🌯 વધેલી રોટલીમાંથી બનાવો ચટપટ સમોસા .. 🌯
💁 હા મિત્રો, તમે વધેલી રોટલીમાંથી ખૂબ જ સરળતાથી અને સ્વાદમાં પણ લાજવાબ હોય તેવા ચટપટા સમોસા બનાવી શકો છો. મિત્રો આ વાનગીની ખાસ વાત એ છે કે એક તો તે વેસ્ટમાંથી બેસ્ટ છે એટલે કે બચેલી વસ્તુ કે જેને આપણે સામાન્ય રીતે ફેંકી દેતા હોય તેનો રિયુઝ કરને બનાવેલી છે અને બીજું એ કે આ સમોસા બનાવવા માટે તમારે કોઈ જ પ્રકારનો લોટ બાંધવાની જરૂરીયાત નથી. તેથી તમે ઓછા સમયમાં સરળતાથી બનાવી શકશો.
💁 સામાન્ય રીતે જ્યારે કોઈ સમોસાનું કહે એટલે આપણા મગજમાં સૌથી પહેલા તેનો લોટ બાંધવાની ઝંઝટ, ત્યાર બાદ તેને વણીને તેમાંથી સમોસા બનાવવાની ઝંઝટ અને આટલી મહેનત કાર્ય બાદ પણ સમોસા ક્રિસ્પી બનશે કે નહિ. તેની ચિંતા થાય ખરું ને ? પરંતુ મિત્રો, તમે વધેલી રોટલીમાંથી સમોસા બનાવશો તો તમારે આ કોઈ ઝંઝટ કે ક્રિસ્પી નહિ થાય તો તેવી ચિંતા કરવાની જરૂર નથી. આ સમોસા ક્રીસ્પી જ બનશે તેમાં કોઈ સંદેહ નથી. તમારે વધેલી રોટલીને ફેંકતા પહેલા આ સમોસા વિશે જરૂર વિચારવું જોઈએ.
👩🍳 વધેલી રોટલીના સમોસા બનાવવા માટે જોઈતી સામગ્રી:- 👩🍳
🍪 બે રોટલી, 🥄 બે ચમચી તેલ, 🥄 1/4 કપ જીણું સમારેલું ગાજર, 🥄 અડધી ચમચી લાલ મરચું પાવડર, 🥄 અડધી ચમચી ગરમ મસાલો, 🥄 અડધી ચમચી આમચૂર પાવડર, 🥄 અડધી ચમચી ચાટ મસાલો, 🥄 અડધી ચમચી ધાણાજીરું પાવડર, 🥄 મીઠું સ્વાદ અનુસાર, 🥄 1/4 ચમચી હળદર, 🥄 બે ચમચી માંડવીના બી, 🥄 બે ચમચી જેટલી કોથમીર જીણી સમારેલી, 🥄 બે મોટી ચમચી મેંદાનો લોટ, 🥄 બે બાફેલા બટેટા, 🍳 તળવા માટે તેલ,
👩🍳 વધેલી રોટલીના સમોસા બનાવવાની રીત:- 👩🍳
🥔 સૌપ્રથમ તો બટેટાની છાલ ઉતારીને તેના નાના ટૂકડા કરી લો અને તેને ઢાંકીને મૂકી દો.
🍳 હવે એક પેન ગરમ કરવા મૂકી દો. 🍳 હવે તે પેન ગરમ થાય ત્યાર બાદ તેમાં બે ચમચી જેટલું તેલ નાખો અને તે તેલ ગરમ થાય ત્યાર બાદ તેમાં મગફળીના બી નાખો.
🥜 હવે તે મગફળીના બી ને હલાવીને શેકી લો. 🥜 મગફળીના બી શેકાઈ જાય ત્યાર બાદ તેનું તેલ પેનમાં જ નીતારીને તેને એક વાસણમાં કાઢી લો અને તેને ઠંડા થવા દો.
🍳 મિત્રો પેનમાં જે તેલ છે તેને ગેસ પરથી નીચે ઉતારવાનું નથી તેને તેમનું તેમ રહેવા દો અને મગફળી કાઢ્યા બાદ તરત જ તેમાં જીણા સમારેલા ગાજરના ટૂકડા નાખી દો અને તેને એક મિનીટ સુધી હલાવીને પકાવો.
🥔હવે તેમાં બટેટા, મીઠું, લાલ મરચું પાવડર, આમચૂર પાવડર, ધાણા જીરૂ પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો, હળદર બધું ઉમેરી દો. 🥔 હવે બધું બરાબર હલાવીને મિક્સ કરી લો.
🥗 હવે છેલ્લે ઉપરથી તેમાં જીણી સમારેલી કોથમીર નાખી દો અને તેને એક મિનીટ સુધી હલાવતા હલાવતા પકાવો. 🥗 ત્યાર બાદ ગેસ બંધ કરી દો. અને મિશ્રણને એક બાઉલમાં કાઢીને ઠંડુ થવા મૂકી દો.
🥗 હવે બે ચમચી મેંદાનો લોટ હતો તેમાં બે ચમચી જેટલું પાણી નાખો અને તેને હલાવી લો તેનું આછું મિશ્રણ બનાવી લો. 🍪 હવે એક રોટલી લો તેને વચ્ચેથી કાપીને બે ટૂકડા કરી લો.
🍪 હવે તેમાંથી એક ટૂકડો લો રોટલીનો અને તેને મહેંદીના કોણ ની જેમ અથવા તો પોપકોર્નનો કોન કંઈ રીતે બનાવીએ તે રીતે બનાવો અને તેની કિનારીએ મેંદાનું આછું મિશ્રણ લગાવીને તેને ચિપકાવી દો બરાબર. 🍪 મિત્રો હવે જે રીતે પોપકોર્નનો કોન ઉપરથી ખુલ્લો રહે તે રીતે આ સમોસું પણ ઉપરથી ખૂલું રાખવું અને તેમાં અંદર બટેટાનું મિશ્રણ ભરી દેવું.
🍪 ત્યાર બાદ તેને મેંદાના લોટના મિશ્રણની મદદથી સીલ કરી દો. મતલબ કે મિશ્રણ અંદર ભર્યા બાદ તેની કિનારી પર ફરતે મેંદાના લોટનું મિશ્રણ લગાવી દો અને બંને કિનારીઓને બરાબર ભેગી કરીને બરાબર ચિપકાવી દો.
🍪 આ રીતે બાકીના સમોસા બનાવી લો. મિત્રો આમ એક રોટલીમાંથી બે એટલે કે બે રોટલીમાંથી ચાર સમોસા બનશે. 🍳 હવે તેને તળવાના છે. તો તેના માટે એક કડાઈમાં તેલ ગરમ કરો અને તેલ ગરમ થાય ત્યાર બાદ તેમાં સમોસા નાખી દો.
🍳 મિત્રો સમોસાને ઉલાટાવતા સુલટાવતા રહો અને બ્રાઉન કલરના થઇ જાય ત્યાર બાદ તેને એક પ્લેટમાં કાઢી લો. પરંતુ મિત્રો આ સમોસાનું તેલ ગરમ કરવા મૂકો ત્યાંથી સમોસા તળો ત્યાં સુધી ગેસ વધારે તાપ પર જ રાખવાનો રહેશે જેથી સમોસા ક્રિસ્પી બને. નીચે વિડીયો આપેલો છે જો ના સમજાય તો જોઈ લેજો .
🍳 તો મિત્રો તૈયાર છે ચટપટા અને ક્રિસ્પી સમોસા.તમે તેને ટોમેટો કેચઅપ અથવા કોઈ પણ ચટણી સાથે ખાઈ શકો છો.અને વરસાદની ઠંડી ઋતુમાં ગરમાગરમ વેસ્ટમાંથી બેસ્ટ ટેસ્ટી સમોસાની મજા લો.
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
VeryGood wow thx for recipe