દ્રોપદી પાંચ પાંડવ સહીત એક છઠ્ઠા વ્યક્તિને પણ કરતી હતી પ્રેમ…. જાણો પાંડવોએ શું કર્યું હતું…
મિત્રો મહાભારતમાં પાંડવો અને કૌરવોના યુદ્ધનું વર્ણન કરવામાં આવેલું છે. અલગ અલગ વિધવાનો દ્વારા લખાયેલ મહાભારતના ઉલ્લેખમાં એવી કહાનીઓ મળી આવે છે જેમાં મહાભારતના પાત્રોના ઘણા રહસ્યો ખોલે છે. તો આજે અમે મહાભારતની એક એવી કહાની સંભળાવવા જઈ રહ્યા છીએ જે દ્રૌપદીનું સૌથી મોટું રહસ્ય ખોલે છે. દ્રૌપદી મહાભારતનું એક મહત્વનું મહાન પાત્ર છે. મહાભારતમાં દ્રૌપદીને પાંચ પતિ હતા અને તે પાંચેય પતિને સમાન પ્રેમ આપે તે તેનો ધર્મ હતો. પરંતુ તે પાંચેય પાંડવોમાંથી અર્જુનને સૌથી વધારે પ્રેમ કરતી હતી. પરંતુ અર્જુન તેને એટલો પ્રેમ કરતો ન હતો. કારણ કે અર્જુન ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાને ખુબ જ પ્રેમ કરતો હતો.
આ વાત તો લગભગ લોકો જાણતા હશે, પરંતુ આજે અમે એક કથા જણાવશું જેમાં દ્રૌપદી પોતાના પાંચેય પતિ એટલે કે પાંડવોની સામે સૌથી મોટા રાજનો ખુલાસો કર્યો હતો. જે જાણીને તમે પણ હેરાન રહી જશો.
કથા અનુસાર કૌરવો સામે જુગારમાં હારી ગયા બાદ પાંડવોને બાર વર્ષ સુધી વનવાસ ભોગવવો પડ્યો હતો. એક વખત વનવાસ દરમિયાન દ્રૌપદીને ભૂખ લાગે છે. ત્યારે તે એક વૃક્ષ પર પાકેલા જાંબુનો ગુચ્છો લટકાયેલો જુવે છે અને તેને તોડી લે છે. ત્યારે ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ ત્યાં પહોંચે છે અને જણાવે છે કે એક સાધુ પોતાના બાર વર્ષનો ઉપવાસ આ જાંબુથી તોડવાના હતા. જ્યારે એ સાધુને આ વાતની જાણ થશે ત્યારે તેના ક્રોધનો શિકાર પાંડવો બનશે.
આ સાંભળીને પાંડવો મદદની યાચના માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે જાય છે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એક રસ્તો જણાવે છે કે બધા પાંડવો અને દ્રૌપદી તે વૃક્ષ નીચે ઉભા રહીને પોતાના દિલમાં છુપાવેલું રાજ જણાવશે. તો આ જાંબુ ફરી પાછા વૃક્ષ પર લાગી જશે અને આ રીતે પાંડવો સાધુના ક્રોધથી બચી જશે.
ત્યાર બાદ સૌથી પહેલા તે વૃક્ષ નીચે યુધીષ્ઠીર આવે છે અને પોતાનું એક રાજ જણાવે છે કે પાંડવો સાથે જે કંઈ પણ ખરાબ થયું તેની જવાબદાર દ્રૌપદી છે. આ સત્ય બોલતા જ જાંબુનો ગુચ્છો બે ફૂટ ઉપર જતો રહ્યો. ત્યાર બાદ તે વૃક્ષ નીચે ભીમ આવે છે અને પોતાના દિલમાં છુપાયેલું સત્ય જણાવતા જણાવે છે કે તે ભીમ ધ્રુતરાષ્ટ્રના બધા પુત્રને મારી નાખશે અને આગળ જણાવ્યું કે ક્યારેય તેનો ભોજન, લડાઈ અને ઊંઘ માટેનો લગાવ ઓછો નથી થતો. આટલું જણાવતા જ જાંબુનો ગુચ્છો ફરી બે ફૂટ ઉપર આવ્યો.
ત્યાર બાદ તે વૃક્ષ નીચે અર્જુન આવે છે અને પોતાનું સત્ય જણાવતા કહે છે કે તે જ્યાં સુધી કર્ણને નહિ મારે ત્યાં સુધી તેના જીવનનો ઉદ્દેશ્ય પૂરો નહિ થાય. તે કોઈ પણ તરકીબ અપનાવશે કર્ણને મારવા માટે ધર્મ વિરુદ્ધ પણ જઈશ. ત્યાં ફરી જાંબુ બે ફૂટ ઉપર આવી ગયા. ત્યાર બાદ નકુલ અને સહદેવે પણ પોતાનું સત્ય જણાવી દીધું.
હવે માત્ર દ્રૌપદી જ બાકી હતી. તેથી ત્યાર બાદ દ્રૌપદી તે વૃક્ષ નીચે જાય છે અને જણાવે છે તેના પાંચેય પતિ તેની પાંચેય ઇન્દ્રિય સમાન છે. જેમ કે તેના પાંચેય પતિઓ તેની આંખ, કાન, મોં અને શરીર બરાબર છે અને હું જ મારા પાંચેય પતિઓના દુર્ભાગ્યનું કારણ છું. હું શિક્ષિત હોવા છતાં પણ વિચાર્યા વગર મારા દ્વારા કરાયેલા કાર્યો પર પસ્તાવો કરી રહી છું.
દ્રૌપદીએ પોતાનું આ સત્ય જણાવ્યું તેમ છતાં પણ જાંબુ ઉપર ન આવ્યા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ જણાવ્યું કે દ્રૌપદી જરૂર પોતાના મનમાં કોઈને કોઈ રહસ્ય છુપાવે છે. તેથી જાંબુ ઉપર વૃક્ષ પર લાગતા નથી, ત્યારે દ્રૌપદી પાંડવોની સામે જોઇને પોતાનું સૌથી મોટું રાજ જણાવે છે કે, “હું મારા પાંચેય પતિને તો પ્રેમ કરું જ છું, પરંતુ તેની સાથે હું એક છઠ્ઠા વ્યક્તિને પણ પ્રેમ કરું છું. અને તે છે કર્ણ. પરંતુ કર્ણની જાતિના કારણે મેં તેની સાથે વિવાહ ન કર્યા, તેનો પસ્તાવો મને આજે થાય છે. જો મેં કર્ણ સાથે લગ્ન કર્યા હોત તો મારે આટલું દર્દ ન સહન કરવું પડ્યું હોત. આ સત્ય જણાવતા જ જાંબુ ફરી પાછા વૃક્ષ પર લાગી ગયા.
આ સાંભળી પાંડવો પણ વિચારવા લાગે છે કે દ્રૌપદીના જીવનની સૌથી દુઃખદ ઘટના તેના ચીરહરણની હતી અને તે વખતે તેની રક્ષા કરવા માટે સક્ષમ ન હતા. જ્યારે દ્રૌપદીને તેમની સૌથી વધારે જરૂરીયાત હતી. આ વિચારી તેઓ દુઃખી થઇ જાય છે.
તો આ રીતે દ્રૌપદીએ પોતાના પાંચેય પતિઓ સામે પોતે કર્ણને પ્રેમ કરે છે તેનો ખુલાસો કર્યો હતો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google