શા માટે ભગવાન શ્રી કૃષ્ણને છપ્પનભોગ ધરવામાં આવે છે ? જાણો તેનું મહત્વ શું છે….
મિત્રો આપણે ભગવાન શ્રી કૃષ્ણને તો જાણીએ એ જ છીએ. તેની લીલાઓ વિશે પણ આપણે અનેક ધર્મ ગ્રંથોમાં પણ સાંભળ્યું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કૃષ્ણ ભગવાનને છપ્પન ભોગ શા માટે ચઢાવવામાં આવે છે. તો મિત્રો તમે અનેક જગ્યાએ જોયું હશે કે ભગવાન શ્રી કૃષ્ણનો કોઈ ઉત્સવ હોય કે કોઈ સપ્તાહ હોય ત્યાં ભગવાનને 56 ભોગ લગાવેલો હોય છે તો આજે આપણે જણાવીશું કે તેની પાછળ કારણ શું છે ? તો જાણવા માટે પૂરો લેખ વાંચો.
ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ માખણ ચોર પણ છે. કૃષ્ણ ભગવાનની માખણ અને મિશ્રી ખુબ પસંદ છે. તેથી કૃષ્ણ ભગવાન આખા ગામનું માખણ ચોરીને ખાતા હતા. જ્યારે શ્રીકૃષ્ણ ભગવાનને પ્રસન્ન કરવામાં આવે છે ત્યારે તેમની પસંદીદા માખણ ને મીશ્રીનો ભોગ ધરવામાં આવે છે.આ સિવાય પણ શ્રીકૃષ્ણને પ્રસન્ન કરવા માટે 56 પ્રકારનો ભોગ પણ ધરવામાં આવે છે. જેથી શ્રી કૃષ્ણ પ્રસન્ન થાય છે. તો તેની પાછળની એક કથા પણ છે.
ભગવાન કૃષ્ણને 56 પ્રકારના વ્યંજન પિરસવામાં આવે છે. અને આ 56 પ્રકારના વ્યંજનને છપ્પનભોગ કહેવામાં આવે છે. આ છપ્પનભોગ કૃષ્ણ ભગવાને ધરવાનો ખુબ મહિમા છે. ભગવાન શ્રીકૃષ્ણને છપ્પનભોગ ધરવા માટે ધર્મગ્રંથોમાં અનેક કહાની છે.
પહેલી કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ નાના હતા. એટલે કે તે બાલકૃષ્ણ હતા ત્યારે તેમની માતા યશોદા એ બાલ કૃષ્ણને એક દિવસમાં આઠ વાર ભોજન કરાવતા હતા. જ્યારે ઇન્દ્ર ભગવાનના પ્રકોપથી સંપૂર્ણ વ્રજગામમાં પુર આવ્યું હતું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણને સાત દિવસ સુધી ગોવર્ધન પર્વત ઉપાડ્યો હતો. ત્યારબાદ આઠમા દિવસે ઇન્દ્રદેવનો પ્રકોપ શાંત થયો અને વરસાદ પણ થોભી ગયો હતો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓને બહાર નીકળવાનો કહ્યું. આના કારણે ભગવાન શ્રી કૃષ્ણ સાત દિવસ સુધી ભૂખ્યા રહ્યા હતા. ક્યાં આ એક દિવસમાં આઠ વાર ભોજન કરવા વાળા બાળકૃષ્ણ અને ક્યાં આ સાત દિવસ ભૂખ્યા રહેલ ભગવાન શ્રી કૃષ્ણ !! આ જોઈને તેમની માતા અને વ્રજવાસીઓને દુઃખ થયું. તેથી યશોદામાતા અને વ્રજવાસીઓ સહિત સાત દિવસના આઠ પ્રહરના હિસાબે વ્યંજનના આ ભોગ ધર્યા. આમ દરેક ભોજન થઈને 56 પ્રકારના ભોજન હતા અને તેમને છપ્પનભોગ ધરવામાં આવ્યા.
ત્યાર પછીથી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવા હોય ત્યારે દરેક લોકો છપ્પનભોગ અને માખણ-મિશ્રી પ્રસાદ રૂપે ધરે છે. અત્યારે માત્ર છપ્પનભોગ ધરાવવામાં આવે છે.
તો મિત્રો એક માન્યતા અનુસાર બીજી વાત એવી પણ પ્રચલિત છે કે ભગવાન શ્રી કૃષ્ણની સાત દિવસ ભૂખ્યા રહીને કષ્ટ ભોગવ્યું ત્યારબાદ આ સ્વાદિષ્ટ 56 ભોગ મળ્યા. તેથી મિત્રો જ્યારે પણ જીવનમાં સમસ્યાઓ કે કષ્ટ આવે તો સમજી લેવું કે તમને છપ્પનભોગ જેવું બહુ મોટું ફળ પ્રાપ્ત થવાનું છે.
તો મિત્રો આ કારણોસર ભગવાન શ્રી કૃષ્ણને ખુશ કરવા માટે અને તેમની કૃપા મેળવવા માટે ભગવાન શ્રી કૃષ્ણને 56 ભોગ ચઢાવવામાં આવે છે અને મિત્રો જો શ્રદ્ધાથી 56 ભોગ ભગવાન શ્રી કૃષ્ણને ધરવામાં આવે તો કૃષ્ણ આપણા પર પ્રસન્ન થાય છે અને તેનું શુભ ફળ અવશ્ય પ્રાપ્ત થાય છે.
જો તમે ક્યારેય ભગવાન શ્રી કૃષ્ણને ભોગ ધર્યો હોય અને તમને તેના ફળ સ્વરૂપે કોઈ ફાયદો થયો હોય અથવા તો તમને કોઈ સફળતા મળી હોય તો તો કોમેન્ટ કરો……. જય શ્રી કૃષ્ણ…
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google