છોકરીઓને માટે ધ્યાન રાખો આ બાબતનું .. કહેશો તે કરવા થઇ જશે તૈયાર …

છોકરીઓને ખુશ કરવા માટે ધ્યાન રાખો આ બાબતનું .. કહેશો તે કરવા થઇ જશે તૈયાર …

મિત્રો વાત જ્યારે જીવનમાં જીવનસાથી પસંદ કરવાની આવે ત્યારે દરેક છોકરો એવી છોકરી પસંદ કરે છે જે વધારે ગુણવાન અને સુંદર હોય. પરંતુ છોકરાઓને લગભગ જાણ નથી હોતી કે છોકરીઓને કેવા છોકરા વધારે પસંદ આવે છે. છોકરાઓના ક્યાં વિશેષ ગુણો પર તે ફિદા થઇ જતી હોય છે, છોકરાઓના ક્યાં કાર્યોથી છોકરીની નજરમાં તે અસલી હીરો ગણાય છે, તે વાતથી છોકરાઓ અજાણ જ હોય છે. તો આજે અમે જણાવશું કે છોકરાઓની કંઈ વાતોથી છોકરીઓ ખુબ જ ખુશ રહે છે અને છોકરાઓ પ્રત્યે હંમેશા સમર્પિત રહે છે.મિત્રો છોકરીઓને પ્રેમ કરનારથી વધારે પ્રેમ જતાવનાર છોકરા વધારે પસંદ આવે છે. છોકરો ગમે તેટલી વફાદારી કે ઈમાનદારીથી પ્રેમ કરતો હોય, પરંતુ જો છોકરો તે પ્રેમ જતાવી ન શકે તો છોકરી એવું સમજે છે કે તે મને પ્રેમ કરતો જ નથી. માટે સમય સમય પર તમારી પત્ની કે પ્રેમિકાને પ્રેમ જતાવતાં રહેવું જોઈએ. જેનાથી તમારા બંનેના જીવનમાં ખુબ જ પ્રેમ ટકી રહે છે.

જે છોકરાઓ છોકરીઓનું સમ્માન કરે છે અને તેની દરેક વાતના વખાણ કરે, તો તેવા છોકરા પર છોકરી જલ્દી ફિદા થઇ જાય છે અને તેને તે પોતાનો બોયફ્રેન્ડ કે પતિ બનાવવાનું વિચારવા લાગે છે. આમ તો દરેક સ્ત્રીને માં અને સમ્માન આપવું જ જોઈએ.તમને જણાવી દઈએ કે જે છોકરો છોકરીની દરેક વાત માને અને તેના દ્વારા અપાયેલી સલાહ અને કહેવાયેલી વાતનું માન રાખે તેવા છોકરાઓ છોકરીની નજરમાં સાચા હીરો સાબિત થાય છે. તેમજ આવા છોકરાઓ છોકરીઓની પહેલી પસંદ હોય છે.   

મિત્રો આજના યુગમાં પૈસાનું ઘણું મહત્વ છે અને અમુક બાબતમાં તો વ્યક્તિ કરતા પૈસા મહત્વના સાબિત થતા હોય છે. તેવામાં તેની અસર છોકરીઓના દિમાગમાં પણ થતી હોય છે. તેથી જેની પાસે વધારે ધન હોય, જે છોકરીને  મોંઘા ગીફ્ટ કે મોબાઈલ ફોન આપવાની ક્ષમતા રાખે તેની સાથે છોકરીઓ ખુબ ખુશ રહે છે. તે છોકરીઓ ભૌતિક સુખસાધનને માનતી હોય છે.

ત્યાર બાદ જે છોકરાઓ છોકરીને બહાર ફરવા માટે લઇ જાય તેમની પસંદની વસ્તુઓ ખવડાવે તો તેવા છોકરાઓ પણ છોકરીઓને વધારે આકર્ષિત કરે છે અને છોકરીઓ તેનાથી ખુશ રહે છે.તમને જણાવી દઈએ કે જે છોકરાઓ છોકરીને હસાવવાની ક્ષમતા રાખે, જ્યારે છોકરીનો મૂડ ખરાબ હોય ત્યારે તેના ચહેરા પર સ્મિત લાવી શકે તેવા છોકરાઓ પણ તેમની પહેલી પસંદ હોય છે.

મિત્રો છોકરીઓ ફિલ્મોમાં જોતી હોય છે કે હીરો હિરોઈનને પ્રેમ કરતો હોય છે તેમજ તેના કાર્યોમાં મદદ કરતો હોય છે. તેથી છોકરીઓની પણ એવી આશા હોય છે કે છોકરો તેને મદદ કરે અને જે છોકરાઓ છોકરીને તેના કાર્યોમાં પોતાની બનતી દરેક મદદ કરે છે અને તેને પ્રેમ કરવા માટેનો સમય કાઢે છે તેવા છોકરાઓ પણ છોકરીની પહેલી પસંદ હોય છે.જે છોકરાઓ મીઠી મીઠી વાતો કરે છે, તેમજ તેઓ કોઈ અન્ય સ્ત્રી સામે જોતા નથી અને તેની વાતો કે વખાણ કરતા ન હોય તે માત્ર પોતાની પત્ની કે પ્રેમિકા સામે જ જુએ અને તેની જ વાત કરે છે. તેવા છોકરાઓ છોકરીઓની જાન બની જતા હોય છે.

જે છોકરાઓ કોઈ પણ કાર્ય કરતા પહેલા પોતાની પ્રેમિકા કે પત્નીની સલાહ લેતા હોય છે તેવા છોકરાઓ પણ છોકરીની પહેલી પસંદ હોય છે. તેમજ જે છોકરાઓ પોતાના પરિવારથી પણ વધારે મહત્વ પોતાની પ્રેમિકા કે પત્નીને આપતા હોય તેવા છોકરાઓથી છોકરીઓ ખુબ ખુશ રહે છે. તેમજ છોકરીઓ પણ તેની સાથે ખુબ જ પ્રમાણિકતાથી રહેવાની કોશિશ કરે છે.છોકરીઓ પોતાના જીવનમાં દરેક પરિસ્થિતિમાં તેને પ્રેમ કરે તેવા છોકરાને ઈચ્છતી હોય છે. તો મિત્રો આ હતી એવી બાબતો જેને અનુસર્યા બાદ કોઈ પણ છોકરી તેને પસંદ કરવા માટે મજબુર બની જાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

1 thought on “છોકરીઓને માટે ધ્યાન રાખો આ બાબતનું .. કહેશો તે કરવા થઇ જશે તૈયાર …”

Leave a Comment