એક સમયે ટીકીટના પૈસા પણ નહોતા, માંડ માંડ અમેરિકાની ટીકીટ કરી શક્યો, તે યુવાન અત્યારે છે ગુગલનો COE

મિત્રો Google ના CEO સુંદર પિચાઈ આપણા ભારતના છે. તેમણે પોતાની પહેલી અમેરિકા યાત્રાને યાદ કરતા જણાવ્યું હતું કે, અમેરિકા જઈને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી શકું એ માટે મારા પિતાજીએ પોતાની એક વર્ષની કમાણી ખર્ચ કરી નાખી હતી. આ વાત સુંદર પિચાઈએ સોમવારે વર્ષ 2020 ના ગ્રેજ્યુએશન માટે વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલી વર્ચ્યુઅલ ગ્રેજ્યુએશન સેરેમનીમાં કહી હતી.

તેમણે પોતાની સ્પીચમાં વિદ્યાર્થીઓને એક સ્પેશિયલ મેસેજ આપ્યો હતો. જેમાં જણાવ્યું હતું કે, ‘Be open, be impatient, be hopeful’(દિમાગને ખુલ્લું રાખો, બેચેન રહો, આશાઓથી ભરપુર રહો). કોવિડ-19 ની મહામારી આ વર્ષના 2020 ના ગ્રેજ્યુએટીંગ સ્ટુડન્ટ્સને તેની ગ્રેજ્યુએશન સેરેમની ન મળી શકી. તેના કારણે તેને વર્ચ્યુઅલી સમ્માનિત કરવામાં આવી રહ્યા છે. તો ત્યારે સુંદર પિચાઈએ પણ તેના ઘરેથી જ આ સેરેમનીમાં ભાગ લીધો હતો.

પિચાઈએ તેની સ્પીચમાં વિદ્યાર્થીઓને જણાવ્યું કે, મુશ્કેલીના સમયમાં ગમે તેમ કરીને સકારાત્મક રહો, ઘણી મદદ મળે છે. તેણે પોતાની અમેરિકાની યાત્રાને યાદ કરી હતી અને જણાવ્યું હતું કે, મારા માટે તે ખુબ જ મુશ્કેલ હતું, અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટી આવીને અભ્યાસ કરવા માટે ઘણા બધા પડકારો હતા.

તેમણે આગળ જણાવ્યું કે, અમેરિકાની ફ્લાઈટની ટીકીટ ખરીદવા માટે મારા પિતાએ તેની આખા વર્ષની સેલેરી જેટલા પૈસા ખર્ચ કરવા પડ્યા હતા, કેમ કે હું સ્ટેનફોર્ડ આવીને અભ્યાસ કરી શકું. તે મારી પહેલી હવાઈ સફર હતી અને અમેરિકા ખુબ જ મોંઘુ પણ છે. ઘરે ફોન કરીને વાત કરવા માટે એક મિનીટના બે ડોલર ખર્ચ થતા હતા. તો એક બેગ લેવા જઈએ તો તેની કિંમત મારા પિતાની સેલેરી બરોબર હતી.

પિચાઈએ આ વાત પર વિદ્યાર્થીઓનું પણ ધ્યાન દોર્યું કે, આજની પેઢી પાસે ટેકનોલોજી સુધીની પહોંચ છે, પરંતુ તેના જમાનામાં એવું ન હતું. તેમણે કહ્યું કે, ‘હું ટેકનોલોજી વગર જ મોટો થયો છું. મારી ઉંમર 10 વર્ષની થઈ ત્યારે મારા ઘરે ફોન ન હતો.અમેરિકા આવ્યો ત્યાં સુધી મારી પાસે કોમ્પ્યુટર એક્સેસ પણ ન હતા. તેમજ અમારે ત્યાં જ્યારે ટીવી આવ્યું ત્યારે તેમાં એક જ ચેનલ આવતી હતી.’

આ ઈવેન્ટ યુટ્યુબ પર સ્ટ્રીમ થઇ હતી, જેમાં સુંદર પિચાઈ સિવાય, પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા, પૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા, સિંગર લેડી ગાગા અને બિયોન્સે સહીત પોપ્યુલર K-pop ગ્રુપBTS ના મેમ્બર્સે વર્ષ 2020 માં ગ્રેજ્યુએશન થઈ રહેલા વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલી સ્પીચ આપી અને સામાજિક સંદેશો પણ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે સુંદર પિચાઈનો જન્મ ચેન્નઈમાં થયો હતો. તેમણે મટીરીયલ્સ એન્જિનિયર્સ તરીકે કરિયરની શરૂઆત કરી હતી. અને 2004 માં તે ગુગલ સાથે મેનેજમેન્ટ એક્ઝીક્યુટીવ સાથે જોડાયા હતા. 2015 માં તેને કંપનીના પ્રોડ્કટ ચીફ અને CEO બનાવવામાં આવ્યા. તેની નિયુક્તિ ગુગલના રીસ્ટ્રક્ચરિંગ પ્રોસેસ હેઠળ થઈ હતી. તે પ્રોસેસમાં Alphabet Inc. ને ગુગલની પેરેન્ટ કમ્પની બનાવી દીધી હતી.

Leave a Comment