવાનો આરોપ લાગ્યો હતો. જેના કારણે વર્ષ 2013 માં તેને જેલ પણ થઇ હતી.
અમુક બાબા તો ગ્લેમરના પણ દીવાના છે. તેઓ ટીવી પર પોતાના ગ્લેમર દેખાડતા નજર આવે છે અને તેવા જ એક ઢોંગી બાબા હતા ઓમજી મહારાજ. જેનુ આખું નામ છે સદાચારી સાંઈબાબા ઓમજી મહારાજ. તેણે ટીવી પર એક ન્યુઝ ઈન્ટરવ્યું દરમિયાન એક મહિલા સાધુ સાથે મારપીટ પણ કરી હતી. બાબાએ ઘણી બધી અભદ્ર ટીપ્પણી આપી હતી. જેના કારણે મહિલાએ તેને એક થપ્પડ મારી હતી અને ઓમ મહારાજે પણ સામે મહિલાને એક થપ્પડ મારી દીધી હતી.
એટલું જ નહિ ત્યાર બાદ કલર્સ ચેનલના એક શો બિગબોસમાં પણ આવ્યો હતો. ત્યાં તેના દુર વ્યવહાર અને ચર્ચાઓને કારણે કાઢી મુકવામાં આવ્યા હતા. આ ઉપરાંત બાબા ઓમજી મહારાજ પર ચોરી આર્મ્સ એકટ અને મસાજ પાર્લરની આડમાં બ્લેક મેઈલ કરવા સહીત જમીન પચાવવાના પણ આરોપો છે. જેના ઘણા બધા કેસ દિલ્લીની અલગ અલગ પોલીસ ચોંકીઓમાં નોંધાવેલા છે. પોલીસે તેની ધરપકડ પણ કરી હતી અને તેના પર 10 લાખ રૂપિયાનો ચાર્જ પણ લગાવ્યો હતો.
ત્યાર બાદ છે સૌથી મોટી ફ્રોડ અને પોતાને દેવી સમજતી રાધે માં. એક સમયે કપડાંની સિલાઈનું કામ કરતી રાધે માંનું સાચું નામ સુખવિંદર સિંહ કૌર છે. 21 વર્ષની ઉંમરે તે મહંત રામાશીશ પરમહંસના શરણે પહોંચી અને સુખવિંદર સિંહ કૌરમાંથી રાધે માં બની ગયા. રાધેમાં આ બાબતે ઘણા બધા વિવાદોમાં પણ રહી ચુક્યા છે.
મુંબઈના મનમોહન ગુપ્તા, જે મુંબઈના મોટા કારોબારી છે અને એમ એમ મીઠાઈના માલિક છે. તેમણે સૌથી પહેલા મુંબઈમાં રાધેમાંને શરણ આપી હતી. પરંતુ રાધેમાં સાથે અનેક ખરાખોટા વિવાદો જોડાતા તેણે રાધે માંને પોતાના બંગલામાંથી બહારનો રસ્તો બતાવી દીધો હતો. મનમોહન ગુપ્તાનું કહેવું છે કે રાધે માં તેનો બંગલો પચાવવા માંગતા હતા અને રાધે માંએ તેના માટે ફોનમાં ઘણી વખત મારી નાખવાની ધમકી પણ આપેલી છે.
એટલું જ નહિ મુંબઈની એક વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે મુંબઈ હાઈકોર્ટમાં રાધે માંના નામ પર ધર્મના નામે દગો અને અશ્લીલતા ફેલાવવાનો કેસ નોંધાવ્યો હતો. તેમજ રાધે માંની ભક્ત ડોલી બિન્દ્રાએ પણ રાધેમાં પર યૌન શોષણ, અશ્લીલતા, ડ્રગ્સનો ધંધો વગેરે જેવા આરોપો લગાવ્યા છે તેમજ એવું કહેવામાં આવે છે કે રાધે માં પાસે એક હજાર કરોડની સંપત્તિ છે.
ત્યાર બાદ આ લીસ્ટમાં આવે છે ઈચ્છાધારી ભીમાનંદ બાબા. કે જેણે ધર્મનો ઢોંગ કરીને સેક્સ રેકેટનાં મામલામાં કાળી કમાઈથી એક ખુબ જ મોટું સામ્રાજ્ય ઉભું કર્યું હતું. જ્યારે તેની પ્રોફાઈલ ચેક કરવામાં આવી ત્યારે ખબર પડી કે તે 600 થી પણ વધારે હાઈ પ્રોફાઈલ કોલ ગર્લનું નેટવર્ક ચલાવતો હતો. ઈચ્છાધારી ભીમાનંદ ચિત્ર કુટથી દિલ્લી આવ્યો અને નોકરીની તલાશમાં હતો. તેથી નહેરુ પ્રેસની ફાઈવસ્ટાર હોટલમાં સિક્યોરીટી ગાર્ડ બન્યો અને ત્યાર બાદ તે લાજપત નગરના મસાજ પાર્લરમાં પહોંચ્યો અને ત્યાંથી તેને લક્ષ્ય મળ્યું. ત્યાર બાદ તે 1997 માં પહેલી વાર દેહવ્યાપારમાં પકડાયો હતો.
ત્યાર બાદ પોલીસથી બચવા માટે તેણે દાઢી અને મૂછો રાખીને ભાગવા પહેરીને બાબાનું રૂપ ધારણ કર્યું અને ખાનપુરમાં એક સાંઈબાબાનું મંદિર બનાવ્યું અને પ્રવચનો આપવાનું શરૂ કર્યું. પરંતુ તેની સેક્સ રેકેટ ચલાવવાની રીત પણ અલગ હતી. તેને જ્યારે પણ કોઈ ફોન આવતો ત્યારે તે જય શ્રી રામ કહેતો અને જો સામે વાળી વ્યક્તિ ધાર્મિક હોય તો તે પ્રમાણે વાત કરે અને જો કોઈ ક્લાઈન્ટ હોય તો તે તેના પ્રમાણેની વાતો પર ઉતરી આવતો.
તો મિત્રો આ હતા ઢોંગી અને ધુતારા બાબાઓ. જે આજે ધર્મના નામે અરબો રૂપિયાની સંપત્તિઓનું સામ્રાજ્ય ઉભું કરીને બેઠા છે. ધર્મના નામે આજે ધંધાઓ કરવા લાગ્યા છે. એટલું જ નહિ અમુક બાબાઓ તો ધર્મના નામે યૌન શોષણ અને દેહ વ્યાપાર જેવા દુષ્કાર્ય પણ કરે છે. આતો માત્ર મોટા મોટા અને નામાંકિત બાબા નામના ગુંડાઓ હતા. પરંતુ આખા ભારતના હજુ ઘણા એવા ઢોંગી બાબાઓ છે. લોકોને છેતરીને પૈસા બનાવે છે. તો મિત્રો તમે જ જણાવો આવા બાબાઓનું શું કરવું જોઈએ ? કોમેન્ટમાં અવશ્ય જણાવો.
Society need to change , need public. Awareness , knowledge , need a modern Krishna who can deliver a modern geeta and gnan yagna ,
There is an element of greed and selfish currupt quick gain attitude. Hence these Baba come in action to make fool of the foolish in the name of their religion and faith. And the Hindus are neive and ignorant. Hope they understand and look for the genuine person.