રૂમમાં ભાડે રહેતી ગર્ભવતી છોકરી સાથે જે થયું તે જાણીને તમે કંપી ઉઠશો | સત્ય ઘટના | જાણો શું થયું.

આ છોકરી સાથે જે થયું તે જાણીને તમે પણ કંપી ઉઠશો… તેના માતાપિતાના આ ઘટના સાંભળીને રુંવાડા ઉભાથઈ ગયા …. જાણો શું થયું આ છોકરી સાથે….

આજે અમે એક એવી છોકરીની વાત કરવા જઈ રહ્યા છીએ જેની વાત સાંભળીને કોઈ પણ વ્યક્તિનું હૃદય કંપી ઉઠે. તો મિત્રો આ એક સત્ય ઘટના છે. જે દરેક વ્યક્તિએ ખાસ વાંચવી જોઈએ અને કેમ કે વાર્તાના અંતમાં જે તમને જાણવા મળશે એ ખુબ જ મહત્વનું. જે વાત દરેક વ્યક્તિના ભવિષ્ય સાથે જોડાયેલી છે. તો મિત્રો આ ઘટનાને અંત સુધી વાંચો. જે તમને ભવિષ્યમાં ખુબ જ ઉપયોગી થશે.

એક છોકરી ગર્ભવતી અને તે ભાડાનું મકાન રાખીને રહેતી હતી. એક દિવસ તે છોકરીનું અચાનક જ મૃત્યુ થયું અને તેની લાશ તેના રૂમમાંથી લોહીથી લથપથ હાલતમાં મળી આવી. ઘરના દરવાજા નીચેથી લોહી બહાર નીકળી રહ્યું હતું. ત્યાં આજુબાજુ રહેતા લોકોએ જોયું અને આ વાતની જાણ તરત જ મકાનના માલિકને કરી. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ આવ્યા બાદ રૂમને ખોલવામાં આવી અને જોયું તો છોકરી મૃત્યુ પામી હતી અને તેની બાજુમાં નાનું બાળક પણ મૃત હાલતમાં પડ્યું હતું.

છોકરીની લાશ પાસે મોબાઈલમાં યુટ્યુબમાં વિડીયો ચાલી રહ્યો હતો અને તે વિડીયો બાળકની ડિલીવરીનો હતો. આ જોઈ પોલીસને સમજાઈ ગયું કે આ છોકરી You Tube માંથી વિડીયો જોઇને પોતાના બાળકની ડિલીવરી કરી રહી હતી. આ ઘટના ઉત્તર પ્રદેશની છે અને તે છોકરી કોણ છે અને ક્યાં રહેતી હતી તે જાણવું એટલું જરૂરી નથી. પરંતુ આપણા મનમાં સૌથી પહેલા એ સવાલ આવે કે આખરે શા માટે તે છોકરી પોતાનો જીવ જોખમમાં નાખીને You Tube માંથી જોઇને જાતે જ પોતાના બાળકની ડિલીવરી કરી રહી હતી ? તેની પાછળનું સાચું સત્ય શું છે ? જાણો વિગતવાર.

મિત્રો પ્રસુતિની વેદના દુનિયામાં સૌથી અસહનીય વેદના હોય છે. જ્યારે ડોક્ટર અને નર્સ દ્વારા પણ ડિલીવરી કરાવવામાં આવે ત્યારે મહિલાઓ વેદનાથી ચીસો પાડતી હોય છે. પરંતુ સ્ત્રીઓ આ પીડાથી દુર પણ ભાગતી હોય છે. તો આ છોકરીએ શા માટે મોબાઈલમાં વિડીયો જોઇને જાતે ડિલીવરી કરવાનું વિચાર્યું ? આ પ્રશ્નનો જવાબ સાંભળીને કોઈ પણ દંગ રહી જશે.

મૃત્યુ પામેલી છોકરી વિવાહિત ન હતી. આજથી લગભગ 19 વર્ષ પહેલા પ્રીતિ જિન્તા અને સૈફ અલી ખાનની ફિલ્મ આવી હતી, “ક્યાં કહેના.”  આ ફિલ્મમાં હિરોઈનને હીરો સાથે પ્રેમ થઇ જાય છે અને બંને વચ્ચે લગ્ન પહેલા જ યૌન સંબંધ પણ બને છે અને તેનાથી હિરોઈન ગર્ભવતી થઇ જાય છે. હીરો તેને ગર્ભપાત કરવાની સલાહ આપે છે. પરંતુ એટલું જ નહિ, હિરોઈનના પરિવારના સભ્યો પણ તેને ગર્ભપાત કરાવવાની સલાહ આપે છે. ત્યારે હિરોઈન ગર્ભપાત કરાવવાની ના પાડી દે છે અને હીરો તેનો સાથ છોડી દે છે. તેમજ હિરોઈનના ઘરવાળા પણ તેને ઘરની બહાર કાઢી મુકે છે. ગર્ભવતી હાલતમાં તે આમ તેમ ભટકે છે અને અંતે હિરોઈનનું પરિવાર તેને ફરી અપનાવી લે છે. ત્યાર બાદ બધું ઠીક થઇ જાય છે અને ફિલ્મમાં હેપ્પી એન્ડીંગ થઇ જાય છે.

મિત્રો ફિલ્મમાં બધું ઠીક થઇ જાય છે તેનો હેપ્પી એન્ડીંગ આવી જાય છે. પરંતુ હકીકતમાં આવું નથી બનતું. હેપ્પી નહી પરંતુ તેનું એક ખુબ જ દુઃખદ અને દર્દનાક પરિણામ આવે છે. જે આજનો આ આખો લેખ વાંચ્યા બાદ તમને વિશ્વાસ આવી જશે.

જે મૃત્યુ પામેલી છોકરીની વાત જણાવી તેની સ્ટોરી પણ આ ફિલ્મ જેવી જ છે. પોલીસે મૃત્યુ પામેલ છોકરીના પરિવારની તપાસ કરી અને તેના પરિવારના સભ્યો ત્યાં આવ્યા. ત્યારે ખબર પડી કે છોકરી કુંવારી હતી અને છોકરીનો એક બોયફ્રેન્ડ પણ હતો. તે બોયફ્રેન્ડના કારણે છોકરી ગર્ભવતી હતી. છોકરીનો પરિવાર એવું ઈચ્છતા હતા કે તે અબોર્શન કરાવી લે. પરંતુ છોકરીએ આ વાત માની નહિ. તેથી તે બદનામીના ડરથી ગોરખપુરમાં એકલી રહેતી હતી.

ત્યાં તે અલગ અલગ સોસાયટીમાં ભાડે મકાન રાખીને રહેતી હતી. પરંતુ આ ભાડે મકાન રાખવા સમયે તેણે મકાન માલિકને જણાવ્યું હતું કે થોડા સમય બાદ તેના મમ્મી પણ તેની સાથે આવીને રહેશે. આપણા હિંદુ સમાજમાં લગ્ન પહેલા છોકરી ગર્ભવતી થાય તો આખું ઘર બર્બાદ થઇ જાય છે એવું માનવામાં આવે છે. કારણ કે, “છોકરીની યોની અને કોખમાં જ પરિવારની ઈજ્જત હોય” તેવું માનવામાં આવે છે. તેથી છોકરી ગભરાઈ ગઈ. સમાજ તો છોડો આવી રીતે પ્રેમમાં કોઈના દગાનો શિકાર બનેલ છોકરીને સૌથી વધારે ડર તો પોતાના પરિવારથી જ હોય છે. ક્યારેક ઈજ્જતના નામે માતાપિતા પણ પોતાની જ છોકરી માટે દુશ્મન બની જતા હોય છે.

તો આ છોકરી સમાજના ડરથી કોઈ પણ ડોક્ટર પાસે ડિલીવરી ન કરાવવાનો નિર્ણય લીધો અને ઘરે જ You Tube માં વિડીઓ જોઇને પોતાની ડિલીવરી કરવાનો પ્રયત્ન કર્યો. જેમાં તે પોતાનો જીવ ખોઈ બેઠી અને એ બાળક પણ મૃત્યુ પામ્યું. જેને તે સમાજ સામે લડીને બચાવવા માંગતી હતી. જો કે પોલીસે જણાવ્યું છે કે જો છોકરીના પરિવાર વાળા ઈચ્છે તો તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ કેસ નોંધવામાં આવશે અને તેને સજા પણ મળવા પાત્ર છે. પરંતુ છોકરીના પરિવાર દ્વારા ના પાડી દેવામાં આવી અને જણાવ્યું કે અમારે હજુ બે દીકરીઓ છે, જો તેઓ કેસ કરશે તો અમારી બીજી બે છોકરી સાથે કોઈ લગ્ન નહિ કરે.

તે સમયે આ પરિવાર માટે પોતાની પહેલી છોકરીને ન્યાય અપાવવા કરતા બીજી બે છોકરીઓના લગ્ન કરાવવાની ચિંતા વધારે જરૂરી લાગી. મિત્રો આપણા સમાજમાં નિરોધ નામથી લોકો મોં બગાડવા લાગે છે. સ્ત્રીઓ તો દુર પણ પુરુષોનું પુરુષત્વ પણ નિરોધ ખરીદવાથી ઘટી જાય છે. પછી છોકરી ગર્ભવતી હોય કે મરી જાય તેનાથી કોઈને કશો પણ ફરક પડતો નથી.

માતાપિતા બાળકોને ક્યારેય સેફ સેક્સ વિશે નથી જણાવતા. લોકો વિચારે છે કે આ બધું જણાવવું તેમને સેક્સ માટે ઉત્તેજિત કરી દેશે. પરંતુ મિત્રો અમુક સંતાનો તો તેમ છતાં પણ સેક્સ કરી રહ્યા છે જે તેમના માતાપિતાને જાણ પણ નથી હોતી. જો આવા છોકરાઓના માતાપિતા તેને સેક્સ વિશેની આ વાતો જણાવી દે તો ઘણી છોકરીઓ આજે બદનામીના ડરથી આત્મહત્યા કરતી બચી ગઈ હોત.

જો કોઈ છોકરીથી કોઈ છોકરા પર વિશ્વાસ કરીને આવી ભૂલ થઇ ગઈ હોય અને કમનસીબે તે ગર્ભવતી બની જાય તો આપણા સમાજમા એ છોકરીનું જીવન ખુબ જ કઠીન બની જાય છે. તેને એવા શબ્દો કહેવામાં આવે વેશ્યા છે કે શું ? કોનું પાપ લઈને પેટમાં ફરે છે ? ક્યાં કાળું મોઢું કર્યું હશે ? વગેરે જેવા મેણા ટોણા મારતા હોય છે. હવે આવી પરિસ્થિતિમાં તે છોકરી ડોક્ટર પાસે જવાને બદલે You Tube નો સહારો લે. માત્રને માત્ર સમાજના ડરથી અને જાતે જ ખુદની ડિલીવરી કરવાનું વિચારે છે.

ઘણા બધા લોકો આજે You Tube માંથી કોઈ પણ વસ્તુનો વિડીયો જોઇને તેને અનુસરતા હોય છે. આ જ રીતે એ છોકરીએ પણ You Tube માંથી વિડીઓ જોઇને પોતાની ડિલીવરી કરવાનું નક્કી કર્યું. જેનું પરિણામ ખુબ જ ભયંકર હતું.  

મિત્રો ક્યારેય પણ અમુક બાબતને You Tube માંથી જોઇને અનુસરવી જોઈએ નહિ. કેમ કે તે બાબત ઘણી વાર આપણા માટે જીવલેણ અન સાબિત થઇ શકે છે. કોઈ પણ છોકરીને તેના માતાપિતા દ્વારા સેક્સ વિશેની સમજણ આપવી જોઈએ અને જે છોકરાઓ છોકરીઓને ફસાવવાનું કામ કરતા હોય છે તેનાથી ચેતીને ચાલવું જોઈએ તેની પણ સમજણ આપવી જોઈએ. જો માતાપિતા દ્વારા પોતાના સંતાનને યોગ્ય વાત અને સંસ્કાર આપવામાં આવ્યા હોય તો ક્યારેય પણ કોઈ છોકરો કોઈ છોકરીની જિંદગી બરબાદ નથી કરતો અને છોકરી પણ ક્યારેય આવા લોકોના જાંચામાં નથી આવતી.

દરેક માતાપિતા દ્વારા પોતાના સંતાનને એક ખાસ સલાહ આપવી જોઈએ કે લગ્ન પહેલા સેક્સ એ ઘણી બધી સમસ્યાઓનું કારણ છે એટલા માટે ક્યારેય પણ લગ્ન પહેલા સેક્સ સંબંધો ન બાંધવા જોઈએ. જો યૌન સંબંધ બાંધવામાં પણ આવે તો હંમેશા સેફ વસ્તુનો  ઉપયોગ કરવો જોઈએ. જેનાથી બે વ્યક્તિનું જીવન બચી જાય છે.

તો મિત્રો આ બાબત વિશે તમારું શું કહેવું છે એ કોમેન્ટ કરીને ખાસ જણાવો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ 

Leave a Comment