દારૂ એ બચાવ્યો આ મહિલાનો જીવ | આ રીતે દારૂ બની ગયું આ છોકરી માટે અમૃત સમાન | જાણો કઈ રીતે ? | સત્ય ઘટના

દુનિયામાં જ્યારે પણ કોઈ ચમત્કાર થાય છે તો તેનો શ્રેય હંમેશા ભગવાનને જતો હોય છે. તમે ઘણી વાર એવી ઘટનાઓ સાંભળી હશે કે જેમાં મૃત્યુ પામેલ વ્યક્તિ જીવિત થઇ જાય, તેમજ ઘણી એવી ઘટનાઓ પણ સાંભળી હશે કે જેમાં મૃત્યુ વ્યક્તિને સ્પર્શ કરીને નીકળી જાય. પરંતુ જો આપણને જીવનમાં કોઈ મુશ્કેલી, ઈજા કે કોઈ જાનહાની ન થાય તો આપણે તેને ભગવાનની આપણા પર રહેલી કૃપા દ્રષ્ટિ માનીએ છીએ. આપણી ગુજરાતીમાં એક કહેવત છે, “રામ રાખે એને કોણ ચાખે.” જ્યાં સુધી મનુષ્ય પર ઈશ્વર કૃપા હોય ત્યાં સુધી તેને મૃત્યુ પણ ન સ્પર્શી શકે.

આપણે જાણીએ છીએ કે વિજ્ઞાન ચમત્કારો પર વિશ્વાસ નથી કરતુ. પરંતુ અમુક ઘટનાઓ એવી પણ બનેલી છે જે વિજ્ઞાનને પણ એકવાર નહિ અનેક વાર વિચારવા માટે મજબુર કરી દે છે. આજે અમે તમને એક એવી જ સત્ય ઘટના વિશે જણાવશું જેને સાંભળીને તમને  ભગવાન પર વિશ્વાસ ન હોય તો તરત જ આવી જશે. જો તમે પહેલેથી જ ભગવાન પર વિશ્વાસ રાખો છો તો તમારો વિશ્વાસ અતુટ બની જશે.

આ કહાની જીન હિલીયર્ડ નામની એક મહિલાની છે. જે વર્ષ 1961 માં લેંગવિંગ મિનિશોટામાં જન્મી હતી. યુએસએમાં આવેલ આ જગ્યા પર 1980 માં એક એવી ઘટના બની કે જેણે દરેક વ્યક્તિને આશ્ચર્ય ચકિત કરી દીધા હતા. 19 વર્ષીય જીન હિલીયર્ડ 20 ડીસેમ્બર 1980 ના દિવસે પોતાની કારમાં સફર કરી રહી હતી. તે સમયે ત્યાંનું તાપમાન -30 ડીગ્રી સેલ્સિયસ હતું. ઠંડી એટલી હતી કે ત્યાં પાણી પણ બરફ બની જાય.

તેવામાં અચાનક મોસમ બદલાયું, પવન ખુબ જ ઝડપી થવા લાગ્યો, ધીમે ધીમે તોફાનની ઝડપ વધવા લાગી. જેના કારણે જીન હિલીયર્ડનું પોતાની કાર પર સંતુલન બગડવા લાગ્યું અને તેના કારણે તેની કાર એક ખાડામાં જઈ પડી. પોતાની સાથે આ બધું થતા જોઈ જીન વિચારવા લાગી કે આટલા ભયંકર તોફાનમાં તે પોતાના ઘરે કેવી રીતે કેવી રીતે જશે.ત્યારે તેને અચાનક જ યાદ આવી જાય છે કે અહીંથી માત્ર બે મિલ દુર એક મિત્રનું ઘર છે અને ત્યાં પહોંચી જાવ તો તોફાનથી બચી શકું.

ત્યાર બાદ તે પોતાની કારમાંથી બહાર આવી અને તે ભયંકર તૂફાનનો સામનો કરતી કરતી ચાલીને પોતાની મિત્રના ઘરે જવા લાગી. રસ્તામાં ઠંડી એટલી વધારે હતી કે તેનું શરીર ધીમે ધીમે ઝકડાઈ રહ્યું હતું, તે વારંવાર જમીન પર પડી રહી હતી અને તેને ડર પણ લાગી રહ્યો હતો કે આટલી ઠંડીમાં ક્યાંક તેનો જીવ ન જતો રહે. રસ્તામાં તેને ઘણી ઈજાઓ પણ થઇ તેમ છતાં તે હિંમત રાખીને પોતાના મિત્રના ઘર તરફ આગળ વધતી ગઈ.

હવે તેની મિત્રનું ઘર 15 ફૂટ જ દુર હતું. પરંતુ નસીબે તેનો સાથ ન આપ્યો અને જીન ત્યાં જ રસ્તા પર પડી ગઈ. તે સમયે રાત્રીનો 1 વાગ્યો હતો. જ્યારે સવાર પડી ત્યારે તેની મિત્ર રોજની જેમ બહાર ટહેલવા માટે આવી. ત્યારે તેણે જોયું કે બહાર કોઈ રસ્તા પર પડ્યું છે. ત્યાર બાદ તે રસ્તા પર પડેલી બોડી પાસે પહોંચી તો ડરી ગઈ અને જોર જોરથી ચીસો પાડવા લાગી.

જીન હિલીયર્ડનું શરીર સંપૂર્ણ રીતે જામી ગયું હતું અને તે પથ્થર જેવી બની ગઈ હતી. જ્યારે જીનની મિત્રે ધ્યાનથી જોયું ત્યારે તેને ખબર પડી કે આ તેની મિત્ર જીન હિલીયર્ડ છે. ત્યાર બાદ જીનની મિત્ર તાત્કાલિક તેને હોસ્પિટલ લઇ ગઈ. છ કલાક સુધી જીનનું શરીર જામેલું હતું તેથી તેની ત્વચા એટલી કઠણ થઇ ગઈ હતી કે તેમાં સોઈ પણ ખૂંચી શકતી ન હતી. જીનના શરીરનું તાપમાન એટલું ઓછું હતું કે થર્મોમીટરમાં માપવું પણ શક્ય ન હતું. જીનની આંખો ખુલી હતી અને તે પણ સંપૂર્ણ રીતે જામી ગઈ હતી. તેની આંખમાં ખુબ જ તેજ રોશની કરવા છતાં પણ તેની આંખ પલકારો મારતી ન હતી.

ત્યાર બાદ ઝડપથી જીનના પરિવારના સભ્યોને પણ બોલાવી લેવામાં આવ્યા. બધા લોકોએ વિચાર્યું કે જીનનું મૃત્યુ થઇ ગયું છે. ડોક્ટરો જ્યારે તેની તપાસ કરી ત્યારે તેનો પલ્સ રેટ બાર બીટ પ્રતિ મિનીટ હતો. જ્યારે સામાન્ય રીતે આપણો પલ્સ રેટ પ્રતિ મિનીટ 60 થી 100 બીટ સુધીનો હોય છે. તેનો પલ્સ રેટ સામાન્યથી ખુબ જ ઓછો હતો.

ડોક્ટરે જણાવ્યું કે તેણે શરાબ પીધી હતી જેના કારણે જીન હિલીયર્ડના શરીરની અંદરના ઓર્ગન જામ્યા ન હતા. જેના કારણે તે હજુ પણ જીવિત છે. પરંતુ તેણે આ અકસ્માત પહેલા જો શરાબ ન પીધી હોત તો તે અત્યારે જીવિત ન હોત. પરંતુ તેના પલ્સ રેટ ખુબ ઓછા હોવાના કારણે ડોક્ટરને ડર લાગતો હતો કે જીન પોતાનો જીવ ન ખોઈ બેસો. તેથી ડોક્ટરે તેના શરીરનું તાપમાન ઊંચું લાવવા માટે તેને ઇલેક્ટ્રિક બ્લેન્કેટમાં રાખી દીધી. જીનના પરિવારના સભ્યો પણ ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા. ઇલેક્ટ્રિક બ્લેન્કેટમાં કરંટના જટકા લાગ્યા બાદ જીનનું મગજ કામ કરવા લાગ્યું અને તે બોલી પણ શકતી હતી. પરંતુ તેની યાદશક્તિ નબળી પડી ગઈ હતી. ડોક્ટરના ઈલાજથી જીન 49 દિવસમાં નોર્મલ થઇ ગઈ અને તેને હોસ્પિટલમાંથી ડીસચાર્જ પણ કરી દેવામાં આવી.

આ ઘટના બાદ જીન ખુબ ફેમસ થઇ ગઈ ઘણા ન્યુઝ અને ટીવી ચેનલો દ્વારા તેનું ઈન્ટરવ્યું પણ લીધા. જીન હિલીયર્ડ સાથે બનેલી આ ઘટના ખુબ જ ડરાવની અને ગંભીર હતી. સામાન્ય માણસ -30 ડીગ્રી સેલ્સીયસમાં 6 કલાક રહે તો મૃત્યુ પામે છે. પરંતુ જીન હિલીયર્ડ સંપૂર્ણ રીતે જામીને પથ્થર બની ગઈ હતી છતાં પણ તે જીવિત રહી ગઈ.

ડોક્ટર અને પરિવારના સભ્યોનું આ બાબત પર માનવું હતું કે આ ભગવાનનો ચમત્કાર જ છે કે જીન આ ઘટના બાદ પણ જીવિત રહી અને ઈલાજ બાદ એક સામાન્ય માણસની જેમ ખુશીથી પોતાનું જીવન વિતાવી શકી.

તમારું શું માનવું છે? આ મહિલાનો જીવ દારૂ એ બચાવ્યો કે ભગવાને ? શું મિત્રો તમે પણ ભગવાનના ચમત્કાર પર વિશ્વાસ રાખો કે માત્ર વિજ્ઞાનમાં જ માનો છો તે કોમેન્ટમાં જરૂર જણાવજો.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ    Image Source: Google

Leave a Comment