ગુજરાતની એક સત્ય ઘટના પર આધારિત એક વાત….. સાંભળીને તમે પણ રડી પડશો…
મિત્રો આ વાત એક સત્ય ઘટના પર આધારિત જ છે. પરંતુ તેમની ગોપનીયતા માટે માત્ર પાત્રોના નામ બદલી નાખવામાં આવ્યા છે. પરંતુ મિત્રો આ એક લવસ્ટોરી છે જે વાંચીને કદાચ તમે પણ રડી પડશો. તો તે વાત જાણવા માટે આખો લેખ જરૂર વાંચો.
મિત્રો અત્યારે ટેકનીકલ યુગ આવ્યો છે એટલે પ્રેમ સંબંધો પણ થોડા ટેકનીકલી થવા લાગ્યા છે. તો તેવી જ રીતે આ ઘટનામાં બે પાત્ર હોય છે ચિંતન અને અપેક્ષા. તે બંને ફેસબુકમાંથી ફ્રેન્ડ બને છે. ચિંતન બરોડામાં રહેતો હતો જ્યારે અપેક્ષા કચ્છમાં રહેતી હતી. બંને એકબીજાને ક્યારેય રૂબરૂ જોયા કે મળ્યા પણ ન હતા. તેમ છતાં બંને ફેસબુક પર ખુબ જ સારા મિત્રો બની ગયા હતા અને વાતો વાતોમાં બંને એકબીજાના પ્રેમમાં પડી જાય છે.
જોત જોતામાં તેમનો પ્રેમ ખુબ જ ગાઢ થઇ ગયો અને તેઓ એકબીજા વગર રહી નહિ શકે. તેવી પરિસ્થિતિ આવી ગઈ. પરંતુ તેઓ બંનેએ કંઈક અલગ જ કરવાનું વિચાર્યું અને નક્કી કર્યું કે આપણે બંને ત્યારે જ મળીશું જ્યારે એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ જઈએ. ત્યાર બાદ તેઓ ખુબ પ્રેમ ભરી વાતો કરતા તેમજ બંને લગ્નને લઈને અવનવા સપનાઓ પણ જોવા લાગ્યા હતા.
પણ પ્રેમ ભરી વાતોમાં અચાનક જ તેમની વચ્ચે એવી વાતો પણ થાય છે કે જેના કારણે બંને વચ્ચે નાની નાની વાતોમાં ઝગડો થવા લાગે છે. જે બંને એકબીજા સાથે વાતો કર્યા વગર રહી ન શકતા તે બંનેએ હવે વાતો કરવાનું પણ બંધ કરી દીધું હતું. પરંતુ મિત્રો અપેક્ષાને પુસ્તકો વાંચવાનો ખુબ શોખ હતો. તો તે એક પ્રેમ કથા વાંચી રહી હતી અને તેમાં આવ્યું કે જે લોકો દુનિયામાં કંઈક અલગ કરવા જતા હોય છે તેની પરીક્ષા ભગવાન અવશ્ય લેતા હોય છે.
આ વાંચી અપેક્ષાને રીયલાઈઝ થયું કે ભગવાન તેની અને ચિંતનના પ્રેમની પરીક્ષા લઇ રહ્યા હતા અને તેણે ચિંતનને મેસેજ કર્યો ત્યારે ચિંતનથી પણ રહેવાયું નહિ અને તેને અપેક્ષાને ફોન કર્યો. ત્યારે બંનેએ એકબીજાની ભૂલને સમજી અને માફી માંગી અને ફરીથી બંને વચ્ચે પહેલા જેટલો જ પ્રેમ થઇ ગયો અને આ વખતે તેમણે લગ્નનો નિર્ણય લઇ લીધો. જેમાં ચિંતનના ઘરે આ લગ્ન માટેની પરવાનગી મળી ગઈ જ્યારે અપેક્ષાના માતા પિતાએ આ લગ્નને મંજુરી આપી નહિ.
એટલું જ નહિ મિત્રો અપેક્ષાના માતા પિતા એવું વિચારે છે કે આ રીતે ફોન પર પ્રેમ ન થઇ શકે અને તે લોકો પણ અજાણ્યા હોય તેવા ઘરે તે પોતાની દીકરીના લગ્ન કંઈ રીતે કરે અને તે ઉલટાના અપેક્ષાને પણ ખુબ ખીજાય છે અને તેની પાસેથી ફોન પણ લઇ લેવામાં આવે છે. તેમજ તેને ઘરેથી બહાર જવાની મનાઈ કરી દીધી. હવે અપેક્ષાને પોતાના ઘરમાં કેદી જેવું ફિલ થવા લાગ્યું.
પરંતુ આવું કેટલા દીવસ સુધી ચાલે. આખરે અપેક્ષાની કોલેજની પરીક્ષા શરૂ થવાના કારણે તેના પિતાએ તેને પરીક્ષા આપવા માટે બહાર જવાની પરવાનગી આપી અને અપેક્ષા પણ છેલ્લું પેપર આપ્યા બાદ ચિંતન સાથે ભાગી ગઈ. ચિંતન અને અપેક્ષાએ લવ મેરેજ કરીને પોતાની નવી જિંદગીની શરૂઆત કરી.
ચિંતનનું પરિવાર પણ તેમના લગ્ન બાદ ખુશ હતું અને તેઓ બંને પણ એકબીજા સાથે પ્રેમથી જીવન ગાળતા હતા. તેવામાં અપેક્ષા ગર્ભવતી બને છે. અપેક્ષાના સાસુ તેમજ ચિંતનનું આખું પરિવાર અપેક્ષાનું ખુબ ધ્યાન રાખતા તેમ છતાં પણ અપેક્ષાને આ સમય દરમિયાન તેની માતાની યાદ આવતી અને તેણે આ વાત ચિંતન અને તેની સાસુને જણાવી અને કહ્યું કે, “તમે મારા ગર્ભવતી હોવાના સમાચાર મારા પિતાને આપો એ ખુશ થઇ જશે.”
અને ચિંતન અપેક્ષાના પિતાને ફોન કરીને જણાવે છે કે અપેક્ષા ગર્ભવતી છે. આ સાંભળી અપેક્ષાના પિતા ખુબ જ ખુશ થઇ જાય છે. કારણ કે આખરે અપેક્ષા તેમની એકની એક લાડલી દીકરી હતી અને આખરે એ દિવસ પણ આવી ગયો કે બંને પરિવારો વચ્ચે સમાધાન થઇ ગયું અને અપેક્ષાના જીવનમાં જે વાતની ખોટ સાલતી હતી તે પણ હવે પૂરી થઇ ગઈ.
થોડા સમય બાદ અપેક્ષા એક લક્ષ્મી સ્વરૂપ પરી જેવી દીકરીને જન્મ આપે છે અને બંને પરિવારોમાં દીકરીનો જન્મ થવાથી ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. ત્યાર બાદ ચિંતન પોતાની 50,000 ની નોકરી છોડીને પોતાનો બીઝનેસ શરૂ કરે છે. તે ખુબ મહેનત કરે છે અને તેની મહેનત આખરે રંગ પણ લાવે છે અને તે ખુબ પૈસા કમાવા લાગે છે અને તેનું પરિવાર ખુબ જ જાહોજલાલી તેમજ સુખી પૂર્વક જીવન જીવવા લાગે છે.
પરંતુ અચાનક જ તેનો ખરાબ સમય શરૂ થઇ જાય છે. એક વેપારીના કારણે તેનો ધંધો ઠપ થઇ જાય છે. તે ખુબ મહેનત કરે છે પરંતુ તે આ પરિસ્થિતિમાં વધારેને વધારે ફસાતો જાય છે અને તેની માથે દેવું થતું જાય છે. ઘરમાં પૈસા ન હોવાને કારણે તેની અને અપેક્ષા વચ્ચે પણ ઝગડો થવા લાગ્યો.
કારણ કે અત્યાર સુધી ચિંતને એ જ કર્યું હતું જે અપેક્ષાએ કહ્યું હોય. મતલબ દર રજાના દિવસે મોંઘી હોટલોમાં જમવા જવું, બહાર જવું વગેરે. એક વૈભવી જીવનમાંથી એકદમ સાદું જીવન આવી ગયું. જેના કારણે બંને વચ્ચે ઝગડાઓ ખુબ વધવા લાગ્યા અને બંને આ ઝગડાઓથી ખુબ પરેશાન રહેવા લાગે છે.
એક દિવસ અપેક્ષાએ કંટાળીને અને ચિંતનને સબક શીખવવા માટે એક ઝેરી દવા પીધી અને ચિંતનને ફોન કરે છે અને કહે છે કે “ચિંતન મેં દવા પી લીધી છે, હવે મારે જીવવું નથી, હું આ જિંદગીથી કંટાળી ગઈ છું.” આટલું કહી ફોન મૂકી દે છે. પણ પછીની પીડા જે શરીરમાં થાય છે એ અપેક્ષા સહી નથી શકતી. એક વાર નઈ પણ સો વાર જીવતા જીવિત મરે એવી પરિસ્થિતિ થાય છે, અને આ બાજુ ચિંતન તરત જ ઘરે આવે છે અને તેને સારવાર માટે હોસ્પીટલ લઇ જાય છે. ચિંતન અને તેનું પરિવાર દવાની સાથે સાથે અનેક દુવાઓ પણ કરે છે પરંતુ અપેક્ષા પોતાનો જીવ ખોઈ બેસે છે. આ રીતે આ વાતનો એક કરુણ અંત આવે છે.
મિત્રો આ વાત પરથી આજના યુવાનો તેમજ પતિ પત્નીઓ માટે એ સંદેશ મળે છે કે જીવનમાં પ્રેમ કરતા પૈસો ક્યારેય મોટો હોતો નથી. જીવનમાં આવા સંકટ સમયે એક પત્નીએ પોતાના પતિનો સહારો થઈને ઉભા રહેવું જોઈએ. નહિ કે આ રીતે ખોટા પગલા ભરવા અને પૈસાને મહત્વ આપવાને બદલે પ્રેમને વધારે મહત્વ આપવું જોઈએ. આ લેખ વાંચતા દરેક વ્યક્તિ ને વિનંતી કે તમારો અભિપ્રાય કોમેન્ટ માં જણાવો અને દરેક જોડે આ લેખ શેર કરો
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી