આ મંદિરના પરિસરમાં સુવાથી થાય છે સ્ત્રીને સંતાન પ્રાપ્તિ… આપણે માતા ખુદ સપનામાં આશીર્વાદ…

આ મંદિરના પરિસરમાં સુવાથી થાય છે સ્ત્રીને સંતાન પ્રાપ્તિ… આપણે માતા ખુદ સપનામાં આશીર્વાદ…

દરેક સ્ત્રી માટે માતા બનવું તે એક સૌભાગ્ય હોય છે. પરંતુ અમુક મહિલાઓને અમુક પરિસ્થિતિઓના કારણે માતા બનવાનું સૌભાગ્ય પ્રાપ્ત નથી થતું હોતું. પરંતુ હિમાચલ પ્રદેશમાં એક મંદિર છે. જે ની:સંતાન સ્ત્રીઓ માટે કોઈ વરદાનથી કમ નથી. કારણ કે કહેવાય છે કે આ મંદિરના દેવી ની:સંતાન સ્ત્રીઓને ગર્ભવતી થવાનાં આશીર્વાદ આપે છે.

આ મંદિરનું નામ સીમસા માતા મંદિર છે. હિમાચલ પ્રદેશની દુર્ગમ પહાડીઓમાં સીમસા નામનું ગામ સ્થિત છે. માન્યતા અનુસાર એવું કહેવાય છે કે જે ની:સંતાન મહિલા આ મંદિરની ફર્શ પર સુવે છે તે ગર્ભવતી થઇ જાય છે. એટલું જ નહિ કહેવાય છે કે દેવી માતા સપનામાં આવીને સંતાન પ્રાપ્તિ માટે કોઈને કોઈ રૂપે આશીર્વાદ આપે છે.

હિમાચલ પ્રદેશમાં સ્થિત સીમસા દેવી મંદિર સંતાનદાત્રીના નામે પણ પ્રસિદ્ધ છે. દર વર્ષે નવરાત્રી પર અહીં હજારોની સંખ્યામાં ની: સંતાન દંપતી સંતાન પ્રાપ્તિની ઈચ્છા લઈને આવે છે. નવરાત્રી પર થતા ખાસ પર્વને ત્યાંની સ્થાનીય ભાષામાં શૈલેન્દ્રા કહેવામાં આવે છે. જેનો અર્થ છે સ્વપ્ન. આ ઉત્સવના સમયે ની:સંતાન મહિલાઓ ત્યાં દિવસ રાત મંદિરના પરિસર પર સુવે છે. કહેવાય છે કે આવું કરવાથી તે જલ્દી ગર્ભવતી બને છે.

આ ઉપરાંત એવી પણ માન્યતા પ્રચલિત છે કે માતા મહિલાના સપનામાં આવીને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ આપે છે. આ ઉપરાંત એક માન્યતા અનુસાર એવું પણ કહેવામાં આવે છે કે માતા સપનામાં કોઈ ફળ કે અન્ય વસ્તુઓ દ્વારા સપનામાં મહિલાને સંતાન રૂપે દીકરો આવશે કે દીકરી તેના પણ સંકેત આપે છે. જેમ કે મહિલાને સપનામાં અમરુદ દેખાય તો તેનો મતલબ છે કે તે મહિલાને દીકરો આવશે અને જો સપનામાં ભીંડો દેખાય તો તેનો મતલબ છે કે દીકરી આવશે. જો સપનામાં કોઈ ધાતુ, લાકડી કે પથ્થરની બનેલી કોઈ વસ્તુ દેખાય તો સમજી જવું કે તે મહિલાને કોઈ સંતાન પ્રાપ્ત નહિ થાય.

કહેવાય છે કે જે મહિલા માતા પર અતુટ શ્રદ્ધા અને વિશ્વાસ રાખીને ત્યાં સુવે તો તેને સ્વપ્ન અવશ્ય આવે છે અને સંતાન પ્રાપ્તિના સંકેતો અને આશીર્વાદ પણ મળે છે. કહેવાય છે કે મહિલાને સપનું આવ્યા બાદ તરત જ મંદિરનું પરિસર છોડી દેવું પડે છે. જો તેવું એવું ન કરે અને પોતાનું બિસ્તર મંદિર પરથી ન હટાવે તો થોડા સમયમાં તેને શરીરમાં ખંજવાળ આવવા લાગે છે અને શરીરમાં લાલ દાગ થવા લાગે છે અને તેને ત્યાંથી જવું જ પડે છે.

આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે મંદિરની બહાર એક મોટો પથ્થર છે જેને તમે બંને હાથની મદદથી હલાવશો તો તે હલશે નહિ, પરંતુ તેને તમે નાની આંગળીની મદદથી હલાવશો તો તે તરત જ હલશે.

જે મહિલાઓને અહીં આવ્યા બાદ સંતાન પ્રાપ્તિ થાય છે તે મહિલાઓ પોતાના સગા સંબંધી અને પરિવાર સાથે માતાનો આભાર વ્યક્ત કરવા માટે આવે છે. આ મંદિર પર આવનાર મહિલા જો અતુટ શ્રદ્ધા સાથે ત્યાંની પરંપરા નિભાવે તો તેની મન્નત અવશ્ય પૂર્ણ થાય છે. તેથી માતા સીમસા મંદિરમાં વર્ષ દરમિયાન શ્રદ્ધાળુઓ આવતા રહે છે. પરંતુ નવરાત્રીમાં અહીં વધારે ભીડ જોવા મળે છે અને ગરમીની ઋતુમાં અહીં બે દિવસ મેળાનું પણ આયોજન પણ કરવામાં આવે છે. જેમાં દુર દુરથી લોકો હાજરી આપવા માટે આવે છે.

તો મિત્રો કોમેન્ટમાં સંતાનદાત્રી માતા સીમસા માતાની કૃપા પ્રાપ્ત કરવા જય સીમસા માતા અથવા જય માતાજી જરૂર લખજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment