કરીના એક સમયે હતી શહીદ કપૂર પાછળ દીવાની.. શા માટે થયું તેનું બ્રેક અપ.. કારણ જાણશો તો દંગ રહી જશો.

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

કરીના એક સમયે હતી આ ચાર્મિંગ હીરો પાછળ દીવાની….  શા માટે થયું તેનું બ્રેક અપ….

કરીના કપૂર બોલીવુડમાં આવતાની સાથે જ ફેમસ થવા લાગી હતી. કરીનાને પસંદ કરનાર લોકોની કોઈ કમી નથી રહી. પરંતુ વર્ષ 2003 માં એક અભિનેતાના પ્રેમમાં પડી ગઈ હતી. img source
એટલુ જ નથી પોતાના પ્રેમને પામવા માટે કરીનાએ તે અભિનેતાને બે મહિના સુધી ફોલો કર્યો હતો અને વાત અહીં સુધી જ સીમિત નથી. પરંતુ પોતે સામેથી તે અભિનેતાને પ્રપોઝ પણ કર્યું હતું.

મિત્રો કરીના જે અભિનેતાના પ્રેમમાં પાગલ બની ગઈ હતી તે અભિનેતા કોઈ બીજો નહિ પણ બોલીવુડનો ચાર્મિંગ અભિનેતા શાહિદ કપૂર છે. એક સમયે કરીના તેની પાછળ પડી ગઈ હતી અને આ વાતણો ખુલાસો ખુદ કરીનાએ કરન જહોરના શો કોફી વિથ કરન માં કર્યો હતો.

img source
ફિદા ફિલ્મના સેટ પર કરીના શાહિદ કપૂર પર ફિદા થઇ ગઈ હતી. મિત્રો તમને એક મહત્વની વાત જણાવી દઈએ કે શાહિદ કપૂર પહેલા કરીનાનું નામ હ્રીતિક રોશન સાથે જોડવામાં આવ્યું હતું. પરંતુ વિવાહિત હ્રીતિક સાથે તેમનો સંબંધ લાંબા સમય સુધી ચાલ્યો નહિ. ત્યાર બાદ કરીના અને હ્રીતીકે બંનેએ ફિલ્મમાં સાથે કામ કરવાનું બંધ કરી દીધું હતું.

હ્રીતિક સાથેના સંબંધમાં દિલ તૂટ્યા બાદ પોતાનો પ્રેમ શાહિદ કપૂરમાં શોધ્યો. શાહિદ અને કરીનાનો સંબંધ ખુબ મજબુતીથી જોડાયો હતો. ઓછું બોલનાર શાહિદ કપૂર પર દિલ દિમાગથી કુરબાન થઇ ચુકી હતી કરીના. કરીના શાહિદની દરેક આદતોને ફોલો કરવા લાગી હતી.

img source
શાહિદનો પ્રેમ મળતાની સાથે જ પંજાબી પરિવારથી તાલુક રાખતી કરીનાએ નોન વેજ ખાવાનું પણ છોડી દીધું હતું અને શાહિદની જેમ વેજીટેરીયન બની ગઈ હતી. કરીનાના ઘરમાં પણ બધા હેરાન રહી ગયા હતા. આ વાત પર કે શાહિદે એવું તો શું જાદુ કર્યું કે પેટ ભરીને નોનવેજ ખાનાર કરીના વેજીટેરીયન બની ગઈ.

આ બંનેની લવ સ્ટોરી ત્યારે ચાલુ થઇ હતી જ્યારે શાહિદે બોલીવુડમાં હજુ કરિયરની શરૂઆત જ કરી હતી. જ્યારે કરીના તે સમયે ટોપ એક્ટ્રેસ બની ગઈ હતી. ત્યારે શાહિદની બધી ફિલ્મો ફ્લોપ જતી હતી પરંતુ તેમની વિવાહ ફિલ્મ હીટ થતા તે પણ ટોપ લીસ્ટમાં આવવા લાગ્યો.

img source
ત્યાર બાદ કરીના શાહિદને લઈને થોડું ઇનસિક્યોર ફિલ કરતી હતી કે શાહિદ ક્યાંક તેની કો સ્ટાર અમૃતા રાવના પ્રેમમાં ન પડી જાય. તેમ છતાં પણ શાહિદ અને કરીનાનો સંબંધ સારો ચાલી રહ્યો હતો. શાહિદ કરીનાના પ્રેમને તેમના ઘરવાળાઓએ પણ રજામંદી આપી દીધી હતી. કરીનાના પિતાએ તો શાહિદને પોતાના પરિવારનો સભ્ય પણ માની લીધો હતો. તેમજ કરિશ્મા માટે પણ કરીના જેટલા જ લાડલા હતા શાહિદ પણ. તેમનો આ સંબંધ જોઇને તો એવું લાગતું હતું કે વર્ષ 2007 માં કરીના અને શાહિદ બંને લગ્ન પણ કરી લેશે.

img source
પરંતુ જાણવામાં આવ્યું છે કે શાહિદ પોતાની કો સ્ટાર અમૃતા રાવ સાથે ખુબ જ ફ્રેન્ડલી રહેતા હતા. અને આ વાતથી કરીના શાહિદથી નારાજ રહેતી હતી. શાહિદે પોતાના એક ઈન્ટરવ્યુંમાં જણાવ્યા અનુસાર કરીના શાહિદ પર જરૂરતથી વધારે હક જતાવા લાગી હતી. અને તેનાથી શાહિદનું પોતાનું અસ્તિત્વ ખોવાતું લાગતું હતું શાહિદનું માનીએ તો કરીનાના ડોમીનેટીંગ નેચરના કારણે તેમની વચ્ચે બ્રેક અપ થઇ ગયું હતું.

શાહિદનું માનીએ તો કરીના એ જ કરવા માંગતી હતી જે તેને પસંદ હોય. શાહિદની ઈચ્છા અને પસંદ નાપસંદથી તેને કોઈ મતલબ નોહતો રહેતો. બહારથી ખુબ સારા દેખાતા સંબંધ વચ્ચે ખુબ પ્રોબલમ્સ ચાલી રહી હતી અને તે સમયે બંનેની ફિલ્મો પણ ફ્લોપ જતી હતી. તેનું કારણ બંને એક બીજા પર ઢોળતા હતા.

img source
જબ વી મેટના શુટિંગ બાદ બંને અલગ થઇ ગયા. શાહિલ કિસ્મત કનેક્સનના શુટિંગ માટે કેનેડા જતા રહ્યા તો કરીના તશન ફિલ્મ માટે લદ્દાખ જતી રહી. તે દરમિયાન સૈફ અલીખાન કરીનાને ખુબ હસાવ્યા કરતા હતા. ત્યાર બાદ કરીના સૈફથી ઈમ્પ્રેસ થઇ ગઈ હતી અને સૈફ પણ કરીના પ્રત્યે ઈન્ટ્રેસ્ટ લેવા લાગ્યા. ત્યારે કરીના અને સૈફના લીંકઅપની પણ ખબરો આવવા લાગી. પણ ત્યારે તો તેને અફવા જણાવવામાં આવી હતી.પરંતુ શાહિદ કરીનાનું બ્રેક અપ અફવા ન હતી.

img source
ત્યાર બાદ કરીનાની જિંદગીમાં સૈફ આવ્યા તો તે દરમિયાન શાહિદનું નામ વિદ્યા બાલન સાથે જોડવામાં આવ્યું. થોડા સમય પછી શાહિદ અને પ્રિયંકાના અફેઈરની વાતો ચર્ચામાં રહી. ત્યાર બાદ અંતે શાહિદે પોતાના માતા પિતાની મરજીથી અરેંજ મેરેજ કરી લીધા. પરંતુ આજે કરીના સૈફના પુત્રની માતા બની ચુકી છે તો બીજી બાજુ શાહિદ પણ પોતાની પત્ની મીરાં અને પુત્રી નિશા સાથે ખુશ છે.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

 

Leave a Comment