અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, અને પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી
મુકેશ અંબાણીએ અનિલ અંબાણીનું કર્જ શા માટે ચુકવ્યું… શું છે મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન… જાણો આ લેખમાં.
મિત્રો આજે રિલાયન્સ ગ્રુપના મુકેશ અંબાણી બધા જ ઓળખે છે અને તેમના ભાઈને પણ બધા જ લોકો ઓળખે છે અનીલ અંબાણી. આ બંને ભાઈઓ વચ્ચે ઘણો બધો તફાવત જોવા મળે છે. એ આપણે બધા જ જાણીએ છીએ. કેમ કે અત્યારે મુકેશ અંબાણી ખુબ જ ધનિકતા તરફ ચાલી રહ્યા છે. જ્યારે અનીલ અંબાણી નુકશાની તરફ જાય છે.
હમણાં જ અનીલ અંબાણીને સરકાર દ્વારા નોટીસ આપવામાં આવી હતી. અનીલ અંબાણી પર કરોડો રૂપિયાનું કર્જ થઇ ગયું હતું. જે તે ભરી શક્યા ન હતા. પરંતુ હમણાં જ અનીલ અંબાણીના ભાઈ મુકેશ અંબાણીએ તેના નાના ભાઈનું કર્જ ભરી દીધું હતું. મુકેશ અંબાણી દ્વારા આવું કરવાથી બંને ભાઈઓ આજે ખુબ જ ચર્ચામાં છે. કેમ કે વર્ષોથી મુકેશ અંબાણી અને અનીલ અંબાણી વચ્ચે કોઈ પણ પ્રકારનો વ્યવહાર ન હતો. પરંતુ અચાનક જ અનીલ પર થયેલા કર્જને મુકેશ અંબાણીએ ભરી દીધું હતું.
તો મિત્રો મુકેશ અંબાણી વર્ષોથી તેના નાના ભાઈ સાથે બોલતા ન હતા. પરંતુ અચાનક તેનું આવું કરવા પાછળનું કારણ શું હતું ? મુકેશ અંબાણીએ નાના ભાઈનું કર્જ ભર્યું તો તેમાં પણ તેમને કોઈ ફાયદો નજર આવ્યો હશે ? તો મિત્રો આજે અમે તમને તેની પાછળનું સાચું સત્ય જણાવશું. શા માટે મુકેશ અંબાણીએ નાના ભાઈ અનિલનું કર્જ ચુકવ્યું, જાણો મુકેશ અંબાણીનો તેમાં શું હતો ફાયદો.
બરબાદીની કગાર પર ઉભેલા અનિલ અંબાણીને જેલમાં જતા બચાવવા માટે જ્યારે મુકેશ અંબાણી આગળ આવ્યા ત્યારે આ બિઝનેસ વર્લ્ડમાં ચર્ચા થવા લાગી હતી. કેમ કે બધા જાણકારોનું કહેવું છે કે મુકેશ અંબાણી ક્યારેય કોઈ પણ નિર્ણય પોતાના ફાયદા વગર લેતા જ નથી. જો તેમણે અનિલ અંબાણીનું કર્જ ચુકવ્યું છે તો તેમાં પણ પોતાનો ફાયદો શોધી જ લીધો હશે.
સુત્રોના આધારે એવું કહેવાય છે કારોબારની દુનિયાના દિગ્ગજ સ્વિડનની એરિક્સનને 7.7 કરોડ ડોલર ચૂકવવાના હતા. જેને ચુકવવા માટે માત્ર મુકેશ અંબાણી જ આગળ આવ્યા હતા. તો વ્યાપાર જગતના જાણકારોનું કહેવું છે કે કર્જ ચુકવવા પાછળ પણ મુકેશ અંબાણીનું એક ષડ્યંત્ર છે. કેમ કે મુકેશ અંબાણીએ રિલાયન્સ કોમ્યુનિકેશન અને jio દ્વારા અનિલ અંબાણીને બરબાદ કર્યા. કેમ કે પહેલા રિલાયન્સ મોબાઈલ માર્કેટમાં ચાલતું હતું. પરંતુ jio ના આવ્યા બાદ અનિલની કંપની ચાલી નહી. જેમાં અનિલ અંબાણીને ખુબ જ મોટો ફટકો પડ્યો હતો.
જાણકારોના તર્ક મુજબ jio આવ્યા બાદ બધી મોબાઈલ સીમની કંપનીએ ઘુટણ ટેકાવી દીધા છે. કેમ કે jio સામે આજે કોઈ પણ કંપની પોતાની ટક્કર આપી શકતું નથી. મુકેશ અંબાણીની jio આવ્યા પહેલા અનિલ અંબાણીની રિલાયન્સ ટેલિકોમ સેક્ટરની એક નંબરની કંપની હતી. સાથે સાથે દુનિયાના અન્ય દેશોમાં પણ પોતાનો કારોબાર ફેલાવી રહી હતી. પરંતુ બંને ભાઈઓ વચ્ચે એક કરાર કરવામાં આવ્યો હતો. તે કરારમાં મુકેશ અંબાણી 7 વર્ષ સુધી કોઈ પણ ટેલિકોમ કંપની નહિ શરૂ કરે. પરંતુ 7 વર્ષની અવધી જેવી સમાપ્ત થાય ત્યાર બાદ તરત જ માર્કેટમાં jio આવી ગયું અને માર્કેટમાં ધૂમ મચાવી દીધી હતી. જેના પગલે ઘણી કંપનીઓને ખુબ જ મોટો ફટકો પડ્યો હતો. પરંતુ અનિલ અંબાણીની કંપની સંપૂર્ણ બંધ થઇ ગઈ છે. જેના કારણે અનિલ અંબાણી ખુબ જ નુકશાનીમાં જવા લાગ્યા હતા.
અનિલ અંબાણી દ્વારા કંપનીને ટકાવી રાખવા ખુબ જ મહેનત કરી પરંતુ તે નાકામ રહ્યા. તે કોશિશમાં જ કંપની પર કર્જ પણ વધી ગયું હતું. અને સ્વિડનની એરિક્સન પોતાના પૈસા વસુલવા માટે સુપ્રીમ કોર્ટ પાસે ચાલી ગઈ હતી જેના પગલે અનિલ અંબાણીને કોર્ટ દ્વારા નોટીસ આપવામાં આવી હતી. કે જો આ કર્જ ત્રણ મહિનામાં નહિ ભરવામાં આવે તો અનિલ અંબાણીએ જેલ જવું પડશે.
તો આ બાબત પર દિગ્ગજોનું કહેવું છે કે મુકેશ અંબાણી દ્વારા જે અનિલનું કર્જ ભરવામાં આવ્યું છે તેની પાછળ મુકેશનો કોઈ ખાસ ગોલ છે. કેમ કે મદદ કરી અને પોતાના ભાઈને કર્જમાંથી બચાવીને તે રીલાયન્સ ટેલિકોમ ખરીદી લેશે અને તે પણ ખુબ જ સસ્તા ભાવમાં. તેમાં પણ મુકેશ અંબાણી દ્વારા પોતાનો જ ફાયદો શોધી લીધો છે. એટલા માટે અનિલ અંબાણીનું કર્જ મુકેશ અંબાણી દ્વારા ચુકવવામાં આવ્યું છે. બીજી તરફ એમ પણ કેવાઈ રહ્યું છે કે તેમને બસ એમ જ સબંધ ખાતર પોતાના ભાઈની મદદ કરી છે. અહી આપેલ તમામ રીવ્યુ બિઝનસ એક્સપર્ટના મત મુજબના છે તેમજ ઈન્ટરનેટ પરની માહિતી આધારિત છે. હવે આ બંને કંપનીઓમાં આગળ શું થશે તે જોવાનું રહ્યું. શું જીઓ રિલાઈન્સ ટેલીકોમ ખરીદશે કે કેમ તે પણ જોવાનું રહ્યું.
તો મિત્રો તમારું આ બાબત વિશે શું કહેવું છે તે કોમેન્ટ કરીને ખાસ જણાવો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? આવી જ બીજી જાણકારી મેળવવા લાઈક કરી લો SOCIAL GUJARATI પેજ… અને નીચે મુજબનું સેટિંગ કરી નાખો.. એટલે તમામ આવા લેખ દરરોજ મળ્યા કરશે સૌથી પહેલા