કોઈ પણ જગ્યાએ નાળીયેર વધેરતા પહેલા આ માહિતી જાણીલો, ક્યાંક તમે તો આ ભૂલ નથી કરી રહ્યા ને?

કોઈ પણ જગ્યાએ નાળીયેર વધેરતા પહેલા આ માહિતી જાણીલો, ક્યાંક તમે તો આ ભૂલ નથી કરી રહ્યા ને?

મિત્રો પૂજા પાઠ હોય કે પછી નવા ઘરમાં ગૃહપ્રવેશ, નવી ગાડી હોય કે પછી નવો બીઝનેસ શરૂ કરવા જઈ રહ્યા હોય અથવા તો કોઈ પણ અન્ય શુભ કાર્ય શરૂ કરવા જઈ રહ્યા હોઈએ. આવા બધા જ શુભ કાર્યનો શુભારંભ આપણે ત્યાં હિંદુ સમાજમાં નાળીયેર વધેરીને જ કરવામાં આવે છે. નાળીયેરને ભારતીય સંસ્કૃતિમાં ખુબ જ શુભ અને મંગળકારી માનવામાં આવે છે. તેથી જ પૂજાપાઠ અને અન્ય કાર્યોમાં નાળીયેરનો ઉપયોગ કરવામાં આવે છે. હિંદુ પરંપરામાં નાળીયેર સુભાગ્ય અને સમૃદ્ધિની નિશાની ગણાય છે.

નાળીયેર પૃથ્વી પર સૌથી પવિત્ર ફળમાંનું એક ફળ છે. તેથી જ તો લોકો ભગવાનને નાળીયેર ચડાવે છે અને ધર્યા બાદ તેને પ્રસાદ સ્વરૂપે લોકોમાં વહેંચી દેવામાં આવે છે. પરંતુ મિત્રો ક્યારેય તમને એવો પ્રશ્ન થયો કે આખરે આ બધા શુભ કાર્યો અને ભગવાનની સામે આખરે નાળીયેર શા માટે વધેરવામાં આવે છે ? શ્રીફળ જ શા માટે સૌથી પહેલા વધેરવામાં આવે છે ? તો મિત્રો આજે અમે આ લેખમાં તમને જણાવીશું કે શા માટે દરેક શુભ કાર્ય પહેલા શ્રીફળ વધેરવામાં આવે છે. જો તમે પણ તેની પાછળનું રોચક કારણ જાણવા માંગતા હોય તો આ લેખ અવશ્ય વાંચવો.

કહેવાય છે કે વિશ્વામિત્રને નાળીયેરના નિર્માતા માનવામાં આવે છે. મિત્રો નાળીયેર પણ આપણને ઘણું બધું શીખવે છે. તેથી કોઈ પણ કાર્યની શરૂઆતમાં નાળીયેર વધેરવામાં આવે છે. તમે જોયું હશે કે નાળીયેરની સૌથી ઉપરની પરત ખુબ જ જટિલ હોય છે. તેને ઉતારવા માટે આપણે ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. જે જણાવે છે કે કોઈ પણ કાર્યને શરૂ કરીએ ત્યારે તેમાં ખુબ જ મહેનત કરવી પડતી હોય છે. નાળીયેરની ઉપરની પરત એટલે કે તેની ઉપરની છાલ કે છોતરા એવું દર્શાવે છે કે કોઈ પણ કાર્યની શરૂઆતમાં ખુબ જ મહેનત કરવી પડે છે.

ત્યાર બાદ નાળીયેરની એક કડક પરત હોય છે અને ત્યાર બાદ એક નરમ પરત હોય છે અને ત્યાર બાદ તેની અંદર પાણી હોય છે. જેને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે અને તે પાણીમાં કોઈ પણ પ્રકારની મિલાવટ નથી હોતી. તમને જણાવી દઈએ કે નાળીયેર ભગવાન ગણેશનું પ્રિય ફળ છે. તેથી જ તો નવું ઘર અને ગાડી લેતા સમયે સૌથી પહેલા નાળીયેર વધેરવામાં આવે છે. નાળીયેરનું પાણી જ્યારે ચારેય દિશામાં ફેલાય છે ત્યારે આસપાસ રહેલી દરેક નકારાત્મક ઉર્જા સંપૂર્ણ પણે નષ્ટ પામે છે.

એવું કહેવાય છે કે એક સમયે મનુષ્યો અને જાનવરોની બલી ખુબ જ સામાન્ય વાત હતી. ત્યારે આદી ગુરુ શંકરાચાર્યએ આ અમાનનીય પરંપરા તોડી અને મનુષ્ય અને જાનવરોની જગ્યાએ નાળીયેરની ફોડવાની પરંપરા શરૂ કરી. નાળીયેર અમુક હદે મનુષ્યના મગજ સાથે મેળ ખાય છે. નાળીયેરની જટાની તુલના મનુષ્યના વાળ સાથે અને તેની કઠોર પરતની તુલના મનુષ્યની ખોપરી સાથે અને નાળીયેર પાણીની તુલના રક્ત સાથે કરવામાં આવે છે. આ સાથે નારીયેળના સફેદ ભાગની તુલના મનુષ્યના મગજ સાથે કરવામાં આવે છે.

નાળીયેરને ફોડવું એટલે આપણા અહમને તોડવું. જ્યારે તમે નાળીયેર વધેરો છો તો તેનો મતલબ છે કે તમે પોતાને બ્રહ્માંડમાં સમ્મેલિત કર્યા છે. નાળીયેરમાં રહેલ ત્રણ ચિન્હો ભગવાનની આંખ માનવામાં આવે છે. તેથી કહેવાય છે કે નાળીયેરને ફોડવાથી ભોળાનાથ આપણી ઈચ્છા પૂર્ણ કરે છે.

નાળીયેરને શ્રીફળ પણ કહેવામાં આવે છે. શ્રી નો અર્થ લક્ષ્મી થાય છે. પૌરાણીક માન્યતાઓ અનુસાર લક્ષ્મી વગર પણ કોઈ પણ શુભ કાર્ય પૂરું નથી થતું. તેથી શુભ કાર્યોમાં નાળીયેરનો ઉપયોગ અવશ્ય કરવામાં આવે છે. નારીયેળના વૃક્ષને સંસ્કૃતમાં કલ્પવૃક્ષ પણ કહેવામાં આવે છે અને કહેવાય છે કે કલ્પવૃક્ષ દરેક મનોકામના પૂર્ણ કરે છે. પૂજા બાદ નારીયેરને ફોડવામાં આવે છે અને પ્રસાદ રૂપે લોકોમાં વહેંચી દેવામાં આવે છે.

તો મિત્રો હવે તમને સમજાય ગયું હશે કે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં કે માંગલિક કાર્યોમાં નાળીયેર શા માટે ફોડવામાં આવે છે. તમે કયા દેવી કે દેવને શ્રીફળ વધેરો છો? કોમેન્ટ કરીને જણાવો….

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment