મિત્રો આપણે બધા જાણીએ છીએ કે કોરોનાનું સંક્રમણ કેવી રીતે ફેલાય છે. કોઈ પણ કોરોના સંક્રમિત વ્યક્તિ કોઈ વસ્તુને સ્પર્શ કરે તો ત્યાં કોરોના વાયરસના જંતુ ચોંટી જાય છે. ત્યાર બાદ ત્યાં કોઈ બીજી કોરોના રહિત વ્યક્તિ સ્પર્શ કરે તો તે સંક્રમણનો શિકાર બને છે. તો લગભગ લોકો પૈસા ઉપાડવા માટે ATM નો ઉપયોગ કરતા હોય છે. પરંતુ કોરોનાને ધ્યાનમાં રાખીને ATM ને અપડેટ કરવામાં આવ્યા છે. જેમાં તમે કોઈ પણ કાર્ડ વગર અને ATM મશીનને સ્પર્શ કર્યા વગર જ પૈસા ઉપાડી શકશો. જાણો તેની પદ્ધતિ વિશે.
ATM કાર્ડ ધારક હવે ATM ની સ્ક્રિન અને બટનને સ્પર્શ કર્યા વગર જ પૈસા ઉપાડી શકશે. Empays પેમેન્ટ સિસ્ટમ ઇન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે માસ્તરકાર્ડ (Master Card) ની સાથે કરાર કર્યા તે અનુસાર કાર્ડલેસ ATM ની શરૂઆત કરી છે. તેને સ્પર્શ કરવાની જરૂર નહીવત હશે અને તે સુરક્ષિત પણ છે. માટે હવે પૈસા ઉપાડવા માટે વ્યક્તિએ સ્ક્રિન અથવા બટનને સ્પર્શ કરવાની જરૂર નથી રહેતી. ATM ની આ નવી સિસ્ટમમાં તમે થોડી સેકેંડોમાં જ પૈસા કાઢી શકશો. જેમાં યુઝર્સે માત્ર 4 સ્ટેપને ફોલો કરવાના છે અને પૈસા ATM માંથી ઉપાડી શકાશે. તો ચાલો જાણીએ ક્યાં છે એ ચાર સ્ટેપ. જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.
સૌથી પહેલા તો બેન્કિંગ એપને ઓપન કરવાની છે, ત્યાર બાદ તેમાં ATM ક્યુઆર કોડને સ્કેન કરવાના છે. ત્યાર બાદ બેન્કિંગ એપમાં પૈસા ઉપાડવાની રકમ નાખવાની અને પછી ATM માંથી તમારા કેશ બહાર આવશે. આ પ્રોસેસમાં તમારે ATM માં ફિઝિકલ ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવાની જરૂર નહિ પડે. તેનાથી બિનજરૂરી સંપર્ક ઓછામાં ઓછો થશે. કોરોના કાળના આ સંકટમાં પૈસા ઉપાડવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ ઉપાય છે.
તમને જણાવી દઈએ કે, આ કાર્ડલેસ ‘એટીએમ પાસવર્ડ બાય માસ્ટરકાર્ડ’ યુઝર્સને તેનાથી સૌથી નજીકના ઈનેબલ્ડ એટીએમને ડિઝીટલ રીતે લોકેશનની ભાળ મેળવવા માટે મદદ કરશે. પૈસા ઉપાડવા માટે તમારે તમારા મોબાઈલની બેન્કિંગ એપનો ઉપયોગ કરીને ક્યુઆર કોડને સ્કેન કરવાનો રહેશે.
કંપનીએ તેનું બયાન જારી કરતા જણાવ્યું કે, Empays IMT પેમેન્ટ સિસ્ટમની સાથે કરાર કર્યા છે. તે અનુસાર IMT પેમેન્ટ સિસ્ટમની પાછળ રહેલી બેઝિક ટેકનોલોજીને અપગ્રેડ કરશે, તેનાથી માસ્ટરકાર્ડ કાર્ડલેસ ATM ની જરૂરિયાતને શામિલ કરવામાં આવી શકે અને EMV કેશ વિડ્રોલ ટ્રાન્ઝેક્શન પણ થઈ શકે.
IMT પેમેન્ટ સિસ્ટમ દુનિયામાં કાર્ડલેસ કેશ વિડ્રોલ માટે ATM સૌથી મોટું નેટવર્ક છે અને દેશભરમાં લગભગ 40,000 જેટલા ATM ઉપલબ્ધ છે.
આ ATM થી કોઈ પણ કાર્ડની સાથે ફિઝિકલ કોન્ટેક્ટ કર્યા વગર જ ATM થી પૈસા ઉપાડવાની સુવાધી મળે છે અને તેના માટે SMS ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. Empays ને રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નેશનલ પેમેન્ટ સિસ્ટમના આધાર પર અધિકૃત કર્યું છે.