ભજીયા ના ચાહકો માટે હવે ખુશ ખબર …. બનાવો તેલ વગર ભજીયા .. વિશ્વાસ ના આવે તો જોઈ લો આ વિડીયો

તેલ વગર બનાવો ટેસ્ટી અને હેલ્ધી ભજીયા..

મિત્રો આપણે સામાન્ય રીતે તેલમાં જ ભજીયા અને પકોડા બનાવતા હોઈએ છીએ. પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે આટલો તેલ વાળો આહાર લેવાથી આપણું શરીર પણ ભજીયા જેવું બની જશે. મતલબ કે આપણું શરીર વધી જાય છે અને ચરબીનું પ્રમાણ વધી જાય છે અને પરિણામે વજન વધી જતું હોય છે અને શરીર બેડોળ બની જતું હોય છે.

તો આજે અમે ભજીયા બનાવવાની એવી ટેકનીક લાવ્યા છીએ જેમાં તમારે એક ટીપું પણ તેલ ઉપયોગમાં લેવાનું નથી. તો ચાલો જાણીએ કે આ ભજીયા કંઈ રીતે બનાવી શકાય.

તેલના ઉપયોગ વગર ભજીયા બનાવવા માટે જોઈતી સામગ્રીઓ:

મિત્રો અહીં આપણે ઉદાહરણ તરીકે બટેટા અને ડુંગળીનો ઉપયોગ કરીને ભજીયા બનાવવાની રેસેપી જણાવવા જઇ રહ્યા છીએ પરંતુ મિત્રો તમારે જે પ્રકારના ભજીયા બનાવવા હોય તે બની શકે છે.

એક કપ ચણાનો લોટ, એક નંગ બાફેલા બટેટુ,  એક નંગ ડુંગળી જીણી સમારેલી, અડધો કપ કોથમીર જીણી સમારેલી, એક નંગ લીલું મરચું જીણું સમારેલું,     મીઠું સ્વાદ અનુસાર,  અડધી ચમચી હળદર,      અડધી ચમચી ધાણાજીરું પાવડર,  અડધી ચમચી ગરમ મસાલો પાવડર, અડધી ચમચી લાલ મરચું પાવડર, એક ચપટી હિંગ.

તેલ વગર ભજીયા બનાવવાની રીત:

સૌપ્રથમ તમારે ચણાનો લોટ લેવાનો છે. ત્યારબાદ તેમાં બટેટાને ક્રશ કરી ઉમેરી દો.

ત્યારપછી જીણી સમારેલી ડુંગળી, કોથમીર અને જીણું સમારેલુ મરચું નાખી દો. હવે બધું બરાબર રીતે મિક્સ કરી લો.

બધું મિક્સ કર્યા બાદ તેમાં તમારે બધા મસાલા પણ ઉમેરી દેવાના છે જેથી ભજીયા એકદમ સ્વાદિષ્ટ બને. તે મિશ્રણમાં લાલ મરચું પાવડર, ધાણાજીરૂ પાવડર, મીઠું, હળદર અને હિંગ ઉમરી દો અને મિશ્રણને બરાબર હલાવીને મિક્સ કરી લો.

હવે તેમાં તમારે જરૂરીયાત મુજબ પાણી ઉમેરવાનું છે. મિત્રો આ ભજીયા બનાવતી વખતે એક જ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જે આપણે તેલમાં તળીને ભજીયા બનાવીએ ત્યારે બેટર આપણે પાતળું બનાવીએ છીએ પરંતુ અહીં આપણે બેટર ઘાટું રાખવાનું છે એટલે કે બને એટલો પાણીનો ઓછો ઉપયોગ કરવાનો છે.

હવે આવશે આપણી મુખ્ય સામગ્રી અને તે છે પાણી. ભાજીયાને તળવા માટે તમારે તેલની જગ્યાએ પાણીનો ઉપયોગ કરવાનો છે.

તેના માટે એક કડાઈમાં બે ગ્લાસ પાણી નાખો. ત્યારબાદ પાણીને ઉકળવા દો. પાણી એકદમ ઉકળી જાય ત્યારબાદ હાથની મદદ વડે અથવા તો ચમચીની મદદથી ભજીયા પાડો. ત્યાર બાદ ગેસને માધ્યમ આંચ પર રાખી દો અને ભાજીયાને બરાબર પકાવી લો.

લગભગ આઠથી દશ મિનીટ સુધી ભાજીયાને પાણીમાં પકાવો અને તે દરમિયાન ભાજીયાને હલાવતા રહેવાનું છે.

આઠથી દશ મિનીટ બાદ તમારા ભજીયાનો કલર બદલાઈ ગયો હશે અને તે પાકી પણ ગયા હશે ત્યારબાદ તેને તમે પ્લેટમાં કાઢી લો. પ્લેટમાં કાઢ્યા બાદ તેને તમે થોડા ઠંડા થવા દો અને ત્યારપછી તેને તમારી મનગમતી ચટણી સાથે પીરસી શકો છો.

તો આ રીતે મિત્રો તમે તેલ વગર એકદમ હેલ્ધી ભજીયા બનાવી શકો છો અને કોઈ પણ ચરબી વધવાના ડર વગર તેને ખાઈ શકો છો.

મિત્રો તમારે આ ભાજીયાને હજુ વધારે ટેસ્ટી બનાવવા હોય તો તમે તેને તૈયાર થયા બાદ થોડા ઠંડા થઇ જાય ત્યારબાદ તેને થોડી વાર માટે ઓવનમાં મૂકી દો જેથી તે વધારે ક્રિસ્પી બની જશે. વધારે માહિતી માટે નીચે આપેલો વિડીયો જુઓ 

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ  (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ    (૪) એવરેજ

 

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment